________________
૨૯૦
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર સામાન્ય નિર્જરા સાધી શકે છે; પરંતુ જેવા ગુણોની પ્રાપ્તિ કે જેવી નિર્જરા સામ્યસમાધિવાળા નિર્વિકલ્પ ઉપયોગમાં વર્તતા સાધુ કરે છે, તેવી ગુણ પ્રાપ્તિ સામાન્ય જ્ઞાની વગેરે ક્યારેય કરી શકતા નથી. વિશેષાર્થ :
શાસ્ત્રનો સમ્યગુ અભ્યાસ કરીને જે સાધુ જ્ઞાની-ગીતાર્થ બન્યા હોય, વળી જેઓ શાસ્ત્રોક્ત સમ્યક્રક્રિયા કરતા હોવાથી શુદ્ધ આચારસંપન્ન હોય, હિંસાદિ પાપપ્રવૃત્તિઓથી કે વ્રતાદિ સંબંધી સૂક્ષ્મ કે બાદર અતિચારોથી વિરામ પામ્યા હોવાથી જેઓ વિરત હોય, બાહ્ય અને અત્યંતર તપનું સેવન કરવા દ્વારા જેઓ તપસ્વી હોય, શુદ્ધ-આત્મ-સ્વરૂપે પ્રગટ કરવાની તીવ્ર અભિલાષાથી જેઓ સતત પરમાત્માના ધ્યાનમાં રત રહેતા હોય, પાંચે ઈન્દ્રિયોના વિષયોથી નિવૃત્ત થઈને, ભાવથી મુનિભાવને ધારણ કર્યો હોવાથી, જેઓ મૌની હોય, નિરતિચાર સમ્યગુદર્શનને કારણે જેઓ સ્થિર દર્શનવાળા હોય, તેવા સાધુઓ પણ તે ગુણોને પામી શકતા નથી કે જે ગુણોને જડ-ચેતન સર્વ ભાવો પ્રત્યે ઉદાસીનભાવવાળા, સ્થિર સમુદ્ર જેવી નિર્વિકલ્પ અવસ્થાને વરેલા, સામ્યસમાધિમાં લીન સાધુઓ પામી શકે છે.
આ મહાત્માઓ સામર્થ્યયોગને સાધી ક્ષપકશ્રેણી માંડી શકે છે અને તે દ્વારા તેઓ અનેક ઋદ્ધિ, સમૃદ્ધિ અને આત્માની અનંત શક્તિઓના સ્વામી બની શકે છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામી પરમ સુખ અને પરમ આનંદ માણી શકે છે. સામ્ય સિવાય બીજા અનેક ગુણોને વરેલા મહાત્મા પણ આ સુખ અને સંપત્તિને પામી શકતાં નથી, આથી જ આ સામ્યસમાધિ સર્વ ગુણોમાં શિરમોર સ્થાને છે, માટે સર્વ સાધકોએ કોઈપણ સાધના કરતાં સામ્યયોગને જ પોતાનું લક્ષ્ય બનાવવું જોઈએ. /૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org