________________
નયદૃષ્ટિથી અદ્વૈત બ્રહ્મનો સ્વીકાર - ગાથા-૪૫
અવકાશ ન આપવો તે એક મોટું ભૂષણ છે, દૂષણ નથી, આથી તેને દોષ માનવો એ સ્યાદ્વાદની સમજનો અભાવ સૂચવે છે.
વિશેષાર્થ :
જૈનદર્શન એટલે અનેકાન્ત દર્શન. તેને વરેલા તમામ સાધકો કોઈપણ પદાર્થની વિચારણા અનેક દૃષ્ટિકોણથી કરે છે. અનેકદૃષ્ટિથી પદાર્થને જોયા બાદ જે સમયે જે જે ધર્મને મુખ્ય ક૨વા યોગ્ય હોય તે ધર્મને મુખ્ય કરીને કાર્ય કરે છે, તેમાં જ તેમનું હિત સમાયેલું છે, આમ કરવામાં જ અનેકાન્ત સિદ્ધાન્ત સાચા અર્થમાં સમજાયો છે એવું કહેવાય. આથી જ અમુક ભૂમિકામાં જે અનુષ્ઠાન કર્તવ્ય હોય, ગુણસાધક હોય, તે જ અનુષ્ઠાન ઉ૫૨ની ભૂમિકામાં અકર્તવ્ય બની જાય, દોષરૂપ બની જાય. જેમકે દ્રવ્યપૂજા શ્રાવક માટે કર્તવ્ય છે, તો સાધુ માટે તે જ અકર્તવ્ય બની જાય છે. તેની જેમ અનેક નયને અનુસરતી વિચારણાઓ સવિકલ્પવાળી અવસ્થામાં ગુણકા૨ક છે, તો નિર્વિકલ્પ અવસ્થામાં તે જ દોષકા૨ક બને છે, તેથી સામાન્યથી ભલે એવું લાગે કે સર્વનયને અનુસરતી વિચારણાનો અભાવ એ તો મોટું દૂષણ છે; પરંતુ જ્યારે અનેકાન્તદૃષ્ટિથી જોવામાં આવે તો સમજાય એવું છે કે, પૂર્વની ભૂમિકામાં ઉચિત ગણાતી આ વિચારણાઓ ઉપરની ભૂમિકામાં દોષરૂપ
બને છે.
૯૯
પ્રારંભિક ભૂમિકામાં પદાર્થનો સમ્યગ્ બોધ કરવાનો હોય છે, તે માટે સ્યાદ્વાદથી- અનેકાન્તદૃષ્ટિથી પદાર્થનું અવલોકન કરવું આવશ્યક હોય છે. તે વખતે તેમ ન કરવામાં આવે તો પદાર્થનો સમ્યગ્ બોધ થતો નથી, તેથી ત્યારે તો સ્યાદ્વાદની દૃષ્ટિ જ વાસ્તવિક ફળ આપનારી હોવાથી તેના દ્વારા પદાર્થનું વિશ્લેષણ (analysis) કરીને પદાર્થનો સમ્યગ્ નિર્ણય કરવો એ માત્ર ઉપકારક નહીં પણ અનિવાર્ય છે, તેથી પ્રારંભિક ભૂમિકામાં તો આવી વિચારણાઓ એ એક ભૂષણસ્વરૂપ મનાય, અને આવી વિચારણાઓ ન કરવી તે એક દૂષણ મનાય. આ ભૂમિકામાં કોઈ નિર્વિચા૨ક બની પદાર્થ અનેક ધર્મવાળો હોવા છતાં પક્ષપાતી વલણ અપનાવી બ્રહ્મ અદ્વૈતનો સિદ્ધાન્ત સ્વીકારી લે તો તે સિદ્ધાંત એકાન્તરૂપ હોવાથી તેના માટે દોષરૂપ બને, તેના અસગ્રહને પુષ્ટ કરનારો બને, તેથી આ ભૂમિકામાં માત્ર શુદ્ધ બ્રહ્મની વિચારણા ચોક્કસ દૂષણરૂપ છે.
આમ છતાં સાધક જ્યારે યોગજ અનુભવ ઉપર આરૂઢ થાય, એટલે કે ચારિત્રના સમ્યક્ પરિણામપૂર્વકની ક્રિયાઓનો વારંવાર અભ્યાસ કરવાથી પેદા થયેલ અનુભવજ્ઞાન ઉપર આરૂઢ થાય છે; ત્યારે તે જ્ઞાનયોગી માટે તો સ્યાદ્વાદના સિદ્ધાન્ત અનુસાર પેદા થતાં વિકલ્પોનો વિચાર સુદ્ધાં પણ ન ક૨વો તે એક ભૂષણ છે, આત્મિક ઉન્નતિ સાધે તેવો એક ગુણ છે.
અનુભવજ્ઞાનની ઊંચી ભૂમિકાએ પહોંચેલ યોગી સ્યાદ્વાદના સિદ્ધાન્તોને પૂર્ણતયા જાણતો હોવા છતાં, શુદ્ધ આત્મતત્ત્વનું ધ્યાન કરવા માટે ઋજુસૂત્ર ઉપજીવી સંગ્રહનયની દૃષ્ટિનો સ્વીકાર કરી, ‘સત્' શબ્દથી જણાતા શુદ્ધ બ્રહ્મના ઉપયોગમાં લીન બને છે. આ જ્ઞાનનો ઉપયોગ કોઈપણ પ્રકારના વિકલ્પોથી રહિત પરમાત્માની સાથેની સમાપત્તિસ્વરૂપ હોય છે. આ દશામાં સ્યાદ્વાદના વિકલ્પો પણ પાતનું કારણ બને છે, તેથી જ્ઞાનયોગી આવી વિકલ્પોની વિચારણાથી પર થઈ શુદ્ધ બ્રહ્મમાં સ્થિર થવા યત્ન કરે છે, જે તેમના માટે ભૂષણસ્વરૂપ છે. ૪૫॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org