________________
૧૧૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર સુંદર અન્નાદિથી પુષ્ટ કરવું જોઈએ, વસ્ત્રાલંકા૨થી સજાવવું જોઈએ, ધનથી બધું જ સુખ મળવાનું છે માટે તેની વૃદ્ધિ કરવી જોઈએ, પ્રેમ, લાગણી, રાગ જેવા ભાવોમાં મઝા છે માટે તેને ટકાવવા અને વધા૨વા જોઈએ વગેરે વિકલ્પો કર્યા કરે છે. આવા સર્વ વિકલ્પો માયારૂપ છે, પણ વાસ્તવિક નથી.'
યોગ્ય આત્માને જ્યારે કોઈ સદ્બોધ કરાવનાર સદ્ગુરુ આદિનો ભેટો થાય છે, ત્યારે તેને સમજાય છે કે, ‘હું આત્મા છું, શરીર આદિ જડ છે, જડ એવા શરી૨માં મારાપણાની બુદ્ધિ અજ્ઞાનના કારણે જ થાય છે. આ અજ્ઞાનના કા૨ણે જ વિકલ્પોસ્વરૂપ આ સંસાર અડીખમ ઊભો છે, તે જ મારા દુઃખનું કારણ છે, આ સંસારનો નાશ કર્યા વિના સુખમય બ્રહ્મની પ્રાપ્તિ શક્ય નથી.' આવી સમજણ પ્રાપ્ત થતાં તેને આ અવિદ્યારૂપ સંસારનો ઉચ્છેદ ક૨વાની અને સંસા૨વર્ધક વિકલ્પોને નાશ કરવાની ઇચ્છા થાય છે; પરંતુ અનાદિકાળથી પ્રવર્તતા આ વિકલ્પોને અટકાવવા કે તેનો નાશ કરવો એટલો સહેલો નથી. આ વિકલ્પોનો નાશ કરવા સવિકલ્પોરૂપ શસ્ત્રો સજ્જ ક૨વા પડે છે, તેના દ્વારા કુવિકલ્પોના વારંવાર આવતા બાણો ઉપર પ્રહાર કરવો પડે છે, તો જ અનાદિકાળના આ કુવિકલ્પો અટકી શકે છે.
વેદને માનનારા અન્ય દર્શનકારોનું પણ માનવું છે કે, વિકલ્પરૂપ આ માયા વિકલ્પથી જ નાશ પામે છે, કેમકે તે એક વિશેષ પ્રકારની અન્ય અવસ્થા છે. આ શ્લોકમાં જે અવસ્થાન્તરમેવ શબ્દ છે, તેમાં ‘અવસ્થા એટલે નિશ્ચયથી વાસિત આત્માની વિકલ્પ વગરની પરિણિત અર્થાત્ યોગમાર્ગની એક ઉચ્ચ ભૂમિકા કે જેમાં સાધક પોતાના શુદ્ધ સ્વરૂપ સાથે એકાત્મતાનો અનુભવ કરે છે.
તે સિવાયની વિકલ્પવાળી અવસ્થાને અવસ્થાન્તર (સવિકલ્પ અવસ્થા) કહેવાય છે. સવિકલ્પરૂપ આ અવસ્થાન્તરના પણ બે ભાગ પડી શકે છે :
૧. અસવિકલ્પોવાળી સવિકલ્પ અવસ્થા અને
૨. સવિકલ્પોવાળી સવિકલ્પ અવસ્થા.
તેમાં જે અવસ્થામાં સતત કામ-ક્રોધાદિના વિકલ્પો પ્રવર્ત્ય કરે તે સામાન્યથી સર્વ સંસારી જીવોમાં પ્રવર્તતી અસવિકલ્પોવાળી અવસ્થા છે. આ અવસ્થામાં વિકલ્પો ફરી ફરી કામ ભોગાદિના અન્ય વિકલ્પો ઉત્પન્ન કર્યા જ કરે છે.
જ્યારે સદ્વિકલ્પોવાળી અવસ્થા એ અવસ્થાન્તરભેદ છે એટલે કે નિર્વિકલ્પ અવસ્થાથી જુદી સવિકલ્પ અવસ્થા અને તેમાં વિશેષ સવિકલ્પવાળી અવસ્થા છે. આ અવસ્થામાં અસવિકલ્પોથી અટકવા સવિકલ્પોનો સહારો લેવાય છે. તેમાં કામક્રોધાદિરૂપ જે અસત્ વિકલ્પો પ્રવર્તે છે તેના નાશ માટે તપ, ક્ષમા આદિ સદ્ગુણોને પ્રગટાવવાના પ્રતિપક્ષી સવિકલ્પો પ્રયત્નપૂર્વક ઉઠાવાય છે. વ્યવહારનયથી વાસિત આ વિશેષ અવસ્થામાં કામ-ભોગાદિના અશુભ વિકલ્પો અનિત્યાદિ ભાવનારૂપ અને તપ સંયમાદિની સાધનારૂપ શુભવિકલ્પોથી જ શમે છે. સ્વાધીનપણે સુખ આપનારા તપ-સંયમ કે સ્વાધ્યાયાદિના શુભવિકલ્પોથી જ સંસારના વિકલ્પોરૂપ માયા નાશ પામે છે. આમ કરતાં સાધક એક એવી કક્ષાએ પહોંચે છે, જેમાં તેના ચિત્તમાં માત્ર શુભ વિકલ્પો જ વર્તે છે, તે શુભવિકલ્પો સાધકને નિર્વિકલ્પ અવસ્થા સુધી પહોંચાડી આપોઆપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org