________________
અજોડ સમતાધારીઓનું સ્મરણ-કીર્તન
છે
શ્લોક :
ગાથા-૧૫
અજોડ સમતાધારીઓનું સ્મરણ-કીર્તન
ગાથા - ૧૫-૧૬-૧૭-૧૮-૧૯-૨૦-૨૧-૨૨
અવતરણિકા :
સામ્યભાવથી કેવા ફાયદા થાય છે, તે જણાવી હવે સમતાને પામેલા દમદન્તમુનિની સ્તુતિ કરતાં જણાવે
दुर्योधनेनाभिहतंथुकोप, नॅ पाण्डवैयन नुतो जहर्ष' ।
स्तुम 'भदन्तं' 'दमदन्तर्मेन्तः, समत्ववन्तं मुनिसत्तमै तम् ॥१५ ॥
Jain Education International
.
નોંધ : દુર્યોધનેના મિહિતશ્રુોપ આવો પાઠાંતર પણ મળે છે.
૨૭૧
શબ્દાર્થ
9. દુર્યોધનેન - દુર્યોધન વડે ર/રૂ. અમિન્હત: ય: - હણાયેલા જે ૪/૫. ૧ યુોપ - કોપ ન પામ્યા (અને) ૬/૭. પાડવે: નુતઃ
- પાંડવો વડે સ્તુતિ કરાયેલા (જે) ૮/૧. મૈં નર્વ - હર્ષ ન પામ્યા ૧૦/૧૧/૧૨.અન્ત: સમત્વવન્ત્ તમ્ - અંત૨માં સમતાવાળા તે ૧૨. મુનિસત્તમં - શ્રેષ્ઠ મુનિ ૧૪/૧૬. વૈમવત્તું ભવન્તુ - દમદન્ત ભદંતને ૧૬. સ્નુમ: - અમે સ્તવીએ છીએ.
શ્લોકાર્થ :
દુર્યોધન વડે હણાયા, તોપણ જેમણે કોપ ન કર્યો અને પાંડવો દ્વારા નમાયા, તોપણ જેમણે હર્ષ ન કર્યો, અંતરમાં સમતાભાવવાળા તે શ્રેષ્ઠ મુનિ શ્રી દમદત્ત ભદંતની અમે સ્તુતિ કરીએ છીએ.
ભાવાર્થ :
અંદરમાં સામ્યભાવ પ્રગટી જાય પછી સમતાધારી મહાત્માને ક્રોધના પ્રબળ નિમિત્તોમાં પણ ક્રોધ આવતો નથી અને હર્ષના નિમિત્તોમાં તેઓને હર્ષ થતો નથી. આવા જ એક સમતાધારી શ્રેષ્ઠ મુનિ હતા - રાજર્ષિ દમદત્ત. દુર્યોધને તેમના ઉપર બીજોરાનાં મોટા ફળોનો અને પત્થરોનો પ્રહાર ર્યો અને પાંડવોએ તેમને ભાવથી વંદન કર્યું, તેલાદિનું મર્દન કરી તેમની ક્ષમા પણ યાચી. આમ છતાં મહામુનિ દમદન્તને બન્ને ઉપર સમાન ભાવ હતો. કોઈ ઉપ૨ ૨ોષ પણ નહોતો કે કોઈ ઉપ૨ તોષ પણ નહોતો. અમે તે મહામુનિને ભાવથી સ્તવીએ છીએ અને ઈચ્છીએ છીએ કે તેમના જેવો સમભાવ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય અમારામાં પણ પ્રગટે. વિશેષાર્થ :
હસ્તિશીર્ષ નગરના રાજા દમદન્તની આ વાત છે. એકવાર તેઓ જરાસંઘને મળવા રાજગૃહી ગયા હતા. ત્યારે પાંડવોએ તેમના નધણીયાતા નગર ઉપર ચઢાઈ કરી, તેને લૂંટ્યું હતું. દમદત્ત રાજાએ પાછા આવી હસ્તિનાપુરને ઘેરો ઘાલ્યો અને પાંડવોને શિયાળીયા કહીને પોતાનો સામનો કરવા નગરની બહાર આવવા કહ્યું; પરંતુ ભયના માર્યા પાંડવો તો હસ્તિનાપુરના કિલ્લામાંથી બહાર પણ ન નીકળ્યા. કંટાળીને દમદત્ત રાજા પાછા પોતાના દેશ ચાલ્યા ગયા.
For Personal & Private Use Only
www.jainelibrary.org