________________
અજોડ સમતાધારીઓનું સ્મરણ-કીર્તન - ગાથા-૨૧
૨૭૩ ગંગા નદીમાં જ્યાં તેઓ મોક્ષે સીધાવ્યા તે સ્થાન પ્રયાગ તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. શૂળી ઉપર પરોવાઈ આચાર્યશ્રી મુક્તિએ ગયા હોવાથી ગતાનુગત પરંપરાથી આજ સુધી કેટલાક મુગ્ધ લોકો મોશે પહોંચવા ત્યાં પોતાના શરીર ઉપર કરવત મૂકાવે છે. વળી આચાર્યશ્રીનું શરીર નદીના તીરમાં તણાતું જ્યાં જઈ અટક્યું ત્યાં વિશિષ્ટ ઉન્નતિના નિમિત્તો જણાતાં કોણિકના પુત્ર ઉદાયી રાજાએ પાટલીપુત્ર શહેર વસાવ્યું હતું.
શત્રુ દ્વારા મરાવા છતાં પણ જે સમભાવનો ત્યાગ કર્યા વગર સ્વભાવથી જ તેમના ઉપર ક્ષમા રાખે છે, તે વ્યક્તિ સામ્યભાવના પ્રભાવે અર્ણિકાપુત્ર મહામુનિની જેમ અવશ્ય મોક્ષસુખ પ્રાપ્ત કરે છે, તેથી મુમુક્ષુએ સર્વ સાધનાઓમાં સમતાને જ પ્રથમ સ્થાન આપવું. ૨૦. અવતરણિકા :
અર્ણિકાપુત્ર જેવા ઉત્તમ આત્માઓ સમતાને સાધી સિદ્ધપદને વર્યા તે વાત જોઈ હવે ઘોર પાપીએ પણ સમતાથી શું સિદ્ધ કર્યું તે જણાવે છેશ્લોક :
स्रीभ्रूणगोब्राह्मणघातजातपापादधःपातकृताभिमुख्याः ।
दृढप्रहारिप्रमुखाः क्षणेन, साम्यावलम्बात्पदमुच्चमापुः ॥२१॥ શબ્દાર્થ :
9. શ્રીમૂનોવ્રાહ્મપ્રધાનતપાપાતુ - સ્ત્રી, ગર્ભ, ગાય અને બ્રાહ્મણની હત્યાથી ઉત્પન્ન થયેલા પાપના કારણે ૨. અધ:પતકૃતમમુચ્ચા: - અધ:પતનને અભિમુખ બનેલા રૂ. દૃઢપ્રદારિપ્રમુઠ્ઠા: - દૃઢપ્રહારી વગેરે ૪. સચિવઢવાત - સામ્યના અવલંબનથી જ. ક્ષvોન - ક્ષણમાં ૬/૭. ઉમ્ પમ્ - મોક્ષપદને ૮. સાપુ: - પામ્યા. શ્લોકાર્થ :
સ્ત્રી, ગર્ભ, ગાય અને બ્રાહ્મણની હત્યાથી ઉત્પન્ન થયેલા પાપના કારણે અધ:પતનને અભિમુખ બનેલા દઢપ્રહારી વગેરે સમતાના આલમ્બનથી ક્ષણવારમાં મોક્ષપદ પામ્યા. ભાવાર્થ :
સ્ત્રી, ગર્ભમાં રહેલું બાળક, ગાય અને બ્રાહ્મણની હત્યાના પાપથી અધઃપતનના રસ્તે નરકના અતિથિ બનવા નીકળેલા દૃઢપ્રહારી વગેરેને ભવિતવ્યતાના યોગે રસ્તામાં સમતા નામની એક સ્ત્રી મળી ગઈ. તેનો હાથ ઝાલીને તેઓએ ચાલવાનું શરૂ કર્યું તો અધઃપતન અને નરકનાં દ્વાર તો દૂર રહી ગયાં; પરંતુ ક્ષણવારમાં તો તેઓ આત્મોન્નતિનાં સોપાન સર કરતાં કરતાં પરમપદસ્વરૂપ મોક્ષમાં પહોંચી ગયા. ખરેખર સમતાનું આલમ્બન જેટલું હિતકારક બને છે, તેટલું હિતકારક બીજું કાંઈ ન બની શકે. વિશેષાર્થ :
કેવળજ્ઞાનની પ્રાપ્તિ હત્યારા દૃઢપ્રહારીને ! જેણે એકી સાથે સ્ત્રી, તેનો ગર્ભ, તેનો પતિ બ્રાહ્મણ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org