________________
માયાથી માયાનો નાશ – ગાથા-૫૮
૧૨૩
શક્તિ ભલે શુભ ઉપયોગના સેવનથી જ પ્રગટે છે; પરંતુ જેમ દરેક આગળ ચઢનાર વ્યક્તિ દ્વારા નીચેના પગથીયાનો આપોઆપ ત્યાગ થઈ જાય છે કે કુવામાંથી બહાર આવતાં દોરડું આપોઆપ છૂટી જાય છે, તેમ જ્યારે નૈશ્ચયિત્રી શક્તિ પ્રગટે છે ત્યારે શુભ સંકલ્પ-વિકલ્પોનો કે પ્રશસ્ત રાગાદિ ભાવોનો પણ અંત આવી જાય છે. પછી અવતરણિકા :
નિર્વિકલ્પસમાધિરૂપ નૈવ્યયિકી શક્તિ જણાવી, હવે વિશિષ્ટ ભૂમિકા પ્રાપ્ત થાય ત્યારે તે નિર્વિકલ્પસમાધિ કેવા પ્રકારની હોય છે તે જણાવે છેશ્લોક :
द्वितीयापूर्वकरणे, क्षायोपशमिका गुणाः ।
क्षमाद्या अपिं यास्यन्ति, स्थास्यन्ति क्षायिकाः परम् ॥५८]] શબ્દાર્થ :
9. દ્વિતીયાપૂર્વકરો - બીજા અપૂર્વકરણમાં (આઠમાં ગુણસ્થાનકે) ૨/૩/૪/૬. ક્ષાયોપશમા: ક્ષમાધા VII: લપિ - ક્ષાયોપથમિક એવા સમાદિ ગુણો પણ ૬. યાન્તિ - ચાલ્યા જશે ૭૮/. પરં ક્ષયા: સ્થાન્તિ - પરંતુ ક્ષાયિક ભાવના ક્ષમાદિ ગુણો રહેશે. શ્લોકાર્થ :
બીજા અપૂર્વકરણમાં ક્ષાયોપશમિક ભાવના ક્ષમાદિ ગુણો પણ ચાલ્યા જશે, પરંતુ ક્ષાયિક ભાવના ક્ષમાદિ ગુણો રહેશે. ભાવાર્થ :
અપૂર્વકરણ એટલે પૂર્વે ક્યારે પણ ન થયો હોય તેવો અપૂર્વ અધ્યવસાય. અપૂર્વકરણ બે પ્રકારનાં હોય છે : ૧. સમ્યગુદર્શનની પ્રાપ્તિ પૂર્વે મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી કષાયના નાશ માટે જે અપૂર્વ
અધ્યવસાય પ્રગટે છે, તે પ્રથમ અપૂર્વકરણ છે. ૨. મોહનીય વગેરે ઘાતકર્મના નાશ માટે ક્ષપકશ્રેણીના કાળમાં જે અપૂર્વ અધ્યવસાય પ્રગટે છે, તે બીજું
અપૂર્વકરણ છે. તેમાં બીજું અપૂર્વકરણ પ્રાપ્ત થતાં ક્ષાયોપથમિકભાવના ક્ષમાદિ ગુણોનો નાશ થાય છે અને ક્ષાયિકભાવના ક્ષમાદિ ગુણો પ્રગટ થાય છે, આને તાત્ત્વિક ધર્મસંન્યાસ પણ કહેવાય છે. વિશેષાર્થ :
અપૂર્વકરણ બે પ્રકારનાં હોય છે ? ૧. અનંતાનુબંધી અને મિથ્યાત્વ આદિનો નાશ કરવા માટે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પૂર્વે જીવ પૂર્વે ક્યારેય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org