________________
૨૫૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર
કષાયના અગ્નિને શમાવનારું સમતાનું પૂર
ગાથા-૧૧
અવતરણિકા :
મોક્ષમાં જવાનો સરળ ઉપાય સમતા છે, તે જણાવી હવે સામ્ય ન હોય તો સાધકની શું હાલત થાય, તે જણાવે છેશ્લોક :
अल्पेऽपि साधुर्ने कषायवहाँवहाय विश्वासमुपैति भीतः ।
प्रवर्धमानः स दहेर्दै गुणौघ, साम्याम्बुपूरैर्येदि नापनीतैः ॥११॥ શબ્દાર્થ :
/૨. મીત: સાધુ - સંસારથી ભયભીત બનેલો સાધુ રૂ. ઉવૅડપિ - થોડા પણ ૪. વાયવહ્ન - કષાયરૂપી અગ્નિ ઉપર ૧/ ૬. ૩ના વિશ્વાસં - જલ્દીથી વિશ્વાસ ૭/૮. ન પૈતિ - મૂક્તો નથી. ૧/૧૦. (યત:) પ્રવર્ધમાન: સ- (કારણ કે) પ્રકૃષ્ટ રીતે વધતો એવો તે કષાયનો અગ્નિ 99/9૨. દ્ધિ સાખ્યાનુપૂરે - જો સમતારૂપી પાણીના પૂરથી 9રૂ. નાનીત - દૂર ન કરાય ૧૪/૦૬. (તવા :) વહેતુ - (તો તે) ગુણના સમુદાયને બાળી નાખે. શ્લોકાર્થ :
પાપભીરુ સાધુ થોડા પણ કષાયરૂપી અગ્નિ ઉપર સત્વરે વિશ્વાસ મૂકતો નથી, કેમ કે વધતા એવા તે કષાયરૂપી અગ્નિને જો સામ્યરૂપી પાણીના પૂરથી ઠારવામાં ન આવે તો તે ગુણોના સમુદાયને બાળી નાંખે. ભાવાર્થ :
કષાયો અલ્પ માત્રાના હોય કે પ્રશસ્ત હોય, તોપણ મોક્ષેચ્છુ મહાત્મા કષાયો ઉપર વિશ્વાસ મૂકતા નથી, કેમ કે તેઓ જાણે છે કે કષાયોનો નાનો પણ કણિયો સમતારૂપ પાણીના પ્રવાહથી બુઝાવવામાં નહિ આવે તો પૂર્વક્રોડ વર્ષના સંયમની સાધના કરી મેળવેલા અનેક ગુણોને તે પળવારમાં ખાખ કરી નાંખશે. ૪૯૯ શિષ્યો પ્રત્યેની મમતાનો સહજતાથી ત્યાગ કરનાર સ્કન્ધકસૂરિ બાળમુનિ પ્રત્યેના અલ્પ રાગ અને પાલક પ્રત્યેના અલ્પ દ્વેષને કારણે આરાધક ભાવમાંથી ઉતરી વિરાધક બન્યા, તેથી સંસારથી ડરતા સાધકે અલ્પ પણ કષાયની ઉપેક્ષા ન કરવી જોઈએ, પરંતુ વિશેષ સમતા દ્વારા તેનો નાશ કરી નાંખવો જોઈએ. વિશેષાર્થ :
નાનો પણ અગ્નિનો કણિયો જો પાણીથી બુઝાવવામાં ન આવે તો તે જેમ દાવાનળ જેવો બની સર્વનાશ સર્જી શકે છે. તેમ થોડા પણ કષાયોને જો સમતાના પૂરથી શમાવી દેવામાં ન આવે, તો તે દાવાનળ જેવા બનીને ગુણ સમુદાયનો સર્વનાશ સર્જી શકે છે. આ કષાયોને નિર્મળ કરવામાં સામાન્ય સમતા કારગત 1. अणथोवं वणथोवं, अग्गीथोवं च कसायथोवं च । न हु ते विससियव्वं, थोवं पि हु तं बहू होइ ।।१०८।। - संबोधसित्तर्याम् ।।
થોડું પણ દેવું, નાનો પણ ઘા, અલ્પ અગ્નિ, કે થોડા પણ કષાયો વિશ્વાસ કરવા યોગ્ય નથી. કેમકે, તે થોડાની પણ જો ઉપેક્ષા કરવામાં આવે તો તે બહુ થઈ સર્વનાશ સર્જી શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org