________________
૧૯૩
ક્રિયાયોગમાં પ્રવર્તતા મુનિનું ચિત્ત - ગાથા-૭ દંડની અપેક્ષા રાખ્યા વગર પણ ચક્ર ભ્રમણ કર્યા જ કરે છે; તેમ પૂર્વની ભૂમિકાના વચનાનુસાર ઉચિત ક્રિયાઓ કરવાના દઢ સંસ્કારથી અસંગ-અનુષ્ઠાન કાળમાં સ્વાભાવિક રીતે વચનની અપેક્ષા વગર પણ ઉચિતક્રિયાઓ થયા કરે છે.*
આ બન્ને ભૂમિકાઓ ક્રિયાયોગને સાધતા સામાયિકવાળા જ્ઞાની મુનિભગવંતની જ છે, છતાં પૂર્વ ભૂમિકામાં રાગાદિ વિકલ્પોના કોલાહલવાળું ચિત્ત હોય છે. જ્યારે ઉપરની ભૂમિકામાં આ વિકલ્પો પણ શાંત થઈ જાય છે અને વિશુદ્ધતર સામાયિક ભાવવાળું ઉદાસીન ચિત્ત નિષ્પન્ન થાય છે, આવું ચિત્ત કેવળજ્ઞાનનું સાક્ષાત્ કારણ બને છે, તેથી કેવળજ્ઞાનને ઇચ્છતા સાધકે ક્રિયાયોગમાં યત્ન કરી પ્રાથમિક ભૂમિકામાં પારંગત થઈ ઉત્તમ ચિત્ત નિષ્પન્ન કરવા પ્રયત્ન કરવો જોઈએ. llી.
4. किरिया उ दंडजोगेण चक्कभमणं व होइ एयस्स । आणाजोगा पुव्वाणुवेहओ चेव णवरं ति ।।१९।। 5. पडिसिद्धेसु अदेसे विहिएसु य ईसिरागभावे वि । सामाइयं असुद्धं सुद्धं समयाए दोसु पि ।।१७।।
- યોગરાત || - યાતિ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org