________________
૨૫)
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર
તે સામાયિક' ; આવા વ્યુત્પત્તિ અર્થ અનુસાર જ્યારે જડ કે ચેતન, શત્રુ કે મિત્ર, ઇષ્ટ કે અનિષ્ટ, શાતા કે અશાતા, સુખ કે દુઃખ વગેરે સર્વ ભાવો સમાન લાગે, કોઈ પદાર્થ કે સંયોગ સારો ય ન લાગે અને કોઈ પદાર્થ કે સંયોગ ખરાબ પણ ન લાગે તેવી સમતાનો લાભ થાય ત્યારે શુદ્ધનયને અભિમત સામાયિક છે તેવું કહેવાય. આવું શુદ્ધ સામાયિક, સાધક જ્યારે મોહનો નાશ કરીને અસંગભાવને, નિર્વિકલ્પસમાધિને પ્રાપ્ત કરે, ત્યારે આવે છે. આ સિવાય જ્યારે અંતરમાં થોડી પણ મમતા પ્રવર્તતી હોય ત્યારના સામાયિકને આ શુદ્ધ નયો સામાયિક નહિ પણ માયાચાર કહે છે.
શુદ્ધનયો સિવાયના પ્રથમના ચાર નવો રાગ-દ્વેષના સંપૂર્ણ અભાવને તો સામાયિક તરીકે સ્વીકારે જ છે; પરંતુ તે સાથે શુદ્ધ સામાયિકને પ્રગટ કરે એવા રાગાદિભાવવાળા પ્રારંભિક કક્ષાના રાગાદિથી યુક્ત એવા સામાયિકને પણ સામાયિક તરીકે સ્વીકારે છે. તેઓનું માનવું છે કે, દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેનો રાગ હશે તો તે પ્રશસ્ત રાગાદિથી જ સાધક અપ્રશસ્ત રાગાદિને જીતીને પરમ સમતાના લક્ષ્યપૂર્વક ભગવદ્વચનાનુસાર આત્મહિતમાં પ્રવૃત્તિ કે આત્માના અહિતમાં નિવૃત્તિ કરતો ઉત્તરોત્તર શુદ્ધ સામાયિક નિષ્પન્ન કરી શકશે, તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને તે પ્રશસ્ત રાગાદિ કે મમત્વવાળા સામાયિકને પણ સામાયિક માને છે.
જ્યારે શબ્દાદિ શુદ્ધ નયો તો સ્વીકારેલી સામાયિકની પ્રતિજ્ઞાનું વિધિપૂર્વક અને નિરતિચાર પાલન થતું હોય, છતાં જો મનમાં ક્યાંય પણ કોઈપણ પ્રકારનો મમતાનો કણિયો રહી ગયો હોય તો તેવા સામાયિકને પણ અશુદ્ધ સામાયિક જ માને છે. કેમ કે, અલ્પ પણ રાગાદિનો ભાવ સામાયિકને મલિન બનાવે છે. તેઓ તો જ્યારે પ્રશસ્ત કે અપ્રશસ્ત સર્વ પ્રકારના રાગાદિ વિકલ્પો શાંત થઈ જાય અને સત્તાથી સર્વ આત્મામાં સમાનપણે રહેલા શુદ્ધ જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય ત્યારે જ સામાયિકને શુદ્ધ માને છે. તે પૂર્વે ભગવદ્વચનનો રાગ વર્તતો હોય તોપણ તેઓ મુનિના સામાયિકને અશુદ્ધ માની ધર્મરાગથી પણ મુનિને અમુનિ કહે છે, આથી જ વીરપ્રભુ પ્રત્યેના રાગવાળા ગૌતમસ્વામીના સામાયિકને નિશ્ચયનય અશુદ્ધ સામાયિક કહે છે.
નિશ્ચયનયને અભિમત સામાયિકની વ્યાખ્યાનો સ્વીકાર કરી ગ્રન્થકારશ્રી પણ કહે છે કે, જેમ નાનું પણ તેલબિન્દુ પાણીની વિશાળ સપાટી ઉપર પ્રસરી જાય છે. તેમ થોડી પણ મમતા વિશાળ ગુણના સમુદાયસ્વરૂપ સામાયિકને અશુદ્ધ કરી શકે છે, તેથી જ્યાં અંતરંગ વૃત્તિમાં અલ્પ પણ મમતાનો પરિણામ હોય ત્યાં સમતા છે એવું માની ન શકાય. તેથી અલ્પ પણ મમતાવાળું સામાયિક સામાયિક નહીં માયાચાર જ છે. ભલે બાહ્યથી ત્યાં સામાયિકનો સ્વાંગ હોય પણ અંતરમાં તો મમતાનું સામ્રાજ્ય છે. IIટા
1. पडिसिद्धेसु अदेसे विहिएसु य ईसिरागभावे वि । सामाइयं असुद्धं सुद्धं समयाए दोसुं पि ।।१७।।
xxx 'शुद्धं' - निर्मलं यथावस्थितं 'समतया' मध्यस्थतया 'द्वयोरपि' विहित - प्रतिषिद्धयोः समतृणमणिमुक्ता-लोष्टु-काञ्चनसमશત્રુમિત્રાવરૂપ–સ્ય | || ૭ ||
- યોગાતવૃત્તો || 2. तत्त्वाभिष्वङ्गस्यापि तत्त्वतोऽतत्त्वत्वाद् वस्त्रादिशुद्धिविधावञ्जनकल्पत्वाद् धर्मरागादपि मुनिरमुनिः - યોગિતવૃત્તી ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org