________________
૨૭૬
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર
• ‘જેઓ પોતાના પુણ્યનો વ્યય કરીને મારા પાપોને દૂર કરે છે, એના જેવા પરમબંધુ બીજા
કોણ હોય ?'
• ‘તેઓ મને જે બાંધે છે, મારો વધ કરવાનો પ્રયત્ન કરે છે, તેનો મને આનંદ છે; પરંતુ એ .
જ વસ્તુ, મને બાંધનાર અને મારા વધનો પ્રયત્ન કરનાર માટે અનંત સંસારનું કારણ બની રહી છે, તેનું મને બહુ જ દુ:ખ થાય છે.' કેટલાક લોકો બીજાના સંતોષ માટે પોતાની ધન-સંપત્તિ અને પોતાના શરીરનો પણ ત્યાગ કરે છે, જ્યારે મારે તો એમના સંતોષ માટે માત્ર શાબ્દિક આક્રોશો અને શારીરિક માર જ સહન કરવાનો છે, એમાં શું ? ‘મને ઉપદ્રવ કરનારાઓએ મારી તર્જના-તિરસ્કાર કર્યો છે, મને માર તો માર્યો નથી ને ? જેમણે મને માર માર્યો છે, તેમણે મને મારી તો નથી નાંખ્યો ને ? જેમણે મને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો છે, તેમણે પણ મારો ધર્મ ક્યાં લઈ લીધો છે ? એમણે મારી આટલી કાળજી કરી છે, તેથી તેઓ સાચે જ મારા બાંધવ જેવા હિતેચ્છુ છે
‘જેણે પોતાનું કલ્યાણ કરવું હોય, તેણે આક્રોશ, તિરસ્કાર, બંધન, માર અને મત્ય વગેરે બધું સહન કરવું જ જોઈએ; કારણ કે કલ્યાણ અનેક વિધ્યો અને અવરોધોથી :
ઘેરાયેલું છે.' આવી ઉત્તમ ભાવનાઓથી પોતાના આત્માને ભાવિત કરતાં અને પોતાનાં દુષ્કતોની ગહ કરતાં એવા મહર્ષિ દઢપ્રહારીજીએ છ મહિનામાં તો પોતાના કર્મસંચયને સંપૂર્ણ રીતે બાળી નાંખ્યો, દુર્લભ અને નિર્મળ એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું અને મોક્ષે પણ પહોંચી ગયા.
ખરેખર એકવાર સત્ત્વ પ્રગટે પછી કશું જ અશક્ય નથી રહેતું. બાકી મૂળમાં જ જેમનો સ્વભાવ અત્યંત ક્રોધી હોય, ક્યારેય કશું પણ સહન ન કર્યું હોય, એક ઘા અને બે ટુકડાનો વ્યવહાર કરીને જ જે જીવ્યા હોય, તેમનું રસ્તે રખડતો અપમાન કરી જાય, ગાળો દઈ જાય, દંભી કહીને ફીટકાર વર્ષાવી જાય, માટીનાં ઢેફાંથી માર મારી જાય, તો પણ તેઓ શાંત ચિત્તે બધું કેવી રીતે સહન કરી શકે ? વિચારતાં એવું સ્પષ્ટ જણાય છે કે મહાત્મા દૃઢપ્રહારીજીને પાપ, પાપ તરીકે ઓળખાયું હતું. પાપના વિપાકો આંખ સામે દેખાતા હતા. પાપના ભારથી ભારે થયેલા આત્માને એમણે હળવો કરવો હતો અને એ માટે જે પણ કરવું પડે તે કરવાનો એમનો દૃઢ નિર્ધાર હતો. એ નિર્ધારમાંથી મહાસત્ત્વ પેદા થયું હતું, એથી એ બધું જ સમતાભાવે સહન કરી શક્યા હતા. ક્યાંય ક્યારેય કશો જ પ્રતિકાર તો ન જ કર્યો, પણ બચાવ પણ ન કર્યો. બચાવ તો ન જ કર્યો, પણ એ પરિસ્થિતિથી બચવા ક્ષેત્રમંતરમાં જવાનો વિચાર પણ ન જ કર્યો. એકમાત્ર સમતાભાવનો સામ્યયોગનો જ આશ્રય કર્યો. આ સમતાભાવ-સામ્યયોગના પ્રભાવે જ તેઓ સર્વકર્મને ખપાવી, કેવળજ્ઞાન પામી છ મહિનામાં તો મોક્ષના શાશ્વત સુખને પામ્યા. ર૧ી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org