________________
ઉપસંહાર - ગાથા-૨૩
અવતરણિકા :
સમતાસુખનું વર્ણન કરી હવે છેલ્લે ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે
શ્લોક :
ઉપસંહાર
ગાથા - ૨૩
इति शुभमतिर्मत्वा साम्यप्रभावमनुत्तरं,
9
ये इह निरतो नित्यानन्दः कदापि न खिद्यते ।
विंगलदखिलाविद्येः पूर्णस्वभावसमृद्धिमानें
२०
से खलु लभते भावा जयेनैं यशःश्रियम् ||२३||
ઊં
Jain Education International
શબ્દાર્થ :
૧. કૃતિ - આ પ્રમાણે ર/રૂ. અનુત્તર સામ્યવ્રમાવત્ - અનુત્તર એવા સામ્યના-સમતાના પ્રભાવને ૪. મત્લા - માનીને /૬. ય: શુમતિ: - જે શુભમતિવાળો સાધક ૭/૮. રૂ નિરત: - અહીં = સામ્યયોગમાં-સમતાયોગમાં લીન રહે છે. ૧. (5) નિત્યાનન્ત: - (તે) નિત્ય આનંદમાં રહેનારો ૧૦/૧૧/૧૨. પિ ન વિદ્યતે - ક્યારેય ખેદ પામતો નથી. ૧રૂ. વિવિવિધઃ - નાશ પામતી સઘળી અવિદ્યાવાળો ૧૪. પૂર્ણ-સ્વમાવ-સમૃદ્ધિમાન્ - (અને) પૂર્ણસ્વભાવની સમૃદ્ધિવાળો ૧/૧૬. સ વહુ - તે ખરેખર ૧૭/૧૮. માવારીનાં નવેન - ભાવ શત્રુઓના જયથી ૧૬/૨૦. યશશ્રિયમ્ મતે - યશશ્રીને પ્રાપ્ત કરે છે.
શ્લોકાર્થ :
૨૭૯
આ અધિકારના પ્રથમ શ્લોકથી માંડીને અત્યાર સુધી જણાવ્યું એ પ્રમાણે અનુત્તર એવા સમતાના પ્રભાવને માનીને, જે શુભમતિવાળો સાધક અહીં = આ સામ્યયોગમાં-સમતાભાવમાં મગ્ન બની જાય છે, તે નિત્ય આનંદને અનુભવનારો ક્યારેય ખેદ પામતો નથી. તેની સઘળીએ અવિદ્યાઓ ગળતી જાય છે અને પૂર્ણ સ્વભાવની સમૃદ્ધિવાળો તે ભાવશત્રુઓના જયથી યશરૂપી લક્ષ્મીને પામે છે.
ભાવાર્થ :
આ આખા અધિકારમાં ગ્રંથકારશ્રીએ સામ્યયોગ - સમતાનો કેવો અનુત્તર અને અનુપમ પ્રભાવ છે, તેનું વર્ણન કરેલ છે. જે શુભમતિવાળો સાધક આ સામ્યયોગના-સમતાના પ્રભાવને જાણે છે અને જાણીને તેમાં અત્યંત રત થાય છે અર્થાત સામ્યયોગમાં-સમતાભાવમાં સ્થિર થાય છે. તે સાધક અનુકૂળ કે પ્રતિકૂળ સર્વ સ્થિતિમાં સદા આનંદમાં રહે છે, તેને ક્યારેય ખેદ, કંટાળો કે દુ:ખનો અનુભવ થતો નથી. વળી સામ્યયોગમાંસમતામાં સ્થિર થવાને કારણે તેની અવિદ્યા એટલે કે અજ્ઞાન સંપૂર્ણપણે નાશ પામે છે અને તે સાધક આત્માની જ્ઞાન અને આનંદરૂપ પૂર્ણ સમૃદ્ધિને પામી, ભાવ શત્રુઓ પર વિજય મેળવી આ જગતમાં જેનો જોટો નથી તેવી યશરૂપી લક્ષ્મીને વરે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org