________________
૨૬૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર
કાળક્રમે દમદત્ત રાજાને કામભોગથી વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેમણે દીક્ષા અંગીકાર કરી. ઉત્તરોત્તર સાધના કર્યા પછી તેઓ એકલવિહારી પ્રતિમાને ધારણ કરી વિચરવા લાગ્યા. દેશ-દેશાંતર વિચરતા એકવાર તેઓ હસ્તિનાપુરની બહાર પ્રતિમા ધારણ કરી કાઉસ્સગ ધ્યાનમાં ઊભા હતા. તેટલામાં જ ત્યાંથી યુધિષ્ઠિર આદિ પાંડવો પસાર થયા. પૂર્વના વૈરને યાદ કર્યા વગર તેઓએ મહામુનિની ભાવપૂર્વક સ્તવના અને વંદના કરી. પાછળથી ત્યાં દુર્યોધન આવ્યો, જેવી તેને ખબર પડી કે આ તો હસ્તિનાપુરને ઘેરો ઘાલનાર તે દમદત્ત રાજા છે, તેવો જ તેણે મોટા બીજોરાના ફળથી મુનિ ઉપર પ્રહાર કર્યો. તેને જોઈ તેના સૈન્યએ પણ મુનિ ઉપર પત્થરમારો કર્યો. મુનિ તો પત્થરોના ઢગલામાં દટાઈ ગયા, છતાં તેમની ધ્યાનની ધારા અચળ રહી.
થોડીવારે યુધિષ્ઠિર તે માર્ગે પાછા ફર્યા. મુનિભગવંતને ન જોતાં, તેમણે પૂછપરછ કરી. પત્થરના ઢગલા વચ્ચે દટાયેલા દમદત્ત મુનિ જ્યારે દેખાયા, ત્યારે તેમની વ્યથાનો પાર ન રહ્યો. તેમણે તુરંત જ પત્થરો દૂર કર્યા. મનિને શાતા ઉપજે તે માટે યોગ્ય સારવાર કરી અને અત્યંત દ્રવિત હૃદયે તેમની ક્ષમા યાચી. શાસ્ત્રકાર મહર્ષિઓએ નોંધ્યું છે કે આવાં રોષનાં અને તોષનાં પ્રબળ નિમિત્તો વચ્ચે પણ સમતાધારી તે શ્રેષ્ઠ મહાત્માને દુર્યોધન અને પાંડવો ઉપર સમાન ભાવ હતો. બહારથી જેમ તેઓએ રોષ કે તોષ ન કર્યો, તેમ તેમના અંતરને પણ રાગ-દ્વેષના કોઈ મલિન ભાવો સ્પર્યા નહિ.
ધન્ય છે તેમની ક્ષમાશીલતાને ! તેમના પરમ સામ્યભાવને ! અમે પણ તેમને અંજલિબદ્ધ પ્રણામ કરી, ભાવથી સ્તવીએ છીએ, તેમને વંદન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે,
“હે મહાત્મન્ ! આપના જેવી સમતા અમને ક્યારે પ્રાપ્ત થશે ? આપના જેવા પત્થરના ઘા સહન કરવાનું સામર્થ્ય તો નથી, પરંતુ સ્વકર્મના ઉદયથી પ્રાપ્ત થતાં કડવાં-મીઠાં વેણોમાં સમતા
રાખી શકીએ તેટલું સામર્થ્ય તો જરૂર આપજો !” //૧પો અવતરણિકા : દમદન્તમુનિની સ્તવના કર્યા બાદ હવે સામ્યભાવને વરેલા નમિરાજર્ષિનો યશ પણ કેવો ફેલાયો, તે જણાવે
શ્લોક :
यो दह्यमानां मिथिला निरीक्ष्य, शक्रेण नुन्नोऽपि नमिः पुरीं स्वाम् ।
ने मेंऽत्र किञ्चिज्ज्वलतीत मेने, साम्येन तेनोयशौवितेने ||१६|| શબ્દાર્થ :
૧/૨. શક્કા નુત્રોડપિ - ઈન્દ્ર દ્વારા પ્રેરાયેલા પણ ૩/૪ : નમ: - જે નમિરાજર્ષિ ૧/૬/૭. વાં મિથિલ્યાં પુરી - પોતાની મિથિલાનગરીને ૮. દ્રસ્થમાનાં - બળતી ૨. નિરીચ - જોઈને ૨૦. સાચ્ચેન - સામ્યથી 99/૧૨. ‘સત્ર મે - ‘આમાં મારું ૧૩/૧૪/ ૧૬. વિચિત્ નશ્વત્રત’ - કાંઈ બળતું નથી” ૧૬/૧૭. તિ મેને - એવું માનતા હતા, 9૮, તેન - તે (નમિરાજર્ષિ)થી 9૬/૨૦. હસ્સયશઃ વિતેને - વિસ્તૃત યશ ફેલાયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org