________________
૨૪૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર આમ આત્મસ્વરૂપના સ્પર્ધાત્મક ચિંતનથી સાધકમાં અપૂર્વ કક્ષાની સમતા પ્રગટે છે. તે પૂર્વે તેનામાં જે સમતા હતી તેમાં સાંસારિક સર્વ ભાવો પ્રત્યેની કે અન્ય જીવો પ્રત્યેની રાગાદિની પરિણતિઓ તો નાશ પામી જ ગઈ હતી, પરંતુ આત્મસ્વરૂપને પામવા પ્રભુ વચન આદિ પ્રત્યે પ્રશસ્ત રાગાદિની પરિણતિઓ તો વર્તતી હતી. જ્યારે આત્મસ્વરૂપની સ્પર્શાત્મક ગાઢ વિચારણા દ્વારા અન્યતાખ્યાતિનો અંત થાય છે, દેહાધ્યાસ ટળે છે, ત્યારે સાધકના પ્રશસ્ત રાગાદિથી પ્રવર્તતા શુભ વિકલ્પોનો પણ અંત આવી જાય છે અને તે નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત કરે છે, જેમાં બાકી રહેલું સમત્વ પણ સર્વત્ર વિસ્તરે છે, અર્થાત્ તે પછી સાધકમાં મોક્ષનો પણ રાગ રહેતો નથી. ભવે મોક્ષે સમો એવો સાધક સમતાના સુખમાં મહાલે છે અને ટૂંક સમયમાં પરિપૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરે છે. શા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org