________________
૧૯o
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
(આ સાંભળી શંકા થાય કે તાંબાની કાળાશ તો આગંતુક છે, તેથી તે નાશ પામી શકે પણ જીવનો મત તો સહજ છે, અનાદિકાળથી જીવમાં રહેલો છે, તે શું નાશ પામી શકે ? તેથી આસૂરઋષિ પોતાની વાતને પુષ્ટ કરવા બીજા શ્લોકમાં જણાવે છે કે)
તડુલની જેમ જીવનો સહજ પણ મલ (ક્રિયામાં ઉદ્યમ કરવાથી) અત્યંત નાશ પામે છે. તેમાં કોઈ સંદેહ નથી, તેથી તે ઉદ્યમ કર. વિશેષાર્થ :
ઘરના કચરાને દૂર કરવા પ્રકાશ હોવો જરૂરી છે, છતાં માત્ર પ્રકાશથી સરતું નથી. પ્રકાશથી કચરા સંબંધી જ્ઞાન થયા પછી પણ સાવરણી હાથમાં લઈ કચરો કાઢવાની ક્રિયા કરવી પડે છે, તો જ ઘર સાફ થાય છે. તેમ કર્મરૂપી કચરાને કાઢવા માટે પણ તેનો બોધ થયા પછી તપ-સંયમાદિની ક્રિયા કરવી પડે છે. અન્ય દર્શનમાં સ્થિત આસૂર ઋષિ પણ આવી જ માન્યતા ધરાવે છે.
આત્મહિતેચ્છુ ઋષિવર પોતાના પુત્રને જણાવે છે કે, “હે પુત્ર ! જો તારે વિષય-કષાયથી ખરડાયેલા અને કર્મ કચરાથી મલિન બનેલા તારા આત્માને પવિત્ર કરવો હોય તો તારે તપ-ત્યાગ-સંયમ આદિની ક્રિયાઓમાં અવશ્ય ઉદ્યમ કરવો જોઈએ, તેના વિના આત્મા શુદ્ધ થશે નહિ. વ્યવહારમાં પણ દેખાય છે કે, કોઈપણ વસ્તુને શુદ્ધ કરવા કોઈને કોઈ ક્રિયા તો કરવી જ પડે છે. જેમકે ડાંગર ઉપર લાગેલા ફોતરા (છોડલા), ખાંડવા વગેરેની ક્રિયા કરવામાં આવે તો જ દૂર થાય છે. તાંબા ઉપરની કાળાશ પણ ઘસવાની ક્રિયા કર્યા વગર નાશ પામતી નથી. તેમ તારે પણ જો કષાયોની કાલિમાને કાઢવી હશે તો તારી ભૂમિકાને અનુરૂપ ઉચિત ક્રિયાઓ કરવી જ પડશે, પરંતુ હું નિરાકાર-નિરંજન આત્મા છું તેવા જ્ઞાનમાત્રથી કાંઈ તું શુદ્ધ થઈ શકીશ નહિ.” | પિતા-ઋષિની આવી તાત્ત્વિક વાણી સાંભળી, પુત્રના મનમાં વિવેક પ્રગટ્યો. તેનામાં તપ-સંયમ દ્વારા આત્માના મલને દૂર કરવાની ભાવના જાગૃત થઈ; પરંતુ સાથે સાથે એક શંકા પણ થઈ કે, “આગંતુક મેલ તો અમુક પ્રક્રિયા કરવાથી દૂર કરી શકાય પરંતુ આત્માનો મલ તો અનાદિકાળનો છે, સહજ છે. તે વળી ક્રિયાથી કેવી રીતે દૂર થાય ?”
કર્ણાવત્સલ ઋષિમુનિએ પુત્રના મનમાં ઊઠેલી શંકાનું સમાધાન આપતાં જણાવ્યું કે, “વત્સ ! તું ચિંતા ન કર. જેમ ડાંગરની સાથે ફોતરાનું હોવું સહજ છે, અર્થાત્ જ્યારથી ડાંગરનું અસ્તિત્વ હોય છે ત્યારથી જ ફોતરા ની સાથે હોય છે. તો પણ ખાંડવાની ક્રિયા કરવાથી સહજ એવા પણ ફોતરા ડાંગરથી છૂટા પડી શકે છે. તેમ કષાય અને યોગની પરિણતિના કારણે જીવમાં રહેલ કર્મબન્ધની યોગ્યતારૂપ સહજ એવો પણ મલી ક્રિયાદ્વારા નાશ પામી શકે છે. રાગાદિની આ ચીકાશ ભલેને આત્માનું અસ્તિત્વ હોય ત્યારથી આત્માની સાથે 1. કર્મબન્ધની યોગ્યતાને સહજમલ કે ભાવમલ કહેવાય છે જ્યારે કર્મબન્ધને અસહજમલ કે દ્રવ્યમલ કહેવાય છે. યોગદષ્ટિ નામના ગ્રંથની ૩૧મી ગાથામાં સહજમલ કે ભાવમલનો અર્થ કર્યો છે - તત્તપુરૂન્યવિયોવતા જીવમાં અનાદિકાળથી વર્તતી યોગ અને રાગાદિ કષાયની પરિણતિને કારણે જીવ તે તે પુદ્ગલો સાથે સંબંધ કરે છે અને તે તે પુગલોને પરિણમન પણ પમાડે છે. આ રીતે કર્મપુદ્ગલ સાથે સંબંધ બાંધવાની જીવની યોગ્યતાને ભાવમલ કહેવાય છે યોગબિન્દુના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org