________________
ક્ષાયિકજ્ઞાન - ક્રિયામાં પણ સમુચ્ચયવાદ – ગાથા-૩૦-૩૭
૨૦૯ આમ છાઘસ્થિક દરેક અવસ્થામાં જ્ઞાન સાથે ક્રિયા હોય તો જ સફળતા મળે છે. આંધળો અને લંગડો જો એકલા હોય તો તેઓ ઇષ્ટ સ્થાને પહોંચી શકતા નથી. તેની જેમ એકલી તપ-ત્યાગ આદિની ક્રિયા કે એકલું જ્ઞાન સાધકને મોક્ષનગરે પહોંચાડતું નથી. લંગડો જો આંધળાના ખભે બેસી માર્ગ દર્શાવે અને આંધળો જો તે પ્રમાણે ચાલે તો બન્ને સફળ થાય છે. તેમ જ્ઞાન અને ક્રિયા સાથે ચાલે તો જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય.
છબસ્થ અવસ્થાનો અંત કરી જીવ જ્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે પછી પણ સર્વકર્મનો ક્ષય જ્ઞાનમાત્રથી થઈ જતો નથી. બાકી રહેલા અઘાતી કર્મોના નાશ માટે કેવળી ભગવંતોને પણ યોગનિરોધની ક્રિયા કરવી પડે છે. આમ તેઓ પણ ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક ભાવના સર્વસંવરરૂપ ચારિત્ર દ્વારા જ સિદ્ધ થાય છે. ૩૬-૩૭ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org