________________
અજોડ સમતાધારીઓનું સ્મરણ-કીર્તન - ગાથા-૨૦
૨૭૧
અવતરણિકા :
સમતામૃતના સાગર ગજસુકુમાલમુનિની સ્તવના કરી હવે અર્ણિકાપુત્ર આચાર્યના સામ્યયોગને વર્ણવે છેશ્લોક :
गङ्गाजले यो न जहाँ सुरेण, विद्धोऽपि शूले समतानुवेधम् ।
प्रयागतीर्थोदयकृन्मुनीनां, मान्यः सं सूरिस्तनुजोऽनिकायाः ||२०|| શબ્દાર્થ :
9. ITન - ગંગાજળમાં ર/૩/૪, સુરેન શૂ વિદ્ધોgિ - દેવ વડે શૂળી પર વિંધાયેલા પણ ૫/૬. ય: સમતાનુધમ્ - જેમણે સમતાના અનુવેધને ૭/૮, ન નદી - ન છોડ્યો ૨/૧૦. સ: પ્રથા તીર્થોદ્રયકૃતુ - તે પ્રયાગતીર્થના ઉદયને કરનારા 99/૧૨/૧રૂ. ર્નિકાયા: તનુન: સૂરિ -અર્ણિકાના પુત્ર આચાર્યશ્રી ૧૪/૧૬. મુનીનાં માન્ય: - મુનિઓને આદરણીય છે. શ્લોકાર્થ :
ગંગાજળમાં દેવ વડે શૂળી ઉપર વિંધાયા છતાં પણ તેમણે સમતાના અનુવેધને ન છોડ્યો તે પ્રયાગતીર્થનો ઉદય કરનારા અર્ણિકાપુત્ર આચાર્ય મુનિઓ માટે આદરણીય છે. ભાવાર્થ :
ગંગા નદી ઉતરતાં તમને કેવળજ્ઞાન થશે' - પૂષ્પચૂલા નામના કેવળી સાધ્વી ભગવંતના મુખેથી આવા શબ્દો સાંભળીને અર્ણિકાપુત્ર આચાર્ય ગંગા નદી પાસે આવ્યા. નાવમાં બેસી તેઓ નદી પાર કરતા હતા. ત્યાં પૂર્વભવની વૈરી દેવીએ તેમને નાવમાંથી ઉપાડી આકાશમાં ઉછાળ્યા અને તેઓ પાછા નીચે પડે તે પહેલાં જ તેમના શરીરને તીક્ષ્ણ ભાલા ઉપર ઝીલી લીધું. આ રીતે ભાલાથી વિંધાયેલા આચાર્ય ભગવંતના શરીરમાંથી નીકળતી લોહીની ધારા પાણીમાં પડવા લાગી. જીવ માત્રને પોતાના સમાન માનનારા આચાર્યભગવંતને પોતાની વેદનાનો વિચાર સુદ્ધાં ન આવ્યો; પરંતુ “મારા ઉષ્ણ લોહીથી આ બિચારા અપુકાયના જીવોને કેવી પીડા થશે !' - તેવી ચિંતા થવા લાગી. આવી કરુણામય ભાવના ભાવતાં, સમતા રસમાં ઝીલીને તેઓ ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પામી મોક્ષે સિધાવ્યા. વિશેષાર્થ :
માતા અર્ણિકા અને પિતા દેવદત્તના પુત્ર બાળપણથી અર્ણિકાપુત્ર તરીકે જ ઓળખાતા હતા. યુવાનીમાં તેઓએ સંયમજીવનનો સ્વીકાર કર્યો હતો. શાસ્ત્રના પારગામી બની, અનુક્રમે આચાર્યપદ ઉપર આરૂઢ થઈ, તેમણે શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યાં હતાં. પુષ્પચૂલરાજાની રાણી પુષ્પચૂલાએ તેમનાથી જ પ્રતિબોધ 1. પૂષ્પચૂલ અને પૂષ્પચૂલા નામના ભાઈ-બહેનનું તેમના પિતાશ્રીએ લગ્ન કરાવેલ. આ બન્ને ભૌતિક સુખમાં લીન રહેતા. દેવલોકમાં ગયેલી તેમની માતાએ તેમને પ્રતિબોધ પમાડવા પુષ્પચૂલાને નરક અને સ્વર્ગનું સ્વપ્ન દર્શન કરાવ્યું, આચાર્ય અર્ણિકાપુત્રએ શ્રુતાનુસાર સ્વર્ગ-નરકનું આબેહુબ વર્ણન કરી તેમને ધર્મમાં સ્થિર કર્યા. પાપોથી છૂટવા પુષ્પચૂલાએ સંયમજીવનનો સ્વીકાર કરેલો. ભાઈ પુષ્પચૂલના આગ્રહને કારણે દુષ્કાળમાં પણ આચાર્ય અર્ણિકાપુત્ર તથા સાધ્વી પુષ્પચૂલાએ અન્ય ક્ષેત્રમાં વિહાર ન કર્યો. અત્યંત અપવાદિક પરિસ્થિતિમાં આ પુષ્પચૂલા સાધ્વી ક્ષીણ જંઘાબળવાળા શ્રી અર્ણિકાપુત્ર આચાર્ય માટે ગોચરી આદિ લાવી આપતા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org