________________
સુબુદ્ધિનું લક્ષ્ય - ઉત્તમ સામ્યભાવ - ગાથા-૬
સમ્યજ્ઞાન અને સમ્યકૃક્રિયાના યોગથી જ્યારે મોહનો ઉદય ટળે છે ત્યારે જીવને સંવેદનાત્મકરૂપે સમજાય છે કે ‘હું આત્મા છું, જ્ઞાનાદિ ગુણો મારું સ્વરૂપ છે. હું સ્વરૂપથી જ સુખી છું. આ બાહ્ય જગત તો એક માયાજાળ સમાન છે.' આવી સમજ પ્રાપ્ત થતાં આત્માથી ભિન્ન પદાર્થો સંબંધી વિકલ્પો શાંત થઈ જાય છે અને પ૨મ સમતાનો અનુભવ થાય છે. સુબુદ્ધિ આવા વિકલ્પ વિનાના જ્ઞાનને પ્રાપ્ત કરી પરમ સુખનો અનુભવ ક૨વા સામ્યયોગમાં ૨મે છે એટલે કે સુબુદ્ધિ સતત સમતાના સુખને માણવાની મહેનત કરે છે.
૨૪૫
સમુદ્ર જેમ જળથી ભરેલો છે તેમ આત્મા ચિદ્ભાવ એટલે કે જ્ઞાનરૂપી જળથી ભરેલો છે. વાયુના કારણે જેમ સમુદ્રમાં તરંગો ઊઠે છે તેમ મોહના કારણે જીવના જ્ઞાનરૂપી સમુદ્રમાં અનેક સંકલ્પ-વિકલ્પરૂપ તરંગો ઊઠે છે. પવન સ્થિર થઈ જતાં જેમ સમુદ્રનો ખળભળાટ શાંત થઈ તે નિસ્તરંગ મહોદધિ બની જાય છે, તેમ મોહના વિકારો શાંત થતાં જ્ઞાનરૂપી સમુદ્ર પણ નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત કરે છે. નિસ્તરંગ મહોદધિ જેવું નિર્વિકલ્પ જ્ઞાન એ આત્માનો પોતાનો સ્વભાવ છે, જે મોહના આવરણથી જણાતો નથી અને મણાતો પણ નથી. તપ-સંયમ આદિ દ્વારા જો આત્માના આ સ્વભાવને નિરાવૃત્ત કરવામાં આવે તો સતત ૫૨મ સમતાના સુખનો અનુભવ થયા કરે, તેથી જ સાધકની નિર્મળ બુદ્ધિ આત્માના સ્વભાવભૂત નિસ્તરંગ સામ્યભાવનો અનુભવ ક૨વામાં સતત ઉદ્યમશીલ રહે છે. સુબુદ્ધિને આ સિવાય બીજું કાંઈ ગમતું નથી. એટલે કે સારી, નિર્મળ બુદ્ધિવાળો સાધક હંમેશા સામ્યયોગમાં ૨મમાણ રહે છે. IIsl
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org