________________
માયાથી માયાનો નાશ – ગાથા-પર
૧૧૩
માયાથી માયાનો નાશ
ગાથા પર-પ૩-૫૪-૫૫-૫૬-૫૭-૫૮
અવતરણિકા :
કામાદિના વિકલ્પોને શમાવવા તપ-સંયમાદિ સર્વિકલ્પો કરવા પડે છે. આ વાત પૂર્વશ્લોકમાં જણાવી. ત્યાં શંકા થાય કે, આવા વિકલ્પો કરતાં શુદ્ધ બ્રહ્મનું ધ્યાન વધુ ઉપયોગી નથી ? તેનું સમાધાન આપતાં ગ્રંથકારશ્રી અન્યદર્શનની માન્યતા તરફ પણ નિર્દેશ કરે છેશ્લોક :
विकल्परूपा मायेयं, विकल्पेनैव नाश्यते ।
अवस्थान्तरभेदेन तथा चौक्तं परैरपि ॥५२|| શબ્દાર્થ :
9. અવસ્થાન્તરમેન - અવસ્થાન્તર વિશેષ હોવાને કારણે ૨/૩/૪, વિહત્વરૂપ યં માથા - વિકલ્પરૂપ આ માયા છે. વિન્ધર્નવ - વિકલ્પથી જ ૬. નાગ્યરે - નાશ પામે છે ૭/૮//૧૦, તથા પરરપ ઉક્ત - અને તે પ્રમાણે અન્ય દર્શનકારો દ્વારા પણ કહેવાયું છે. શ્લોકાર્થ :
અવસ્થાન્તરવિશેષ હોવાથી વિકલ્પરૂપ આ માયા વિકલ્પ દ્વારા જ નાશ પામે છે. તેમ અન્ય દર્શનકારોએ પણ કહ્યું છે. ' ભાવાર્થ : | વિકલ્પ વગરની આત્માની અવસ્થા એટલે નિર્વિકલ્પ અવસ્થા. તે અવસ્થાની અવાજોર (અન્ય) અવસ્થા એટલે સવિકલ્પ અવસ્થા, જેને અવસ્થાન્તર કહેવાય છે. આ અવસ્થાન્તર પણ બે પ્રકારની હોય છે. અસર્વિકલ્પોવાળી અને સવિકલ્પોવાળી. તેમાં અસર્વિકલ્પોવાળી સર્વ સામાન્ય અવસ્થા કરતાં સવિકલ્પોવાળી અવસ્થા જુદી અને વિશેષ છે, તેથી તેને અવસ્થાન્તરભેદ કહેવાય છે. આ અવસ્થામાં આત્મહિત કરવાના અનેક વિકલ્પો પ્રવર્તે છે, પણ તે અસર્વિકલ્પોની જેમ નવા વિકલ્પો ઊભા કરતા નથી અને પ્રયત્નપૂર્વક ઉત્પન્ન કરેલા તે સર્વિકલ્પો નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત થતા આત્મહિત સાધીને સ્વયં નષ્ટ થઈ જાય છે. તે પ્રમાણે અન્ય દર્શનકારો પણ કહે છે. વિશેષાર્થ :
સાંખ્યદર્શનની એવી માન્યતા છે કે, “પુરુષ સ્વયં શુદ્ધ હોવા છતાં પ્રકૃતિના સંપર્કથી તેનામાં અવિદ્યા પ્રગટે છે, તેના કારણે તે એવું માનવા લાગે છે કે, “હું શરીરાદિ સ્વરૂપ છું” અને પછી શરીરાદિને પોષવા વિવિધ પ્રવૃત્તિઓ અને વિકલ્પો કર્યા કરે છે. શરીર મારું છે એમ માન્યા પછી તે શરીરને સારું રાખવું જોઈએ, તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org