________________
અધ્યાત્મ ઉપનિષ ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
હેમ પરીક્ષા જેમ હુવેજી, સહત હુતાસન તાપ; જ્ઞાનદશા તેમ પરખીએજી, જિહાં બહુ કિરિયા વ્યાપ...”
- ૧૨૫ ગાથાનું સ્તવન આત્મિક સુખ પામવાની દિશા બતાવનાર સર્વજ્ઞના વચનનું મહત્ત્વ સમજી, અત્યંત તટસ્થ બુદ્ધિથી કયું વચન વીતરાગ સર્વજ્ઞનું છે, તેનો નિર્ણય કરીને, સર્વજ્ઞના તે વચનોને દર્શાવનાર શાસ્ત્રને પરતંત્ર બનીને, અતીન્દ્રિય માર્ગનો શ્રદ્ધા પૂર્વકનો બોધ તે “શાસ્ત્રયોગ છે અને તેનાથી પ્રગટતી આત્મિક શુદ્ધિ તે “શાસ્ત્રયોગશુદ્ધિ છે. તો વળી સ્વચ્છન્દવૃત્તિનો ત્યાગ કરી શાસ્ત્રાનુસારી જીવન જીવતાં, આત્મિક સુખનો જે આંશિક પણ અનુભવ થાય છે, તે “અનુભવ જ્ઞાન” જ “જ્ઞાનયોગ” છે અને તેનાથી પ્રગટતી આત્મિકશુદ્ધિ તે “જ્ઞાનયોગશુદ્ધિ' છે. આ બન્ને શદ્ધિ શબ્દબ્રહ્મસ્વરૂપને પામવાના બે સોપાન છે. પૂર્વના બે અધિકારોમાં ક્રમશ: તે બન્નેની સમજ પ્રાપ્ત કર્યા પછી, હવે ‘ક્રિયાયોગશુદ્ધિ' નામના ત્રીજા સોપાનને આ અધિકારમાં સમજવાનું છે. - ' “ક્રિયાયોગશુદ્ધિ' એટલે આત્માની વીર્યધારાની શુદ્ધિ. અનાદિકાળથી પરભાવમાં પ્રવર્તતી વિર્યધારાને જ્ઞાનના આધારે સ્વભાવમાં પ્રવર્તાવવી, બાહ્ય પદાર્થોમાં વ્યાપૃત રહેતા આત્મિક બળને અંતરંગ દુનિયામાં કેન્દ્રિત કરવું કે સર્વે અનુચિત પ્રવૃત્તિઓ અટકાવી પોતાની આંતર શક્તિને માત્ર ઉચિત પ્રવૃત્તિઓ કરવામાં કાર્યાન્વિત કરવી; તે સર્વ વીર્યધારાની શુદ્ધિરૂપ “ક્રિયાયોગશુદ્ધિ' છે.
આમ, અપેક્ષાએ “શાસ્ત્રયોગશુદ્ધિ'માં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશથી સહચરિત દર્શનમોહનીયકર્મનો ક્ષયોપશમ પ્રધાનતા ભોગવતો હોવાથી, તે દર્શનગુણની શુદ્ધિસ્વરૂપ છે જ્ઞાનયોગશદ્ધિમાં ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી સહચરિત જ્ઞાનાવરણીયકર્મનો. ક્ષયોપશમ મુખ્ય હોવાથી, તે આત્માના જ્ઞાનગુણની શુદ્ધિસ્વરૂપ છે. જ્યારે ‘ક્રિયાયોગશુદ્ધિ મોહનીય અને અંતરાયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થતાં આત્માના ચારિત્રગુણની શુદ્ધિસ્વરૂપ છે, તેથી આ ત્રણે શુદ્ધિઓ દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂ૫ રત્નત્રયીમય સંપૂર્ણ મોક્ષમાર્ગની શુદ્ધિ છે, એમ કહી શકાય . શાસ્ત્રયોગશુદ્ધિ અને જ્ઞાનયોગશુદ્ધિનો પ્રારંભ વ્યવહારનય જેમ અપુનબંધક અવસ્થાથી સ્વીકારે છે, તેમ તેની સાથે સંકળાયેલી ક્રિયાયોગશુદ્ધિનો પ્રારંભ પણ વ્યવહારનય અપુનબંધક કક્ષામાં સ્વીકારે છે. જ્યારે નિશ્ચયનયની દૃષ્ટિએ વિચારીએ તો વિરતિના પરિણામ વિના ક્રિયાયોગશુદ્ધિ શક્ય નથી, તેથી નિશ્ચયનયાનુસાર તો પાંચમાં ગુણસ્થાનકથી જ ક્રિયાયોગ સંભવે છે. | ભિન્ન ભિન્ન અપેક્ષાએ ક્રિયાયોગની શરૂઆત ભિન્ન ભિન્ન કક્ષાએ થઈ શકે છે; પરંતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org