________________
૨૨૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
આ રીતે જ્ઞાન અને ક્રિયામાં સરખો આદર જાળવનાર સાધક ક્રમશ:દ્રવ્યથી સર્વ કર્મનો અને ભાવથી મોહ આદિ ભાવોનો નાશ કરી દ્રવ્ય-ભાવથી વિશુદ્ધ થઈને પરમપદ પ્રાપ્ત કરે છે. આમ નિશ્ચિત છે કે જ્ઞાન અને ક્રિયાના સમુચ્ચયથી જ મોક્ષ મળે છે, માત્ર જ્ઞાન કે માત્રક્રિયાથી નહીં, તેથી જ્ઞાની માટે પણ ક્રિયા અતિ આવશ્યક છે. ૪રી/ અવતરણિકા :
ક્રિયાયોગ અને જ્ઞાનયોગના સંયોગથી પ્રાપ્ત થતાં ફળનું વર્ણન કરવા પૂર્વક હવે અંતિમ બે શ્લોકો દ્વારા ક્રિયાયોગશુદ્ધિ અધિકારનો ઉપસંહાર કરે છેશ્લોક :
क्रियाज्ञानसंयोगविश्रान्तचित्ताः,समुद्भूतनिर्बाधचारित्रवृत्ताः, नयोन्मेषनिर्णीतनिःशेषभावास्तपःशक्तिलब्धप्रसिद्धप्रभावाः ||४३ || भयक्रोधमायामदाज्ञाननिद्राप्रमादोज्झिताः शुद्धमुद्रा मुनीन्द्राः ।
यशःश्रीसमालिङ्गिता वादिदन्तिस्मयोच्छेदहर्यक्षतुल्या जयन्ति ||४४ || શબ્દાર્થ :
9. ક્રિયાજ્ઞાનસંયો વિશ્રાવિત્તા - ક્રિયા અને જ્ઞાનના સંયોગથી જેઓનું ચિત્ત વિશ્રાન્ત થયું છે ૨. સમુદ્વનિર્વાઘારિત્રવૃત્તા: - બાધા વિનાનું ચારિત્ર વ્રત જેઓને પ્રગટ થયું છે રૂ. નોજોપનિતનિઃશેષમાવા: - નયોની દૃષ્ટિ ખૂલવાથી જેમણે સંપૂર્ણ ભાવોનો નિર્ણય કર્યો છે ૪. તા:વિતથ્વપ્રસિદ્ધપ્રમાવા: - તપની શક્તિથી જેમણે પ્રસિદ્ધ પ્રભાવો પ્રાપ્ત કર્યા છે ૬. મયોધમાયામવીજ્ઞાનનિદ્રાકમાવ િતા: - જેઓ ભય, ક્રોધ, માયા, મદ, અજ્ઞાન, નિદ્રા કે પ્રમાદથી રહિત છે ૬. શુદ્ધ મુદ્રા: - જેઓ શુદ્ધમુદ્રાવાળા છે ૭. યશ શ્રીમત્મિક્તા: - યશરૂપી લક્ષ્મીથી આલિંગન કરાયેલા ૮. વઢિન્તિભયોચ્છેદર્યક્ષતુલ્યા: - વાદીરૂપી હાથીના સ્મય = અભિમાનનો ઉચ્છેદ કરવામાં સિંહ જેવા ૨/૧૦. મુનીન્દ્રા: નત્તિ - મુનીન્દ્રો જય પામે છે. શ્લોકાર્થ/ભાવાર્થ : ૧. જ્ઞાન અને ક્રિયાના સંયોગથી જેઓનું ચિત્ત વિશ્રાન્ત થયું છે, ૨. નિરાબાધ = નિરતિચાર ચારિત્ર વ્રત જેમને પ્રગટ થયું છે, ૩. નયની દૃષ્ટિ ખૂલવાથી જેઓએ દરેક પદાર્થના સંપૂર્ણભાવોને નિર્ણાત કર્યા છે = જેઓ દરેક
પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણે છે, ૪. તપની શક્તિથી જે ઓએ ચારે કોર પ્રસિદ્ધ પ્રભાવ પ્રાપ્ત કર્યો છે, ૫. જેઓ ભય-ક્રોધ-માયા-મદ-અજ્ઞાન-નિદ્રા-પ્રમાદ આદિ કાષાયિક ભાવોથી મુક્ત છે, ૯. જેઓ શુદ્ધમુદ્રાને ધારણ કરે છે, ૭. જેઓને યશ રૂપી લક્ષ્મીએ આલિંગન કર્યુ છે = જેઓનો યશ ત્રણે લોકમાં ફેલાયેલો છે તથા ૮. જેઓ વાદીરૂપી હાથીઓના મદને ઉતારવામાં સિંહ જેવા છે, તે મુનીન્દ્રો જય પામે છે. વિશેષાર્થ :
ગ્રંથકારશ્રી “ક્રિયાયોગશુદ્ધિ' અધિકારના અંતિમ બે શ્લોક દ્વારા જ્ઞાનયોગ અને ક્રિયાયોગના સુભગ સમાગમવાળા મુનિ ભગવંતો કેવા વિશિષ્ટ હોય છે અને તેઓને કેવી ઋદ્ધિ, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org