________________
અજોડ સમતા ધારીઓનું સ્મરણ-કીર્તન - ગાથા-૧૯
૨૬૯
અવતરણિકા :
મરણાંત ઉપસર્ગમાં જેઓનું હૃદય નિષ્કપ રહ્યું તેવા મેતાર્યમુનિની સ્તવના કરી, હવે ગજસુકુમાલમુનિની સ્તવના કરતાં ગ્રંથકારશ્રી જણાવે છેશ્લોક :
जज्वाल नान्तः श्वशुराधमेन, प्रोज्ज्वालितेऽपि ज्वलनेने मौलौ । मौलिर्मुनीनां सँ ने कैर्निषेव्यः कृष्णानुजन्मा समतामृताब्धिः ॥१९॥
નોંધ : નાન્તશ કુરાધમેન, નાન્તઃ સુરીયમેન જો આવા પાઠાંતર પણ મળે છે. શબ્દાર્થ :
૧, શ્વસુરાધમેન - અધમ સસરા વડે ૨. વૃન્નેન - અંગારાથી રૂ/૪. મૌૌ પ્રોક્વાન્ટિસ્તંડપિ - મસ્તક સળગાવવા છતાં પણ ૬. (:) સન્ત:- (જેઓ) અંતરમાં ૬/૭, ન નવ્વીસ્ટ - બળ્યા નહિ ૮/૧/૨૦. સ મુનિનાં મૌઢિ: - તે મુનિઓમાં મુગટ સમાન 99. સમતામૃતશ્ચિ: - સમતારૂપી અમૃતના સાગર ૨. વૃકૃUTIનુનન્મ - શ્રીકૃષ્ણના નાનાભાઈ ૧૩/૧૪/૧૬. વૈ: ન નિવેવ્ય: - કોના વડે સેવવા યોગ્ય નથી ? શ્લોકાર્થ :
અધમ સસરાએ સ્મશાનના અંગારાથી મસ્તક સળગાવ્યું, તોપણ જેઓ અંતરથી બળ્યા નહિ અર્થાત્ ક્રોધિત થયા નહિ, તે મુનિઓમાં મુગટ સમાન, સમતારૂપી અમૃતના સાગર જેવા, શ્રીકૃષ્ણ મહારાજાના નાના ભાઈ ગજસુકુમાલ મુનિ કોના વડે સેવ્ય નથી ? ભાવાર્થ :
સોમિલ સસરાએ જમાઈ ગજસુકુમાલમુનિના માથા ઉપર માટીની પાળ બાંધીને તેમાં સ્મશાનના સળગતા અંગારા ભર્યા, જેથી તેમનું માથું સળગવા લાગ્યું આમ છતાં મુનિ મનમાં લેશમાત્ર વ્યથિત પણ ન થયા અને ગુસ્સે પણ ન થયા. ઊલટું તેઓશ્રીએ પોતાની કર્મનિર્જરામાં નિમિત્ત બનવાને કારણે સસરાને ઉપકારી માન્યા. સમતાને સાધવા મથતા સર્વ મુમુક્ષુઓ માટે આ સમતારૂપી અમૃતના સાગર સમાન, મુનિઓમાં મુગટ સમાન ગજસુકુમાલમુનિ સંસેવ્ય છે, સ્તવનીય છે, વંદનીય છે, પૂજનીય છે, આરાધનીય છે; કારણ કે, બહુમાનપૂર્વક કરાયેલું તેમના ગુણોનું સ્મરણ એ સમતાને સિદ્ધ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. વિશેષાર્થ :
નેમિનાથ પ્રભુના સમયની આ વાત છે. દુષ્ટ કંસરાજાએ જ્યારે જાણ્યું કે પોતાની બહેન દેવકી અને વસુદેવના પુત્રના હાથે તેનું મૃત્યુ થશે, ત્યારે કંસે બેન-બનેવીને કારાવાસમાં પૂરી દીધા. સાથે જ તેઓને જે પણ પુત્ર જન્મે તેને મારી નાંખવાનો નિર્ધાર કર્યો. કારાવાસમાં દેવકીએ ક્રમશ: છ પુત્રોને જન્મ આપ્યો. પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી તે છએ પુત્રો જેવા કંસના હાથમાં પહોંચતા તેવા જ કોઈ દેવ તેમને ઊંચકીને નાગશેઠ અને સુલતાને ત્યાં મુકી દેતા. યુવાનીમાં પ્રભુની વૈરાગ્યસભર દેશના સાંભળી દેવકીના તે છએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org