________________
સામ્યયોગ સંપન્ન યોગીનું ચિત્ત ? - ગાથા-પ
ભટકે ? બરાબર તે રીતે સુખે સાધક પણ ત્યાં સુધી જ પૌદ્ગલિક સુખ પાછળ ભટકે કે જ્યાં સુધી તેના અંતરમાં સમતાનું સુખ પ્રગટતું નથી. જ્યારે સાધકના અંતરમાં સમતાનું મહાસુખ પ્રગટ થઈ જાય ત્યારે તે દરેક પરિસ્થિતિમાં આનંદ અને મસ્તી માણી શકે છે. આવો સમતાધારી સાધક ત્યારપછી સુખ મેળવવા બાહ્ય પદાર્થો પાછળ વ્યર્થ પરિશ્રમ શું કામ કરે ? અર્થાત્ ન જ કરે.
હકીકતમાં મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયના કારણે મૂઢમતિવાળા જીવો જ્યાં સુખનો અંશ નથી ત્યાં જ સુખ છે તેમ માને છે, એવી માન્યતાથી પ્રેરાઈને તેઓ સતત અનુકૂળ પદાર્થો મેળવવા દોડાદોડી કર્યા કરે છે. જો પુણ્યકર્મનો સાથ-સહકાર હોય, તો તેમને બાહ્ય સુખ સામગ્રીઓ મળે છે. જેને ભોગવતાં મોહનીયકર્મનો ઉદય થવાથી તેઓને દુઃખકા૨ક ભોગાદિમાં પણ રતિઇંસુખનો અનુભવ થાય છે. ચિત્તમાં આહ્લાદ થાય છે. જો કે આ રતિ, સુખનું સંવેદન, ચિત્તનો આહ્લાદ કે શાતાથી ઉત્પન્ન થતું સુખ વાસ્તવિક નથી હોતું, માત્ર મોહનો એક પ્રકારનો વિકાર હોય છે, આમ છતાં શ૨ી૨ના સોજાને જેમ અજ્ઞાની જીવ શરીરની પુષ્ટિ માને છે, તેમ મિથ્યાત્વના ઉદયને કારણે આ મોહના વિકારને સંસારરસિક જીવો સુખ માની બેસે છે. જેમ જેમ અનુકૂળ સામગ્રીઓ મળતી જાય છે, તેમ તેમ ‘તેમાં સુખ છે’ – એવી તેમની ભ્રામક બુદ્ધિ પણ વધુને વધુ સ્થિર થતી જાય છે. પરિણામે તેઓ ઘણો પરિગ્રહ વધારી ‘મને ઘણું સુખ મળ્યું છે' – તેવું મિથ્યા અભિમાન કરે છે અને કર્મ બાંધી દુર્ગતિનું ભાજન બને છે.
-
૨૪૩
આમ જ્યાં સુખનો અંશ પણ નથી ત્યાં સુખ છે એવી મિથ્યા બુદ્ધિના કારણે જીવની સુખ માટેની દોડ નિરંતર ચાલ્યા કરે છે. જો મિથ્યાત્વનો ઉદય ટળે અને તેને કોઈક રીતે સમજાય કે સુખ બહાર નથી પણ અંદરમાં છે તો જીવની બાહ્ય પદાર્થો મેળવવાની દોટનો અંત આવે.
શાસ્ત્રયોગની શુદ્ધિ દ્વારા યોગીપુરુષના મિથ્યાત્વના મળ ગળી ગયા હોવાથી તેમની મતિ નિર્મળ થઈ ગઈ હોય છે, તેથી તેઓને સ્પષ્ટ સમજાય છે કે સુંદર પણ બાહ્ય ભાવોમાં સુખ નથી, સુખ તો આત્મામાં-પોતામાં જ છે. આ પછી જ્ઞાનયોગ અને ક્રિયાયોગની સાધનામાંથી પ્રગટેલા સામ્યયોગના સહારે તેઓ સતત આત્મિક સુખને માણતા હોય છે. તેમના અંત૨માં સહજ રીતે આનંદનો સાગર ઘુઘવાટા મારતો હોય છે, તેથી જેના ઘર આંગણે કલ્પવૃક્ષ ઊગ્યું હોય તે ધનલોભી જેમ ધન માટે ભટકતો નથી તેમ યોગીના અંતરમાં પ્રગટેલી સમતાની કલ્પવેલી પણ સામ્યયોગના યોગીને સતત નિર્વિકારી સુખ આપતી હોવાથી તેને પણ આનંદ જાણવા કે માણવા ક્યાંય જવાની કે કોઈ વસ્તુની જરૂરિયાત રહેતી નથી.
કોઈપણ વિચા૨ક વ્યક્તિ સમજી શકે છે કે જ્યારે સ્વાધીન અને વાસ્તવિક સમતાનું સુખ ભોગવવા મળતું હોય ત્યારે પરાધીન, કાલ્પનિક અને વિકારી એવા બાહ્ય વૈષયિક સુખનો અનુભવ કરવા માટે કોઈ શું કામ ભટકે ? આથી જ યોગીઓનું ચિત્ત આત્મભાવમાંથી ક્યાંય બહાર જતું નથી, પણ આત્મભાવમાં સ્થિર હોય છે. પા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org