________________
જ્ઞાનયોગીની નિર્લેપતા - ગાથા-૩૫
૭૯
કળાસિદ્ધ લોકો કાજળની કોટડીમાં પેસે, તોપણ લેવાતા નથી, તેમ જ્ઞાનસિદ્ધ યોગીઓ કર્માણુઓથી વ્યાપ્ત સંસારમાં પણ કમળપત્ર જેવા નિર્લેપ રહી શકે છે, તેઓને કર્મકાજળ સ્પર્શી પણ શકતું નથી. વિશેષાર્થ :
કાજળની કોટડીમાં સર્વત્ર કાજળ હોવાથી, તેમાં પ્રવેશેલો પુરુષ જેમ કાજળથી ખરડાયા વિના રહેતો નથી, તેમ ચૌદ રાજલોકમાં સર્વત્ર કાર્મણ વર્ગણાઓ ભરેલી હોવાથી, તસ્વરૂપ સંસારમાં રહેલો પુરુષ કર્મથી લેપાયા વિના રહેતો નથી.
પુરુષ કાજળથી ખરડાય છે, તેમાં જેમ કારણભૂત તેના શરીરમાં રહેલી સ્નિગ્ધતા છે, ચીકાશ છે. તેમ સંસારી જીવ કર્મથી ખરડાય છે, તેમાં કારણભૂત તેની સ્વાર્થસજ્જતા છે. આ સ્વાર્થસજ્જતા જ, એટલે કે પોતાને ગમતા પર-પદાર્થોને પ્રાપ્ત કરવાની અને અણગમતા પર-પદાર્થોથી બચવાની તત્પરતા જ, આત્માને તે તે વસ્તુ પ્રત્યેના રાગાદિ ભાવોથી સ્નિગ્ધ રાખે છે. આ રાગાદિ ભાવોની ભીનાશ કે ચીકાશને કારણે જ જીવ કાર્મણ વર્ગણાઓથી- લેપાય છે.
જગતમાં દેખાય છે કે, ઘણા વિદ્યાસિદ્ધ પુરુષો કે કોઈ રસાયણ આદિ લગાડી પાણીમાં કે અગ્નિમાં પ્રવેશ કરનારા પુરુષો પાણીથી ભીંજાતા પણ નથી કે અગ્નિથી બળતા પણ નથી. એ જ રીતે કળાઓમાં કુશળ લોકો કાળી કાજળની કોટડીમાં સર્વત્ર ફરી વળવા છતાં કાજળથી લેવાતા નથી. વળી, જેમ રેઇનકોટ પહેરનારને વરસાદ પલાળી શકતો નથી, તેમ જેઓ શાસ્ત્રના વચનોથી વાસિત થઈ, વાસ્તવિકતાનો વિચાર કરી, જ્ઞાનયોગમાં આગળ વધી, પૌદ્ગલિક સ્વાર્થવૃત્તિથી સર્વથા મુક્ત થાય છે, તેવા જ્ઞાનસિદ્ધ યોગીઓ પણ સંસારમાં વસવા છતાં કર્મથી લેવાતા નથી.
જ્ઞાનસિદ્ધ મહાત્માઓને જ્ઞાનયોગની સિદ્ધિ દ્વારા પોતાના વાસ્તવિક સ્વરૂપનો અનુભવસમૃદ્ધ બોધ હોય છે, તેથી જ તેમને બાહ્ય પદાર્થો પોતાના સુખ-દુ:ખના કારણ રૂપે અનુભવાતા નથી. પરિણામે તેમને બાહ્ય પદાર્થો પ્રાપ્ત કરવાની કે છોડવાની ઇચ્છા પણ થતી નથી. આમ છતાં આ જ્ઞાનયોગી મહાત્માઓને પણ સંયમજીવનના સાધનભૂત દેહાદિના નિર્વાહ માટે આહાર-વિહાર-વિહાર આદિની અનેક બાહ્ય પ્રવૃત્તિઓ કરવી પડે છે, પરંતુ આ સર્વ પરભાવની પ્રવૃત્તિકાળમાં પણ તેઓમાં માત્ર જ્ઞાતા-દ્રષ્ટાભાવ જ પ્રવર્તે છે, ક્યાંય આ ‘હું કરું છું' એવો કર્તુત્વભાવરૂપ કે “હું આ ભોગવું છું' તેવા ભાતૃત્વભાવરૂપ અભિમાન થતું નથી. આ રીતે ક્રિયાઓ કરતાં રાગાદિની આદ્રતા નહીં હોવાને કારણે તેઓ કર્મથી લેવાતા નથી, બલ્ક તેવી પ્રવૃત્તિના કાળમાં પણ તેઓ કમલપત્રની જેમ નિર્લેપ રહે છે. રૂપા
1. તુલના :
ભગવદ્ગીતા અધ્યાય પના શ્લોક ૧૦માં જણાવ્યું છે કે, ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः । लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ।। સંગનો ત્યાગ કરીને, બહ્મમાં મનને સ્થિર કરીને જે સાધક કર્મો - ક્રિયાઓ કરે છે તે “કમળપત્ર જેમ પાણીથી' તેમ પાપથી ખરડાતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org