________________
૧૨૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર પણ ન અનુભવ્યા હોય તેવા અપૂર્વ અધ્યવસાય દ્વારા ગ્રંથિનો ભેદ કરે છે, ગ્રંથિનો ભેદ કરાવી સમ્યક્તને પમાડતા આ અપૂર્વકરણને પ્રથમ અપૂર્વકરણ કહેવાય છે.
૨.મોહનીય વગેરે ચારેય ઘાતિકર્મોનો નાશ કરવા માટે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે ક્ષપક શ્રેણિના સમયમાં જીવ જે અપૂર્વ અધ્યવસાય દ્વારા વીતરાગતા પ્રાપ્ત કરે છે તે દ્વિતીય-બીજું અપૂર્વકરણ છે.
શુદ્ધાત્મતત્ત્વને પ્રગટ કરવાના લક્ષ્યવાળો સાધક પ્રારંભમાં શુભ વિચારો, શુભ ચિંતન કે શુભ અનુષ્ઠાનો દ્વારા ક્રોધાદિ કષાયોથી પર થઈ, ક્ષમા આદિ ગુણોને પ્રગટાવવા પ્રયત્ન કરે છે. જેને કારણે તેનામાં ક્ષાયોપથમિકભાવના ક્ષમા, નમ્રતા, સરળતા આદિ ગુણો પ્રગટે છે. પ્રગટ થયેલા આ ગુણો તેને આત્મિક સુખની આંશિક અનુભૂતિ તો કરાવે છે, પણ તે કર્મના ક્ષયોપશમ પર આધારિત હોવાને કારણે સાધકે તેને ટકાવવા માટે સતત પ્રયત્ન કરવો પડે છે.
ગુણોના રક્ષણ માટે કરાતા આ પ્રયત્નથી સાધક આત્મવિકાસની દિશામાં વધુને વધુ આગળ વધતો જાય છે. ઉત્તરોત્તર આત્મિક ઉન્નતિ સાધતો સાધક ક્રમે કરી નિર્વિકલ્પ અવસ્થા આદિ ઉચ્ચકોટિના ગુણો પ્રાપ્ત કરે છે. આ ગુણો દ્વારા તે સામાÁયોગ પ્રગટાવે છે અને સામર્થ્યયોગ દ્વારા તેને આત્મદર્શનનો માર્ગ સ્પષ્ટ દેખાય છે. ઉપરાંત તેનામાં તે માર્ગ પર ચાલવાનું કૌવત પણ પ્રગટે છે, તેથી તે આત્મદર્શનમાં બાધક મોહનીયાદિ કર્મોનો નાશ કરવા શુક્લધ્યાનમાં લીન બની ક્ષપકશ્રેણીનો પ્રારંભ કરે છે. ક્ષપકશ્રેણીનો પ્રારંભ થતાં જીવમાં પૂર્વે ક્યારેય ન પ્રગટ્યો હોય તેવો અપૂર્વ અધ્યવસાય પ્રગટે છે, જેને બીજું અપૂર્વકરણ કહેવાય છે.
કર્મગ્રંથની ભાષામાં કહીએ તો, પહેલું અપૂર્વકરણ પહેલા ગુણસ્થાનકે આવે છે અને બીજું અપૂર્વકરણ આઠમા ગુણસ્થાનકે આવે છે. જીવ જ્યારે સાત કર્મોની અંતઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિમાંથી તથાવિધ સંખ્યાતા સાગરોપમની સ્થિતિનો નાશ કરે છે, ત્યારે તેને આ બીજા અપૂર્વકરણની પ્રાપ્તિ થાય છે. જેમાં તે અપૂર્વ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ તથા કર્મબંધને અલ્પ કરી, ઘાતી કર્મોના નાશ માટે સવિશેષ પ્રયત્ન કરે છે. આ પ્રક્રિયાને કારણે મોહનીય આદિ ચાર ઘાતકર્મોનો નાશ થાય છે અને પૂર્વમાં જે ક્ષમાદિ ગુણો ક્ષાયોપથમિક ભાવના હતા તે ક્ષાયિકભાવના બની જાય છે.
ગ્રંથકારશ્રી જણાવે છે કે, બીજા અપૂર્વકરણમાં ક્ષાયોપથમિકભાવના ગુણો પણ ચાલ્યા જાય છે. શ્લોકમાં જે “અનિ' શબ્દ છે તે એમ સૂચવે છે કે, પૂર્વમાં જે શુભ સંકલ્પો દ્વારા અશુભ સંકલ્પોનો નાશ કરાતો હતો, તે શુભ સંકલ્પો અને શુભ પ્રવૃત્તિઓ તો નિર્વિકલ્પઅવસ્થા પ્રાપ્ત થતાં ચાલ્યા જ ગયા હોય છે; પરંતુ ત્યારે ક્ષાયોપથમિકભાવના ક્ષમાદિ ગુણો તો વિદ્યમાન હોય છે. પરંતુ જ્યારે બીજું અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે ત્યારે તો તે ક્ષાયોપથમિકભાવના ગુણો પણ ચાલ્યા જાય છે.
શુભવિકલ્પવાળી અવસ્થામાં ક્ષમાદિ ધર્મો ક્ષયોપશમભાવના હતા, તેને ટકાવવા સતત સજાગ રહેવું પડતું હતું. બીજા અપૂર્વકરણસમયે નિર્વિકલ્પઅવસ્થામાં તો તે ક્ષમાદિ ભાવો ક્ષાયિકભાવના બની જાય છે અર્થાત્ જીવના સ્વભાવરૂપ બની જાય છે માટે તેને ટકાવવા કોઈ મહેનતની જરૂર રહેતી નથી. મહેનત વિના તે સદાકાળ આત્મભાવે રહે છે. ||પટા. 1. આ સર્વની વિશેષ સમજ માટે ગુરુગમથી કર્મગ્રન્થનો અભ્યાસ આવશ્યક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org