________________
૨૫૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર પરમશુદ્ધ આત્મા કે પરમાત્મા બાહ્ય દુનિયામાં રહેતા નથી, તે તો અંતરમાં જ વસે છે, તેથી તેમનાં દર્શન કરવા અંતરને ઉદ્યોતિત કરવું પડે છે. સામ્યભાવરૂપી અવ્યાહત મણિનો પ્રકાશ અંતરમાં ફેલાય ત્યારે મોહનું અંધારું ટળે છે અને પરમાત્મતત્ત્વ પ્રકાશિત થાય છે, તેથી ત્યારે જ તેમના સ્વરૂપનું સ્પષ્ટ દર્શન થાય છે. કેમ કે, સાધકમાં જ્યારે શુદ્ધનયની દૃષ્ટિ પ્રગટે છે, ત્યારે તેને જગતના જીવમાત્ર સમાન દેખાય છે. જીવમાત્રનું આ સમાનસ્વરૂપ તે જ પરમાત્માનું સ્વરૂપ છે અને તે જ પોતાના આત્માનું શુદ્ધસ્વરૂપ છે, તેથી સામ્યભાવ આવે ત્યારે શુદ્ધ આત્મસ્વરૂપ સાથે કે પરમાત્મા સાથે તાદાભ્ય સધાય છે. પરમાત્મા સાથેની આ સમાપત્તિ પ્રાપ્ત થવી એટલે જ પરમાત્મતત્ત્વનું સ્પષ્ટ દર્શન થવું. llભા. અવતરણિકા :
અંતરમાં પ્રગટેલા સામ્યભાવના પ્રકાશથી જ પરમાત્મસ્વરૂપના સ્પષ્ટ દર્શન થાય છે, તે જણાવી હવે મોક્ષે જવા માટેનો સરળ માર્ગ એકમાત્ર સમતા છે, તેવું સ્પષ્ટ કરતાં કહે છેશ્લોક :
एकां विवेकाङ्कुरितां श्रिता यों, निर्वाणमापुर्भरतादिभूपाः ।
सैवर्जुमार्गः समता मुनीनामन्यस्तु तस्यों निखिलः प्रपञ्चः ॥१०॥ શબ્દાર્થ :
9. વિવેકારિતાં - વિવેકથી અંકુરિત થયેલ એવી ૨/૩/૪. વાં કાં શ્રિતા: - જે એક (સમતા)ને આશ્રિત એવા છે. મરતાપૂHT: - ભરતાદિ રાજાઓ ૬. નિર્વાઇક્ બાપુ: - નિર્વાણને પામ્યા ૭/૮/૨. સા ક્ષમતા વ - તે સમતા જ ૧૦, મુનીનામું - મુનિઓનો ઉ9. ઋતુમif: - (મોક્ષે જવાનો) સરળ માર્ગ છે. ૧૨/૧૩/૧૪, કન્ય: નિશ્વિ૮: તુ - અન્ય સર્વ (યોગો) તો 9/9૬. તથા: પ્રપદ્મ: - સમતાનો પ્રપંચ છે – વિસ્તાર છે. શ્લોકાર્થ : વિવેકથી ઉત્પન્ન થયેલી એવી જે એક સમતાનો આશ્રય કરનારા ભરતાદિ રાજાઓ નિર્વાણને પામ્યા તે સમતા જ મુનિઓનો (મોક્ષે પહોંચવાનો) સરળ માર્ગ છે. બાકી સર્વ (માર્ગો યોગો) તો સમતાનો પ્રપંચ છે, એટલે કે સમતાનો આગળ-પાછળનો વિસ્તાર છે. ભાવાર્થ :
એકમાત્ર સમતાનો આશ્રય કરીને ભારતમહારાજાએ મોહનાં બંધનો તોડી કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું હતું. ત્યારપછી તેઓ ક્રમે કરી સર્વ કર્મોથી મુક્ત થઈ, મોશે પહોંચી ગયા, તેથી શરીર અને આત્માના ભેદની વિચારણાસ્વરૂપ વિવેકમાંથી ઉત્પન્ન થયેલ સમતા જ મુનિઓ માટે મોક્ષે જવાનો સીધો અને સરળ (સહેલો) માર્ગ છે, બાકી તપ-ત્યાગાદિ સર્વ યોગો તો સમતા પ્રાપ્ત કરવાના કે પ્રાપ્ત સમતાના યોગે આગળ વધવાના ઉપાયો માત્ર છે.
1, સમાપત્તિની વિશેષ જાણકારી માટે જુઓ અધિકાર-૧ શ્લોક ૧૪ તથા ધિકાર-૨ શ્લોક ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org