________________
ક્રિયાયોગી માટે પણ સમતા આવશ્યક – ગાથા-૧૪
૨૫૯
પ્રશંસા મેળવી સંતોષ માને છે, તેવા સાધકો તપાદિ ધર્મનું અવમૂલ્યન (devaluate) કરે છે. અમૂલ્ય તપાદિધર્મને કોડીની કિંમતના કરી નાંખે છે.
પ્રારંભિક ભૂમિકામાં સાચો સાધક સમતાનું લક્ષ્ય બાંધીને તેના ઉપાયરૂપે જ તપ કરતો હોય છે, છતાં જ્યારે કોઈ તેના સુંદર તપધર્મને જોઈ તેની મહાતપસ્વી તરીકે પ્રશંસા કરે, ત્યારે અનાદિ કુસંસ્કારોને કારણે તેને પ્રશંસાના શબ્દો સાંભળી હર્ષ થઈ જાય, માનાદિ ભાવો સ્પર્શી જાય તેવું બને; પરંતુ જો ત્યારે પણ તે સાવધાન બનીને સ્પર્શી ગયેલા તે માન વગેરેના ભાવોને દૂર કરી સમતા, નિ:સ્પૃહતા આદિ ગુણો કેળવવા પ્રયત્ન કરતો રહે તો તે ક્રિયાયોગનું કે તપધર્મનું અવમૂલ્યન કરી રહ્યો છે તેવું ન કહેવાય; પરંતુ તેનો પ્રયત્ન સામ્યભાવને અભિમુખ છે તેવું માનવું પડે.
તપાદિ ધર્મના મૂલ્યને સમજતા સર્વ સાધકોએ પણ ખાસ યાદ રાખવું જોઈએ કે, “સર્વ પદાર્થો પ્રત્યેના પ્રતિબંધથી રહિત આત્મમાત્રમાં પ્રતિબંધવાળી અવસ્થા એ જ સામ્યભાવ છે, એ જ જીવની સારભૂત અવસ્થા છે. સૂક્ષ્મબુદ્ધિથી આવો નિર્ણય કરીને સમતાની પ્રાપ્તિ થાય તે રીતે તપાદિ કરાશે તો જ તપાદિ દ્વારા ધીરે ધીરે સમતા ઉત્પન્ન થશે; કેમ કે લક્ષ્યને અનુરૂપ ઉપાયોનું સેવન થાય ત્યારે જ ઉપાય સફળ થાય છે; પરંતુ મારે સમતા લાવવી છે', એટલું બોલવા કે વિચારવા માત્રથી કાંઈ સમતા પ્રગટતી નથી. ૧૩ અવતરણિકા :
જ્ઞાન અને ક્રિયાની સફળતા સમતાથી જ છે, તે જણાવી હવે અન્ય યોગો કરતાં સામ્યયોગ દ્વારા કેવો વિશેષ લાભ થાય છે, તે જણાવે છે
શ્લોક , ' '
ज्ञानी क्रियावान् विरतस्तपस्वी, ध्यानी च मौनी स्थिरदर्शनष्टा । साधुर्गुणं तं लभते न जातु प्राप्नोति यं साम्यसमाधिनिष्ठः ॥१४ ||
શબ્દાર્થ
૧૨. જ્ઞાની ક્રિયાવાન્ - જ્ઞાની, ક્રિયાવાન ૩/૪. વિરત: તપસ્વી - વિરતિધર, તપસ્વી ૧/૬/૭, ધ્યાન ૬ મૌની - ધ્યાની અને મૌની ૮/૨. સ્થિર૮ર્શનEા સાધુ: - અને સ્થિર સમ્યગુદર્શનવાળા સાધુ (પણ) 9999. તે ગુi - તે ગુણને ૧૨/૧૩/૧૪, નાતુ ન સ્ત્રમ7 - ક્યારેય પ્રાપ્ત કરતા નથી, 9/9. યં (Tr) સીસમનy: - કે જે (ગુણ)ને સામ્યસમાધિમાં સ્થિર થયેલ સાધુ ૧૭. પ્રાનોતિ - પ્રાપ્ત કરે છે. શ્લોકાર્થ :
જ્ઞાની, ક્રિયાવાન, વિરતિધર, તપસ્વી, ધ્યાની, મૌની અને સ્થિરસમ્યગુદર્શનવાળા સાધુ પણ તે ગુણને ક્યારેય પ્રાપ્ત કરતા નથી કે જે ગુણને સામ્ય સમાધિમાં સ્થિર થયેલ સાધુ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ : જ્ઞાન, ધ્યાન, ક્રિયા કે સમ્યગુદર્શન આદિ પણ સમતાની પ્રાપ્તિથી જ સફળ છે. જ્ઞાનાદિ દ્વારા સાધુ કદાચ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org