________________
અજોડ સમતાધારીઓનું સ્મરણ-કીર્તન - ગાથા-૨૧
૨૭૫ મહાત્માએ જ્યારે જોયું કે, દઢપ્રહારીને પોતાના પાપનો તીવ્ર પશ્ચાત્તાપ થઈ રહ્યો છે, ત્યારે કરુણાપૂત દયવાળા તેમણે ધ્યાન પૂર્ણ કર્યું. કાયોત્સર્ગ પાર્યો અને દઢપ્રહારીને પાપથી છૂટવાનો અલૌકિક માર્ગ સંયમ છે - સમતાનો ભાવ છે, તેમ સમજાવ્યું. દૃઢપ્રહારીને મુનિવરની વાત ઉપર તીવ્ર શ્રદ્ધા થઈ અને તેમણે તુરંત જ સંવેગથી સંયમ જીવનનો સ્વીકાર કર્યો. સાથોસાથ પોતાના પાપ કર્મોનો ક્ષય કરવા મહાપ્રતિજ્ઞા કરી કે, જે દિવસે મને મારા પૂર્વનાં દુષ્કૃત્યો યાદ આવશે તે દિવસે હું આહાર નહિ લઉં અને સર્વથા ક્ષમાને ધારણ કરીશ” આવો ભીષ્મ અભિગ્રહ કરીને મહર્ષિ દૃઢપ્રહારીજીએ જે પ્રદેશમાં પોતે ઘોર હિંસાચાર પ્રવર્તાવ્યો હતો તે જ પ્રદેશમાં વિહરવાનું ચાલુ કર્યું.
પ્રારંભમાં મહર્ષિ દઢપ્રહારીને જોતાં જ લોકો ભયભીત થઈ જતાં, ગભરાઈને દૂર ભાગી જતાં; પરંતુ જ્યારે લોકોએ જોયું કે તેમના તરફથી તો કોઈ પ્રતિકાર થતો નથી, ત્યારે કોપિત થયેલાં લોકો નિર્ભય બની તેમને નફરત અને તિરસ્કારની દૃષ્ટિથી જોવા લાગ્યા. તેમની તરફ આંગળી ચીંધી ચીંધીને પૂર્વના અપરાધો યાદ કરાવતાં કહેવા લાગ્યાં કે, “અરે ! આ તો પેલો ખૂની, બાળહત્યારો, સ્ત્રીહત્યારો... આણે જ મારા બાપનું ખૂન કરેલું, આણે જ મારી માને મારી નાંખી હતી, મારા એકના એક પુત્રને આણે જ ખલાસ કરી નાંખેલો...” આવું આવું બોલીને લોકો તેમના ઉપર પ્રહાર કરવા લાગ્યા. શરૂઆતમાં લોકોએ ડરતાં ડરતાં દૂરથી માટીનાં ઢેફાં માર્યા પણ જ્યારે કોઈ સામનો ન થયો ત્યારે તો લોકોએ ઇંટ-પત્થર-લાકડીથી પણ મારવાનું શરૂ કર્યું. કોઈએ તો વળી ભાલાઓ પણ ભોંક્યા. મહાત્માનું શરીર લોહીલુહાણ થઈ ગયું પણ તેમનું હૈયું સમતાભાવથી તરબોળ હતું. આવી પરિસ્થિતિમાં પણ મહામુનિ દઢપ્રહારી ચિત્તને સમતાભાવમાં મગ્ન રાખવા વિચારતા હતા કે,
• ‘રે આત્મન ! જેવું કર્મ કર્યું હોય તેવું જ ફળ મળે. દુનિયાનો પણ નિયમ છે કે જેવું બીજ
વાવ્યું હોય તેવું જ ફળ મળે.' ‘એકદમ નિર્દય બનીને આ લોકો મારા ઉપર જે આક્રોશ વરસાવે છે, તેનાથી તો મને
પ્રયત્ન કર્યા વિના જ કર્મની નિર્જરા સિદ્ધ થઈ રહી છે.' • ‘મારો તિરસ્કાર કરવાથી તેઓને સુખ થાય છે, તો ભલે થતું; કારણકે સંસારમાં સુખનો
સમાગમ દુર્લભ છે. ‘ક્ષાર દ્વારા ચિકિત્સા કરનાર ચિકિત્સકની જેમ, આ લોકો પણ કઠોર વચનો દ્વારા મારાં દુષ્કર્મોની ગ્રંથિને ભેદવાની ચિકિત્સા કરતા હોવાથી મારા પરમ મિત્રો છે.' • ‘જેમ સુવર્ણને અપાતો અગ્નિનો તાપ તેના મેલને દૂર કરે છે, તેમ તેઓ દ્વારા મને મરાતો
માર, મારા કર્મમળને દૂર કરશે, માટે ભલે તેઓ મને માર મારે.” ‘મને દુર્ગતિની વાડમાંથી બહાર કાઢીને જેઓ પોતાની જાતને એ દુર્ગતિની વાડમાં ધકેલી દે છે. તેઓ ભલે મારા ઉપર પ્રહારો કરતા હોય, પણ કરૂણાપાત્ર એવા તેમના ઉપર હું શી રીતે કોપ કરું ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org