________________
અજોડ સમતાધારીઓનું સ્મરણ-કીર્તન - ગાથા-૧૮
શ્લોકાર્થ :
સમતારૂપી સમાધિવાળા મેતાર્યમુનિનું આ લોકોત્તર એવું સુંદર ચરિત્ર છે, કેમ કે ભીના ચામડાથી માથું બંધાયું હોવાને કારણે તેઓ (તડકામાં) તપ્યા, પરંતુ હૃદયથી (ક્રોધરૂપી તાપથી) ક્રોધિત ન થયા.
ભાવાર્થ :
સોનાના જવલાં ગળી જવાનો અપરાધ ક્રૌંચ પક્ષીએ કર્યો છે, એવું જાણવા છતાં જીવ માત્ર પ્રત્યે સમતાવાળા મેતાર્યમુનિએ દયાભાવથી ક્રૌંચનો અપરાધ છતો ન કર્યો. સોનીએ ભીનું ચામડું માથા પર બાંધી તેમને તડકામાં ઊભા રાખી, પુન: પૂછપરછ કરી; પરંતુ મુનિ મૌન રહ્યા. તાપથી ચામડું સુકાતાં મુનિનું માથું ફાટી ગયું અને આંખના ડોળા બહાર આવી ગયા; છતાં પણ મુનિને ન સોની ઉપર ક્રોધ આવ્યો કે ન તેમનું મૌન તૂટ્યું. બાહ્ય તાપ વધતો ગયો તેમ મુનિનું અંતર ઠરતું ગયું. સમતાથી સહન કરનારા તે મેતાર્ય મુનિ તો ત્યાં ને ત્યાં સર્વ કર્મ ખપાવી મોક્ષે પહોંચી ગયા.
વિશેષાર્થ :
ક્ષત્રિયોમાં શૂરતા-વીરતા આદિ ગુણો સહજ હોય છે, તો વણિકકુળોમાં ઔદાર્યાદિ ગુણો સહજ હોય છે. જ્યારે ચાંડાલકુળમાં જન્મેલામાં ક્રૂરતા સહજ હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે, મેતાર્યમુનિનો જન્મ ચાંડાલ કુળમાં થયો હતો, છતાં તેમની લોકોત્તર કરુણા આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. મેતાર્ય મુનિનો ચાંડાલના ત્યાં જન્મ થયો પણ પુણ્યોદયના કારણે તેમનો ઉછેર રાજગૃહીના એક શ્રીમંત શ્રેષ્ઠિને ત્યાં થયો હતો. પૂર્વભવના મિત્રદેવની સહાયથી અનેક અદ્ભુત કાર્યો કરી, તેઓ મહારાજા શ્રેણિકના જમાઈ થયા હતા. બાર વર્ષ સુધી લગ્ન જીવન જીવી તેમણે માત્ર અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી.
૨૭૭
પ્રભુ વચનાનુસાર નિર્દોષ ભિક્ષા માટે ફરતા મેતાર્યમુનિ એક વખત કોઈ સોનીને ત્યાં પહોંચ્યા. તે વખતે સોની શ્રેણિકમહારાજાની ચૈત્યપૂજા માટે સોનાનાં જવલાં ઘડતો હતો. મેતાર્યમુનિ પધાર્યા એટલે ઘડવાનું કાર્ય પડતું મૂકી સોની ઘરની અંદર આહાર લેવા ગયો. જોગાનુજોગ ત્યાં એક ક્રૌંચ પક્ષી આવી તે જવલાં ચણી ગયું. બહાર આવીને જવલાં ન જોતાં સોની મુનિ ઉપર વહેમાયો. કડક અવાજે તે મુનિને પૂછવા લાગ્યો કે, મહારાજ ! સોનાનાં જવલાં કયાં ગયાં ?' મહાત્મા મેતાર્યે વિચાર્યું કે, જો હું કહી દઉં કે આ ક્રૌંચ જવલા ચણી ગયો છે તો આ સોની તેને જરૂર મારી નાંખશે.’ તેથી તેઓ મૌન રહ્યા. મુનિના મૌનથી સોનીનો વહેમ પાકો થયો. તેમની પાસેથી કોઈ પણ રીતે જવલાં મેળવવા સોનીએ તેમના માથે પાણીથી ભીનું કરેલું ચામડું કસકસાવીને બાંધી દીધું અને તેમને તડકે ઊભા રાખ્યા.
તડકો વધતાં ચામડાની વાધર સુકાતી ગઈ. જેમ જેમ તે સંકોચાતી ગઈ તેમ તેમ મુનિના મગજ ઉપર ચામડાના પટ્ટાનું દબાણ વધવાથી તેમને અસહ્ય પીડા થવા લાગી. આ પીડાથી બચવા મુનિ પાસે અનેક વિકલ્પો હતાં. તેઓ ‘ક્રૌંચ પક્ષી જવલા ચણી ગયો છે' એવું કહી શકતા હતા. જેના માટે જવલા ઘડ્યા છે તે શ્રેણિક રાજાના જ પોતે જમાઈ છે એવું જણાવીને પણ મુક્ત થઈ શકતા હતા. હાજરાહજુર રહેતા
Jain Education International
For Personal & Private Use Only
www.airtelitary.org