________________
૨૭૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર ગાય એમ ચાર ચાર હત્યા કરી હોય તે દૃઢપ્રહારીને તે જ ભવમાં કેવળજ્ઞાન થઈ શકે, એવું બનવું શું શક્ય છે ? આ અશક્ય પણ શક્ય બન્યું એકમાત્ર સામ્યયોગના અચિંત્ય પ્રભાવથી.
હિંસકભાવ અને રૌદ્રધ્યાનથી જ્યારે ચિત્ત અતિ સક્લિષ્ટ બન્યું હોય, નરકગતિમાં જવાને યોગ્ય બધાં નિમિત્તો હાજર હોય, તેવું કર્મ પણ બંધાઈ ગયું હોય, ત્યારે પણ જો સમભાવ-સામ્યયોગની પ્રાપ્તિ થઈ જાય તો દઢપ્રહારીની જેમ ક્ષણવારમાં જ તે આત્માનાં પણ સર્વકર્મનો ક્ષય થઈ શકે છે.
લૂંટારો અને હત્યારો દઢપ્રહારી વાસ્તવમાં જીર્ણદત્ત બ્રાહ્મણનો યજ્ઞદત્ત નામે ઉદ્ધત પુત્ર હતો. માતાપિતાના મૃત્યુ પછી તે ચોરોની એક પલ્લીમાં ભળી ગયો. પલ્લીપતિ અપુત્ર હોવાથી તેણે આને પુત્ર તરીકે સ્વીકારી લીધો. કાળક્રમે તે સ્વયં પલ્લીપતિ બન્યો અને પ્રાણીઓ ઉપર દઢ પ્રહારો કરતો હોવાથી દૃઢપ્રહારી તરીકે કુખ્યાત બન્યો.
એક દિવસ લૂંટ કરવા દેવશર્મા બ્રાહ્મણને ઘરે પહોંચી ગયો. બ્રાહ્મણે તેને મારવા લાકડી ઉગામી તો દઢપ્રહારીએ તલવારના એક ઘાથી તે બ્રાહ્મણના માથાના નાળિયેરની જેમ બે ફાડચા કરી નાંખ્યા. આ જોઈ શિંગડા ભીડાવીને તેને મારી નાંખવા એક ગાય સામે આવી. દઢપ્રહારીએ તેને પણ વધેરી નાંખી. પતિનું મૃત્યુ થયું છે તેમ જાણી બ્રાહ્મણની સગર્ભા પત્ની હાહાકાર કરતી ઓરડાની બહાર આવી, તો તેને જોતાં જ નિર્દયી દઢપ્રહારીએ ગર્ભ સહિત તેને પણ ચીરી નાંખી.
થોડીવાર તો એ ચારેય તરફડતાં રહ્યાં. છેવટે એ ચારેયનો તરફડાટ શમી ગયો પણ તરફડતું અજાત શિશુ, મૃત સગર્ભા માતા, બ્રાહ્મણના મસ્તકના બે ફાડચા, મરેલી ગાય અને તે સૌના લોહીથી ભરેલો ચોક જ્યારે દઢપ્રહારીની નજર સમક્ષ આવ્યો ત્યારે તેનું કઠોર હૈયું પણ દ્રવી ઊઠ્યું. નિષ્ફર એવું પણ મન મુંઝાઈ ગયું. અનેકની હત્યા કરનારો દઢપ્રહારી પણ આ દૃશ્ય જોતાં ખળભળી ઊઠ્યો. અંતર પશ્ચાત્તાપની આગથી બળવા લાગ્યું. તેને થયું કે, “અરે રે ! આ મેં શું કર્યું ? હવે આ બ્રાહ્મણના બાળકોનું શું થશે ? મારું શું થશે ? દુર્ગતિથી હવે મને કોણ બચાવશે ? ક્રોધથી હું કેટલું ચૂક્યો ? લોભથી હું કેવું ભાન ભૂલ્યો ? ખરેખર હું અધમ છું કે નજીવા ધન માટે મેં આ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. મેં કેવાં ઘોર પાપ કર્યા; હવે આ પાપથી કેવી રીતે છૂટાશે, કાંઈ ન સૂઝતાં આત્મનિંદા અને પશ્ચાત્તાપથી ખિન્ન બનેલો તે જંગલની વાટે દોડ્યો જતો હતો, ત્યારે માર્ગમાં તેણે એક સૌમ્ય આકૃતિવાળા, શાંત-પ્રશાંત, ધ્યાનસ્થ મુનિવર જોયા.
મુનિનાં દર્શન થતાં જ દઢપ્રહારીનું અંતર ઠરી ગયું. તેને પ્રતીતિ થઈ કે “આ જ મને તારશે અને લોહીથી ખરડાયેલાં દૃઢપ્રહારીનાં અંગો તીવ્ર શ્રદ્ધાના પરિણામથી ગુરુદેવના ચરણોમાં ઝૂકી પડ્યાં. પશ્ચાત્તાપના આંસુથી તેણે મુનિના પગ પખાળ્યા. કાંઈક હળવાશ થતાં અંતરવેદના વ્યક્ત કરતાં તેણે કહ્યું કે, “ભગવંત ! હું એક એવો પાપી છું કે જેની સાથે વાત કરતાં પણ પાપ લાગે. જેમ કાદવથી ખરડાયેલ માણસને સ્પર્શનારો પોતે કાદવથી ખરડાય છે, એવી જ દશા મારી છે. ભગવંત ! હું હત્યારો છું. મેં ગાય, બ્રાહ્મણ, સ્ત્રી અને ગર્ભની હત્યા કરી છે. હું ક્રૂર છું, અધમ છું, દુષ્ટ છું, સઘળાં પાપ કરવામાં પૂરો છું. હે દયાસિંધુ ! હે કૃપાનાથ ! મને આ ઘોર પાપોથી બચાવો. વરસતા મેઘને માટે સ્થાન અસ્થાનનો કોઈ ભેદ હોતો નથી. તેની જેમ આપ પણ મારી ઉપેક્ષા ન કરો, મારો ઉદ્ધાર કરો, મને નરકાદિ દુર્ગતિથી બચાવો”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org