________________
વ્યતિરેકથી શુદ્ધાત્માનું સ્વરૂપ - ગાથા-૧૮
૪૩.
વ્યતિરેકથી શુદ્ધાત્માનું સ્વરૂપ
ગાથા ૧૮-૧૯-૨૦ અવતરણિકા :
અન્યથી ભિન્ન માત્ર જ્ઞાનસ્વરૂપે આત્માની પ્રતીતિ કરવી તે ઉત્તમજ્ઞાન છે - એવું કહેવા દ્વારા ગ્રન્થકારશ્રીએ “આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ જણાવ્યું, હવે આત્મા શું નથી તે જણાવે છેશ્લોક :
यद् दृश्यं यच्च निर्वाच्यं , मननीयं च यद् भुवि ।
तद्रूपं परसंलिष्टं, न शुद्धद्रव्यलक्षणम् ॥१८]] શબ્દાર્થ :
9. મુવિ - જગતમાં ૨. યદું ટૂછ્યું - જે દૃશ્ય છે, ૩/૪, નિર્વાચ્ચું - અને જે વાચ્ય છે, ૫/૬/૭. યત ઘ મનનીયં - અને જે મનનીય છે, ૮/૨. તત્ રૂપં ઘરસંf - તે રૂપ પરસંશ્લિષ્ટ છે = પર સાથે જોડાયેલું છે. 9099. શુદ્ધદ્રવ્યક્ષમ ન - (તે) શુદ્ધ (આત્મ)દ્રવ્યનું લક્ષણ નથી. શ્લોકાર્થ :
જગતમાં જે પદાર્થ દશ્ય છે, જે વાચ્ય છે અને જે મનનીય છે, તે રૂપ બીજાના સંયોગવાળું છે, તે શુદ્ધ આત્મદ્રવ્યનું લક્ષણ નથી. ભાવાર્થ :
આંખથી જે દેખાય છે, વાણી દ્વારા જેનું વર્ણન કરી શકાય છે અને મન દ્વારા જેના વિચારો કરી શકાય છે, તે પુદ્ગલ સાથે સંબંધિત અશુદ્ધ આત્મદ્રવ્ય હોય છે, પરંતુ શુદ્ધ આત્મદ્રવ્ય હોતું નથી. પુદ્ગલની ક્ષમતા એટલી જ છે કે તે પૌદ્ગલિક પદાર્થને ગ્રહણ કરી શકે, તેથી દૃષ્ટિ, વાણી કે મન જેવી પૌદ્ગલિક ઇન્દ્રિયો પુદ્ગલસંયુક્ત આત્માને જાણી શકે, પણ શુદ્ધ આત્મદ્રવ્યને જાણવો તે તેમના માટે શક્ય નથી. વિશેષાર્થ :
દુનિયામાં જે દેખાય છે, જે શબ્દોથી વર્ણવી શકાય છે કે જે મનથી વિચારી શકાય છે, તે સર્વે પણ પુદ્ગલથી સંકળાયેલા સકર્મક આત્માઓ જ હોય છે; પરન્તુ સર્વથા પુદ્ગલના સંગથી રહિત આત્મા હોતા નથી.
બીજા પદાર્થોની વાત તો દૂર રહી, પણ ક્યારેક સદેહે વિચરતા પરમાત્માનું સાક્ષાત્ દર્શન થાય તો તે પણ વાસ્તવમાં પરમાત્માનું દર્શન નથી, તે તો તીર્થંકર નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા અલૌકિક ઐશ્વર્યથી સંપન્ન પરમાત્માના અદ્ભત દેહનું દર્શન હોય છે. આ દેહ તો પુદ્ગલસ્વરૂપ હોય છે, તેમાં રહેલો દેહી એટલે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org