________________
૧૮૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
૧. જે ક્રિયા કરવાનો ભાવ કર્મના ઉદયથી ઉત્પન્ન થયો હોય તે ક્રિયા ઔદાયિક ભાવની ક્રિયા કહેવાય
છે. અને ૨. જે ક્રિયા કરવાનો ભાવ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયો હોય તે ક્રિયા ક્ષાયોપથમિકભાવની ક્રિયા
કહેવાય છે. સામાન્યથી તો સર્વ ક્રિયાઓ કરવા પાછળ વિર્યાન્તરાય, જ્ઞાનાવરણીય વગેરે કર્મનો ક્ષયોપશમ આદિ વર્તતો જ હોય છે; પરંતુ શાસ્ત્રોમાં તેવા કર્મના ક્ષયોપશમ આદિને આશ્રયીને ક્રિયાનો ભેદ પડાયો નથી. શાસ્ત્રકાર મહર્ષિઓ તો મુખ્યપણે મિથ્યાત્વ મોહનીય આદિ કર્મના ઉદય અને ક્ષયોપશમને આશ્રયીને ક્રિયાનો ભેદ વર્ણવે છે.
જીવમાં જ્યાં સુધી મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી કષાયોનો ઉદય વર્તે છે ત્યાં સુધી જીવને આત્મહિતની ભાવના પણ જાગૃત થતી નથી. ત્યાં સુધી તેને પૌલિક સંગના અભાવમાં સુખ છે એવું લાગતું પણ નથી. તેથી મિથ્યાત્વના ઉદયમાં જીવની સારી પણ ક્રિયાઓ આ લોક કે પર લોકના ભૌતિક સુખ માટે જ થતી હોય છે, તેથી આવા જીવોની તપ-જપ આદિ સઘળી ક્રિયાઓ પૌદ્ગલિક ભાવની ધરી ઉપર જ થાય છે. કોઈકવાર વળી સ્પષ્ટપણે ભૌતિક આશંસા હોતી નથી પણ સામે તત્ત્વનો સ્પષ્ટ બોધ પણ હોતો નથી, માત્ર સંમૂછિમની જેમ ક્રિયાઓ લોકસંજ્ઞાથી થયા કરે છે. આવી સઘળી ક્રિયાઓ ઔદાયિકભાવની ક્રિયાઓ કહેવાય છે.
આનાથી વિપરીત જ્યારે મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી કષાયોનો ક્ષયોપશમ વર્તે છે, ત્યારે જીવમાં સહજ અને વાસ્તવિક વૈરાગ્ય પ્રગટે છે. તેને સ્પષ્ટ સમજાય છે કે પૌદ્ગલિક સંગ અને સામગ્રીમાં સુખ નથી, સુખ આત્મામાં જ છે, તેથી તેનામાં વિષયોની આસક્તિ અને કષાયની આધીનતાથી છૂટવાની ભાવના પ્રગટે છે. પરિણામે આત્મહિતની અભિલાષાથી તે સદ્દગુરુ આદિની ગવેષણા કરી તત્ત્વનો બોધ પ્રાપ્ત કરે છે અને તદનુસાર આત્મશુદ્ધિના લક્ષ્યને આંબવા ક્રિયાઓ કરે છે. આવા જીવોની ક્રિયાઓ આત્મભાવની ધરી ઉપર થાય છે. રાગાદિ દોષોથી મલિન બનેલા આત્માને શુદ્ધ કરવાના આશયથી થતી આવી સઘળી ક્રિયાઓ ક્ષાયોપથમિકભાવની ક્રિયાઓ કહેવાય છે. ટૂંકમાં એવું કહી શકાય કે, ૧. આત્મા અને આત્મહિત ભૂલીને કે, પ્રભુની આજ્ઞાનો અનાદર-ઉપેક્ષા કરીને જે ક્રિયાઓ થાય છે તે
ઔદાયિકભાવની ક્રિયા છે. ૨. આત્મા અને આત્મહિત માટે, પ્રભુની આજ્ઞા અનુસાર કે આજ્ઞાના આદરપૂર્વક જે ક્રિયાઓ થાય છે
તે ક્ષાયોપથમિકભાવની ક્રિયા છે. સાધક જો આત્મહિત સાધવા માટે, ‘આ ક્રિયા કરવાથી જ મારું કલ્યાણ થશે, મારા કર્મનો ઉદય ટળી જશે’ આવી દઢ શ્રદ્ધાપૂર્વક અને તીવ્ર સંવેગથી ભગવાનના વચનાનુસાર ક્રિયાયોગમાં પ્રવર્તે તો તે ક્ષયોપશમભાવની ક્રિયાઓ તેના પડી ગયેલા ભાવોને પુનઃ ઉલ્લસિત કરે છે અને તેની વૃદ્ધિ પણ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org