________________
૨૬૩
અજોડ સમતાધારીઓનું સ્મરણ-કીર્તન - ગાથા-૧૬ શ્લોકાર્થ :
ઈન્દ્ર દ્વારા પ્રેરાયેલા પણ જે નમિરાજર્ષિ પોતાની મિથિલા નગરીને બળતી જોઈને સમતાભાવથી એવું માનતા હતા કે, “આમાં મારું કાંઈ પણ બળતું નથી'; તેથી તેમનો યશ ચારેકોર ફેલાયો. ભાવાર્થ :
એકત્વભાવનાથી ભાવિત બની નમિરાજર્ષિ તીવ્ર વૈરાગ્યથી સંયમ સ્વીકારી જંગલની વાટે સંચરી રહ્યા હતા. ત્યારે તેમના વૈરાગ્યની પરીક્ષા કરવા ઈન્દ્ર મહારાજા આવ્યા. તેમણે બળતી મિથિલાને શમાવીને પછી દીક્ષા લેવા ખૂબ આગ્રહ કર્યો, છતાં મમતાના પરિણામથી પર બનેલા નમિરાજર્ષિએ ચિત્તમાં વર્તતા સમતાભાવથી ઈન્દ્રને કહ્યું કે,
'मिहिलाए डज्जमाणीए न मे डज्जइ किंचणं ।'
‘મિથિલા બળે છે તેમાં મારું કાંઈ બળતું નથી.' પૂર્વની રાત્રિ સુધી જેમાં અપાર મમત્વ હતું, તેમાં પણ આવો નિર્મમત્વ ભાવ કેળવનારા નમિરાજર્ષિએ ઘણો યશ પ્રાપ્ત કર્યો. ખુદ દેવેન્દ્રએ પણ તેમના સમન્વભાવની ભૂરી ભૂરી અનુમોદના કરી. વિશેષાર્થ :
મહાસતી મદનરેખાના પુત્ર મિથિલાનરેશ નમિરાજા ન્યાય-નીતિપૂર્વક અને વાત્સલ્યથી પ્રજાનું પાલન કરતા હતા. એકદા તેમના શરીરમાં અતિદુઃ સહ દાહજ્વર ઉત્પન્ન થયો. તેને શમાવવા વૈદ્યોએ ઘણા ઉપાયો કર્યા પણ તે સર્વે નિષ્ફળ ગયા. છેવટે ચંદનનું વિલેપન કરવાથી રાજાનો દાહ કાંઈક શમ્યો. રાજાને કાંઈક ટાઢક વળે તે માટે તેમની રાણીઓ અનેક કંકણ આદિ આભૂષણોથી અલંકૃત હાથોથી સ્વયં ચંદન ઘસવા લાગી; પરંતુ ચંદન ઘસતાં થતો કંકણોનો ખખડાટ રાજાને ત્રાસ ઉપજાવતો હતો. તેથી રાણીઓએ સૌભાગ્યના ચિહ્નરૂપ એક કંકણ રાખી બાકીનાં સર્વ કંકણો ઉતારી નાખ્યાં. તરત જ અવાજ શમી ગયો અને નીરવ શાંતિ ફેલાઈ ગઈ. તે નીરવતામાં નમિરાજા શાંતિના કારણ ઉપર વિમર્શ કરવા લાગ્યા. સમ્યગૂ વિચારોના પરિણામે તેમને સમજાયું કે, “ખરેખર ઘણાં કંકણોનો સંગ હતો તેથી જ અવાજ થતો હતો. જ્યારે તે એક થઈ ગયાં ત્યારે અવાજ બિલકુલ શમી ગયો. સંસારમાં પણ જ્યાં સંગ છે ત્યાં જ ચિત્તમાં સંક્લેશ છે, સંગ વિના સંક્લેશ નથી. તેથી જો મારો દાહ શાંત થશે તો હું પણ શાંતિ મેળવવા અને અસંગી બનવા સંયમ ગ્રહણ કરીશ.' આ જ શુભ ભાવનામાં રાત્રી પસાર થઈ.
મહાપુરુષોની આ જ મહાનતા છે કે, નિર્મળબુદ્ધિથી સામાન્ય પ્રસંગનું પણ વિશ્લેષણ કરતાં તેઓ આત્મહિતની સાચી દિશા પકડી લે છે.
શુભસંકલ્પના પ્રભાવે અશાતાવેદનીયકર્મનું આવરણ હટી ગયું અને છ-છ માસનો દાહવર સવારે શાંત થઈ ગયો. વૈરાગી બનેલા મિથિલાનરેશ મિથિલા નગરી છોડી જંગલની વાટ પકડી એકાકી ચાલી નીકળ્યા. શોકાતુર અંત:પુર અને પ્રજા તેમની પાછળ અશ્રુભીની આંખે ચાલી રહી હતી. નમિરાજર્ષિએ તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org