________________
૧૪૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ ત્રીજો, ૨-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
ક્રિયાયોગની નિરતિચારતા તો છટ્ઠા ગુણસ્થાનકના ઉપરના કંડકસ્થાનોમાં કે સાતમા ગુણસ્થાનકથી જ સંભવે છે. આવી અવસ્થા પ્રાપ્ત થતાં જ્ઞાન-દર્શન-ચારિત્રનો સંપૂર્ણ લોલીભૂત પરિણામ પ્રાપ્ત થાય છે. જેના પરિણામે આત્મિક સુખને જાણવા અને માનવા ઉપરાંત તેને માણી પણ શકાય છેઃ અહીં ક્રિયાયોગ નિરતિચાર બને છે અને ઉપર ઉપરની ભૂમિકામાં તો જ્ઞાનયોગ અને ક્રિયાયોગ સાકર અને તેના સ્વાદની જેમ એકરૂપ બની જાય છે. ક્રિયાયોગની આવી પ્રબળતા સામર્થ્યયોગના કાળમાં નિષ્પન્ન થાય છે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં તે સ્વાભાવિક બની જાય છે. કેવળજ્ઞાન પછી સર્વસંવ૨ભાવના ચારિત્રમાં તેની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે. અયોગી અવસ્થામાં તે ક્રિયાયોગ યોગનિરોધની ક્રિયાસ્વરૂપે આત્માનું સંપૂર્ણ શુદ્ધસ્વરૂપ પ્રગટ કરી, પૂર્ણતયા ફળપ્રદ બને છે. જો કે આ તેની પરિપૂર્ણતા છે, તોપણ શાસ્ત્રકાર ભગવંતો અહીં તેનો અંત નથી સ્વીકારતા; પરંતુ શુદ્ધ કેવળજ્ઞાન જેમ સિદ્ધ અવસ્થામાં આત્માના સ્વભાવરૂપે અનંતકાળ સુધી આત્મા સાથે જ રહે છે, તેમ આત્મભાવમાં સ્થિર બનેલી વીર્યધારારૂપે સંપૂર્ણ શુદ્ધ બનેલો ક્રિયાયોગ પણ આત્માના સ્વભાવરૂપે અનંતકાળ સુધી આત્મા સાથે જ ૨હે છે એવું તેઓ માને છે, તેથી ક્રિયાયોગશુદ્ધિનો પ્રારંભ છે, પણ તેનો અંત નથી.
જ્ઞાનની પ્રાપ્તિ વગર ક્રિયાની શુદ્ધિ નથી અને ક્રિયા વિના જ્ઞાન પ્રગટતું પણ નથી કે જણાતું પણ નથી, તેથી જ્ઞાન અને ક્રિયાનો અન્યોન્ય સંબંધ હોવા છતાં કોને પ્રથમ માનવું ? કોને કોનું કારણ માનવું ? અને કોને કોનું કાર્ય માનવું ? તે સમજવું કપરું છે; છતાં સાધના જીવનમાં એ બંનેની અતીવ આવશ્યક્તા મનાઈ હોવાથી સાધક માટે આ રહસ્ય સમજવું અતિ જરૂરી પણ છે.
સામાન્યથી વિચારીએ તો નિયમ એવો છે કે શાસ્ત્રનો અભ્યાસ ક૨વાથી જ્ઞાન પ્રગટે અને જ્ઞાન પ્રગટતાં જીવ ઉચિત ક્રિયાઓમાં પ્રવર્તે છે. તેથી જ્ઞાનસ્ય તું વિરતિઃ કે પદ્મમં નાળ તઓ વ્યા એ ઉક્તિઓને અનુસારે જ્ઞાનયોગનું કાર્ય ક્રિયાયોગ છે, એવું માનવું જોઈએ એટલે કે, પહેલાં જ્ઞાન પ્રાપ્ત થાય અને પછી તેના કાર્યસ્વરૂપે ક્રિયા પ્રાપ્ત થાય છે, એમ માનવું જોઈએ, પરંતુ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારતાં એકાંતે આવું નથી હોતું. સ્વયં ગ્રંથકારશ્રીએ જ્ઞાનયોગનું સ્વરૂપ જણાવતાં કહ્યું હતું કે જ્ઞાનયોગ ‘યોગનાદષ્ટનિતઃ '' છે એટલે કે ચારિત્રનું પાલન કરતાં જે ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ ઉત્પન્ન થાય છે, તે ક્ષયોપશમથી ઉત્પન્ન થનારું વિશિષ્ટ મતિજ્ઞાનના ક્ષયોપશમરૂપ ‘અનુભવજ્ઞાન’ જ જ્ઞાનયોગ સ્વરૂપ છે. આ વ્યાખ્યાથી ક્રિયાયોગનું કાર્ય જ્ઞાનયોગ જણાય છે.
હકીકતમાં શાસ્ત્રયોગ, જ્ઞાનયોગ અને ક્રિયાયોગ ત્રણે પરસ્પર સંકલિત છે. પ્રારંભિક શાસ્ત્રજ્ઞાનથી વિષય-કષાયની અનર્થકારિતાનું ભાન થાય છે અને આવા જ્ઞાનના આધારે વિષયાદિથી નિવૃત્ત થવાની ક્રિયાઓ ચાલુ થાય છે. તપ, જપ, ધ્યાન, સંયમ આદિની આ ક્રિયાઓથી આત્માના સુખની કે આત્મિક ગુણોની આંશિક અનુભૂતિ થાય છે. આ અનુભૂતિ જ જ્ઞાનયોગસ્વરૂપ છે. આ જ્ઞાનયોગસ્વરૂપ અનુભવજ્ઞાનથી મોક્ષમાર્ગે આગળ વધવાની વિશિષ્ટ સૂઝ પ્રાપ્ત થાય છે, પરિણામે તપ-સંયમની ક્રિયાઓની વિશેષ શુદ્ધિ થાય છે, જે ક્રિયાયોગસ્વરૂપ છે. તે શુદ્ધ ક્રિયાઓથી પુન: શુદ્ધતર જ્ઞાનયોગ પ્રગટે છે. આમ જ્ઞાનયોગની પ્રાપ્તિ માટે પણ સાધક ક્રિયાયોગનો સહારો લે છે અને જ્ઞાનયોગની પ્રાપ્તિથી વિશુદ્ધતર ક્રિયાયોગ નિષ્પન્ન પણ થાય છે, તેથી અપેક્ષાએ બન્ને એકબીજાનાં કારણ (જનક) પણ છે અને બન્ને એકબીજાનાં કાર્ય (જન્મ) પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org