________________
૨૪૬
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર ભેદજ્ઞાન પછી જ સંપૂર્ણ સમતાની પ્રાપ્તિ
ગાથા-૭
અવતરણિકા :
સામ્યભાવ પ્રાપ્ત થયા પછી યોગીનું મન બહાર જતું નથી અને તેની બુદ્ધિ પણ તેમાં જ રમે છે, તે જણાવી હવે આવો ઉચ્ચ કોટિનો સામ્યભાવ ક્યારે પ્રગટે, તે જણાવે છેશ્લોક :
शुद्धात्मतत्त्वप्रगुणों विमर्शाः, स्पर्शाख्यसंवेदनमादधानाः ।
यान्यबुद्धिं विनिवर्तयन्ति, तदाँ समत्वं प्रथतेऽवशिष्टम् ||७|| શબ્દાર્થ :
૧. યુવા - જ્યારે ૨. શુદ્ધાત્મતત્ત્વATTI: - શુદ્ધ આત્મતત્ત્વને પુષ્ટ કરનારા રૂ. ૫ર્શાવ્યસંવેદ્રનમાથાના: - (અને) સ્પર્શાત્મક સંવેદનને ધારણ કરનારા ૪, વિમર્શી: - વિશિષ્ટ કોટિના વિચારો છે. ચવુદ્ધિ - અન્ય = બાહ્યપદાર્થોમાં રહેલી બુદ્ધિનું ૬. વિનિવર્તવન્તિ - વિનિવર્તન કરે છે. ૭. તા - ત્યારે ૮/૧. નવરં સમā - બાકી રહેલું સમત્વ = સમતા ભાવ ૧૦, પ્રથ7 - વિસ્તારને પામે છે. શ્લોકાર્થ :
જ્યારે શુદ્ધ આત્મતત્ત્વને પુષ્ટ કરનારા સ્પર્ધાત્મક સંવેદનાવાળા વિશિષ્ટ કોટિના વિચારો, અન્ય = બાહ્યપદાર્થોમાં રહેલી બુદ્ધિને અર્થાતુ પર પદાર્થો સંબંધી વિપરીત બુદ્ધિને પાછી વાળે છે, ત્યારે બાકી રહેલો સમતાભાવ પણ વિસ્તરે છે. ભાવાર્થ :
શુદ્ધ આત્મતત્ત્વને પુષ્ટ કરનારા સ્પર્શાત્મક સંવેદનાવાળા વિશિષ્ટ કક્ષાના વિચારોથી અનાદિકાળથી પ્રવર્તતી અન્ય બુદ્ધિ અર્થાત્ દેહમાં આત્મપણાની બુદ્ધિ અને સ્વજન, સામગ્રીમાં મારાપણાની બુદ્ધિ જ્યારે નાશ પામે છે, ત્યારે પ્રશસ્ત - અપ્રશસ્ત સર્વ પ્રકારના રાગાદિ વિકલ્પો શમી જાય છે અને જીવ-જડ પ્રત્યે સર્વત્ર સમાનપણાની બુદ્ધિ વિસ્તાર પામે છે. વિશેષાર્થ :
આત્મધ્યાન, શુદ્ધાત્મતત્ત્વનું ચિંતન, ભાવન અને ધ્યાન, જડ-ચેતનની ભિન્નતાના વિચારો, આત્માને રાગાદિ દોષોથી મુક્ત કરવાની આંતરિક મથામણ, આત્મિક ગુણોને પ્રગટ કરે તેવી પ્રભુ આજ્ઞાનું ચિંતન વગેરે આત્મસંબંધી વિચારો શુદ્ધ આત્મતત્ત્વને પુષ્ટ કરનારા વિમર્શે છે. આ વિમમાં અનાદિકાલીન મોહાધીનતાનો અંત આણવાની ક્ષમતા સમાયેલી છે. આમ છતાં આત્મા સંબંધી વિચારોને વાગોળવાથી કે માત્ર બૌદ્ધિક સ્તરે તેનું યાંત્રિક રટણ કરવાથી કાંઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org