________________
ક્રિયાની ઉપેક્ષા કરતા જ્ઞાનીઓની નાસ્તિકતા - ગાથા-૩૯
‘અમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે, તેથી અમને સ્પષ્ટ જણાય છે કે, શરીર અને આત્મા જુદા છે. વિષયોમાં પ્રવૃત્તિ કરતાં શ૨ી૨ જ્યારે પોતાનો ધર્મ બજાવે છે, ત્યારે આત્મા તો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા બની રહે છે, તેથી આત્માને કોઈ કર્મબંધ થતો નથી.' નિશ્ચયની કે અત્યંત ઊંચી ભૂમિકાની આવી વાતો વ્યવહા૨વાસિત જીવોને કરવી, આ જ્ઞાનીના વેશમાં રહેલા નાસ્તિકોની જૈનશાસનથી અન્યદૃષ્ટિ છે. આ અન્યદૃષ્ટિ દ્વારા તેઓ સ્વયં તો ભોગાદિની પ્રવૃત્તિ કરી રાગાદિથી રંગાય છે, પરંતુ જગતને પણ કામાદિના વાસ્તવિક અહિતકર સ્વરૂપથી અજ્ઞાત રાખી, પરોક્ષ રીતે કામાદિની પ્રવૃત્તિ કરવા પ્રેરણા કરે છે. આ રીતે તેઓ લોકોને કુમાર્ગે જોડવા દ્વારા છેતરે છે.
વિશેષાર્થ :
જીવમાં અનાદિકાળથી વિષય-કષાયમાં પ્રવૃત્તિ કરવાના ગાઢ કુસંસ્કારો પડેલા છે, તેથી વિષયોને શલ્ય અને વિષ જેવા જણાવનારા ‘સત્યં હ્રામાં વિસં ામા॰'1 જેવા અનેક શાસ્ત્રવચનો વારંવાર વિચારવામાં આવે, તેનું ચિંતન કરવામાં આવે; પરંતુ તપ, સંયમ, શીલ આદિ સક્રિયાઓ દ્વારા કામ-ભોગાદિની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ કે અંકુશ મુકવામાં ન આવે તો કામ-ભોગાદિની આંતરિક વૃત્તિઓને ઊણી આંચ પણ આવતી નથી, કેમ કે જીવ નિમિત્તવાસી છે. વિષયોના નિમિત્ત વચ્ચે રહેવાથી તેની વિષય-કષાયની વાસનાઓ વધુ પુષ્ટ થાય છે. પરિણામે તેના ઉપભોગની વારંવાર ઇચ્છા થયા કરે છે, અને તે ઇચ્છાઓ અનુસાર પ્રવૃત્તિ કરતાં ‘વિષયોમાં સુખ છે’ એવો તેનો ભ્રમ વધુ દૃઢ થતો જાય છે.
આમ શાસ્ત્રચિંતનથી વિષયોની અનર્થકારિતાનું ભાન થાય; પરંતુ વિષયોની પ્રવૃત્તિથી દૂર થયા વિના વિષયો ભોગવવાની વૃત્તિઓ નાશ પામતી નથી, તેથી જ્યારે વિષયાદિના નિમિત્તો મળે છે ત્યારે જીવ તેમાં રંગાઈ જાય છે. આવી પરિસ્થિતિથી આત્માને બચાવવા માટે સાધકે પ્રારંભમાં તો તપાદિ દ્વારા નિમિત્તોથી પર થઈને આત્માને વૈરાગ્યાદિ ભાવોથી ભાવિત કરવો જોઈએ, તો જ કામ-ભોગાદિની આંતરિક વૃત્તિઓ નબળી પડી ધીમે ધીમે નાશ પામે.
કામાદિની વૃત્તિઓને શમાવવાનો આ શાસ્ત્રોક્ત સચોટ ઉપાય હોવા છતાં, થોડો ઘણો શાસ્ત્રાભ્યાસ કરીને જ્ઞાનમાત્રમાં અભિમાન કરનારા કેટલાક લોકો એવું માને છે કે, રાગ-દ્વેષને જીતવા માટે તપ, સંયમની કોઈ જરૂ૨ નથી, માત્ર આત્મજ્ઞાનની જરૂ૨ છે. આવી માન્યતાને કા૨ણે જ તેઓ જ્ઞાનમાં ઘણો યત્ન કરે છે, પણ તેને અનુરૂપ તપ, ત્યાગ, આલોચના, પ્રતિક્રમણ કે દેવ, ગુરુની ભક્તિ આદિ ક્રિયાઓ કરતા નથી. મિથ્યા અભિમાન અને મિથ્યા માન્યતાવાળા આવા પ્રચ્છન્ન નાસ્તિકો સામાન્ય જન સમક્ષ પણ એવું પ્રતિપાદન કરે છે કે,
1. સત્ત્વ ામા વિનં હ્રામા, જામા આસીવિસોવમા । જામે ય પત્થમાળા, અબ્રામા ખંતિ યુગડું ।। ર૬રૂ ।।
૨૧૩
Jain Education International
-
For Personal & Private Use Only
કામભોગ શલ્ય છે, કામભોગ વિષ છે અને કામભોગ આશીવિષ સાપ જેવા છે. તે કામભોગ ભોગવ્યા વિના માત્ર તેની પ્રાર્થના કરવાથી પણ એટલે કે તેની ઇચ્છા રાખવાથી પણ જીવો દુર્ગતિમાં જાય છે.
उत्तराध्ययन सूत्रे ।। इन्द्रियपराजयशतके - २७ ।।
www.jainelibrary.org