________________
જ્ઞાનયોગીની અંતર્મુખતા ગાથા-૮
૨૩ પર બની મોહના મેલથી મુક્ત થયેલું વિશિષ્ટ સુખ અનુભવતા હોય છે, માટે પણ તેઓને બ્રહ્મવાન કહેવાય છે.
આત્મા, જ્ઞાન, બ્રહ્મ કે વેદધર્મ; ચારે શબ્દો અપેક્ષાએ એકાર્થી છે, છતાં ગુણ-ગુણીનો ભેદ નજરમાં રાખી ગ્રંથકારે જ્ઞાતા-દ્રષ્ટા ભાવ કેળવનાર મુનિને આત્મવાન, જ્ઞાનવાન, વેદધર્મવાન અને બ્રહ્મવાન કહ્યા છે.
આમ જોવા જઈએ તો જીવમાત્ર આત્મવાન, જ્ઞાનવાન કે બ્રહ્મવાન તો હોય જ છે. છતાં જેમ વ્યવહારમાં પુરુષાર્થવિકલ પુરુષને પુરુષ નથી કહેવાતો તેમ જ્યાં આત્માનું સુખરૂપે સંવેદન ન હોય, શુદ્ધજ્ઞાનનું વેદન ન હોય કે શાસ્ત્રાનુસારી શુદ્ધ જીવન ન હોય તેવા આત્માને-જીવને આત્મવાન, જ્ઞાનવાન કે ધર્મવાન કહેવાતો નથી. પરંતુ જે વિષયોને વશ ન હોય અને જ્ઞાનમય, આનંદમય ધર્મમય આત્માનું વેદન કરતો હોય તે જ આત્મવાન આદિ કહેવાય છે. એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org