________________
અજોડ સમતાધારીઓનું સ્મરણ-કીર્તન - ગાથા-૧૭
૨૬૫ સત્ત્વ ખીલે અને તેમાં વિશિષ્ટ કોટિનો સમતાભાવ પ્રગટે તેવી હિતશિક્ષા આપીને ઉપસર્ગ સહન કરવા સક્ષમ બનાવ્યા. ગુરૂપદેશ ઝીલીને તે શિષ્યો અત્યંત સત્ત્વશાળી અને સહિષ્ણુ બન્યા.
તેઓએ સમતા દ્વારા શરીરની મમતાનો અંત આણ્યો. ‘દેહથી ભિન્ન તુજ રૂપ રે” “વપુ વિનાશી તું અવિનાશી' એમ વિચારી “આત્માથી ભિન્ન શરીર આદિ પદાર્થો વિનાશી છે. હું અવિનાશી આત્મા છું.” એવી ભાવનામાં રમતા તેઓએ ઘોર પીડા એવી રીતે સહન કરી કે, જેમ જેમ તેમના હાડકાનો ભૂક્કો થતો ગયો, તેમ તેમ તેમના કર્મનો પણ ભૂક્કો થતો ગયો અને જેમ જેમ તેમનાં હાડ-માંસ છૂટાં પડતાં ગયાં, તેમ તેમ તેઓનો આત્મા દેહ અને કર્મનાં બંધનોથી છૂટતો ગયો. આમ સમતાના પ્રભાવથી તેઓ વીતરાગ સર્વજ્ઞ બની સર્વ કર્મથી રહિત થઈ, પોતાના પરમ વિશુદ્ધસ્વરૂપને પ્રગટ કરી સદા માટે પરમ સુખ ભોગવવા મોક્ષે પહોંચી ગયા.
વિશેષાર્થ :
વીસમા તીર્થપતિ શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના કાળમાં શ્રાવસ્તીનરેશ જિતશત્રુ રાજાને અંધક નામે પુત્ર અને પુરંદરયશા નામે પુત્રી હતી. રાજાએ પુત્રીને દંડક રાજા સાથે પરણાવેલી. એકદા દંડક રાજાનો પુરોહિત પાલક દૂતરૂપે શ્રાવસ્તી નગરીમાં આવ્યો અને રાજસભામાં જૈન સાધુઓની નિંદા કરવા લાગ્યો. ત્યારે સ્કંધકકુમારે તેને નિરુત્તર કરી કાઢી મૂક્યો. અપમાનિત થયેલો તે પાલક સ્કંધકકુમારનાં છિદ્રો જોવા લાગ્યો.
કાળક્રમે સ્કંધકકુમારે બીજા ૫00 કુમારો સહિત શ્રીમુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી અને ગીતાર્થ બન્યા. વર્ષો વીત્યા પછી તેઓ ગ્રામાનુગ્રામ વિહાર કરતા સપરિવાર તે જ નગરીમાં પધાર્યા. ત્યારે અભવી પાલક મંત્રીને થયું કે, અપમાનનો બદલો વાળવાનો આ સુંદર મોકો છે. તેણે નૂતન રાજાને ઉશ્કેરવા જણાવ્યું કે “આ જૈનાચાર્ય તમારું રાજ્ય પાછું મેળવવા જ આવ્યા છે અને સાધુવેષમાં અનેક સહસ્રોધી સૈનિકોને સાથે લાવ્યા છે, વળી પોતાની વાતને સિદ્ધ કરવા તેણે કપટથી સ્કન્ધકસૂરિ જ્યાં ઉતર્યા હતા ત્યાં શસ્ત્ર-સરંજામ ગોઠવી દીધો. તપાસ કરતાં રાજાને પાલકની વાત સાચી લાગી, તેથી તેમણે સ્કન્ધકસૂરિને શિક્ષા કરવાની પાલકને અનુજ્ઞા આપી. અનુજ્ઞા મળતાં જ પાલકે દરેક સાધુને તલ પીલવાની ઘાણીમાં પીલી નાંખવાનો નિર્ણય કર્યો.
આ નિર્ણય સાંભળીને, કર્મોદયથી આવી પડેલા ઘોર ઉપસર્ગમાં શિષ્યોનું ચિત્ત પાલક પ્રત્યેના દ્વેષથી કે શરીર પ્રત્યેના રાગથી સહેજ પણ વિચલિત ન થાય; પરંતુ એક માત્ર સમતાભાવને ઉલ્લસિત કરવા તત્પર રહે તે માટે અત્યંત હિતચિંતાથી સ્કન્ધકસૂરિએ શિષ્યોને નિર્ધામણા કરાવી. શિષ્યોએ પણ ઉલ્લાસપૂર્વક તેમનું અનુશાસન ઝીલી તદનુસાર પોતાનું ચિત્ત તૈયાર કર્યું. દુષ્કૃત- ગોં, સુકૃતઅનુમોદના અને ચતુર શરણનો સ્વીકાર કર્યો. અન્યત્વ ભાવનાથી હૃદયને ભાવિત કર્યું. તેનાથી તેઓને સ્પષ્ટ સંવેદાયું કે “શરીર એ હું નથી - હું તો શાશ્વત કાળ રહેનાર અખંડ આનંદમય આત્મા છું. શરીરને કોઈ પીલી શકે છે, છેદી શકે છે, મારી શકે છે, બાળી શકે છે. પરંતુ મને કોઈ પીલી શકતું નથી, છેદી શકતું નથી, મારી શકતું નથી, બાળી શકતું નથી. હું તો અવિનાશી અને અનંત સુખમય, અવ્યાબાધ એવો આત્મા છું.”
Jain Education Interational
For Personal & Private Use Only
wwwinbrary.org