________________
કર્મનાશ પ્રત્યે જ્ઞાન-ક્રિયાનો સ્યાદ્વાદ – ગાથા-૩૪
૨૦૫
કર્મનાશ પ્રત્યે જ્ઞાન-ક્રિયાનો સ્યાદ્વાદ
ગાથા-૩૪-૩૫
અવતરણિકા :
જ્ઞાનીને પણ કર્મનો નાશ કરવા માટે જ્ઞાન અને ક્રિયા બન્નેની જરૂર પડે છે. આવું પૂર્વ શ્લોકનું કથન સાંભળતાં પ્રશ્ન થાય કે જ્ઞાન અને ક્રિયા બન્ને સાથે મળીને કર્મનાશનું કાર્ય કરે છે કે અલગ અલગ કરે છે તેનું સમાધાન કરતા ગ્રંથકારશ્રી જણાવે છેશ્લોક :
सर्वकर्मक्षय ज्ञानकर्मणोस्तत्समुच्चयः ।
अन्योऽन्यप्रतिबन्धेनं, तथा चोक्तं परैरपि ||३४|| શબ્દાર્થ :
૨. જ્ઞાનર્મળો: - જ્ઞાન અને ક્રિયાનો ૨. મોડચપ્રતિવચેન - પરસ્પર પ્રતિબન્ધ હોવાને કારણે રૂ. સર્વકર્મક્ષયે - સર્વકર્મના ક્ષય પ્રત્યે ૪. તસમુખ્યય: - તેમનો – જ્ઞાન અને ક્રિયાનો સમુચ્ચય (કારણ છે) /૬/૭. તથા ૨ રરપ ૩ત્ત - અને તે પ્રમાણે બીજાઓ વડે પણ કહેવાયું છે (જે આગળ શ્લોકમાં જણાવ્યું છે.) શ્લોકાર્થ :
જ્ઞાન અને ક્રિયાને એકબીજા સાથે પ્રતિબન્ધ હોવાથી સર્વકર્મના નાશમાં તે બન્નેનો સમુચ્ચય કારણ બને છે (પણ તે બન્ને સ્વતંત્રરૂપે સર્વકર્મના નાશ પ્રત્યે કારણ બની શકતા નથી) તેવું અન્યદર્શનકારો પણ કહે છે. ભાવાર્થ :
રથના બે ચક્રની જેમ જ્ઞાન અને ક્રિયા બન્ને એકબીજા સાથે સંકળાયેલા છે માટે સર્વકર્મનો નાશ કરવા એકલું જ્ઞાન કે એકલી ક્રિયા સમર્થ નથી, બન્ને સાથે મળીને જ સર્વકર્મનો નાશ કરે છે. હા ! એવું બને કે જ્યાં જ્ઞાનની મહત્તા હોય ત્યાં ક્રિયા ગૌણભાવે પ્રવર્તતી હોય અને જ્યાં ક્રિયાનું મહત્ત્વ હોય ત્યાં જ્ઞાન ગૌણભાવે પ્રવર્તતુ હોય, પરંતુ બન્નેની હાજરી તો હોય જ છે. આવું જૈનદર્શન તો માને છે પણ અન્ય દર્શનકારો પણ માને છે. વિશેષાર્થ :
પક્ષી ક્યારેય એક પાંખથી ઊડી શકતું નથી અને રથ ક્યારેય એક ચક્રથી ચાલી શકતો નથી. તેમ માત્ર જ્ઞાન કે માત્ર ક્રિયાથી કોઈ કાર્ય સરતું નથી. કોઈ પણ કર્મનો નાશ સ્વતંત્રપણે માત્ર જ્ઞાનથી પણ થતો નથી કે માત્ર ક્રિયાથી પણ થતો નથી. દરેક પ્રકારના કર્મોનો નાશ પરસ્પર સંકળાયેલા જ્ઞાન અને ક્રિયા ઉભયથી થાય છે. હકીકતમાં તો કોઈપણ ભૂમિકામાં કે કોઈપણ અનુષ્ઠાનમાં જ્ઞાન અને ક્રિયા સ્વતંત્ર દેખાતા જ નથી. જ્ઞાન હોય ત્યાં ક્રિયા હોય જ છે અને ક્રિયા હોય ત્યાં જ્ઞાન હોય જ છે.
દ્રવ્ય અને પર્યાય જેમ એકબીજાને છોડીને ક્યાંય જોવા મળતાં નથી, જ્યાં દ્રવ્ય હોય ત્યાં પર્યાય હોય જ અને જ્યાં પર્યાય હોય ત્યાં દ્રવ્ય અચુક હાજર હોય, તેની જેમ કર્મનાશના કારણ બને તેવા જ્ઞાન અને ક્રિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org