________________
સમતાનું માહાભ્ય – ગાથા-૯
૨૫૧
સમતાનું માહાભ્યા
ગાથા-૯-૧૦
અવતરણિકા :
સમતાભાવ યુક્ત જ સામાયિક શુદ્ધ છે, તે જણાવી હવે સામ્યભાવ પ્રાપ્ત થવાથી શું થાય છે, તે જણાવે
શ્લોક :
નિશાનમોન્ચિરરત્નતીuળ્યોતિર્મિઘોતિતપૂર્વમેન્ત: | विद्योततें तत्परमात्मतत्त्वम्, प्रसृत्वरै साम्यमणिप्रकाशे ||९||
નોંધઃ જ્યોતિપદ્યતિતપૂર્વનન્ત, ચોર્તાિપદ્યોતિતપૂર્વમન્તઃ આવા પાઠાંતર પણ મળે છે. શબ્દાર્થ :
9. નિશાનમોન્દ્રિરત્નકપ્રિન્યોતિર્મિ: - નિશારત્ન = ચન્દ્ર, નભોરત્ન = સૂર્ય અને મંદિર-૨ = દીવાની દેદીપ્યમાન એવી જ્યોતિ વડે ૨. (યત પરમાત્મતત્ત્વમ્) યદ્યોતિતપૂર્વમ્ - (જે પરમાત્મતત્ત્વ) પૂર્વમાં અપ્રકાશિત હતું રૂ. તત્ પરમાત્મતત્ત્વમ્ - તે પરમાત્મતત્ત્વ ૪. સાગમપ્રકાશે પ્રવૃત્વરે - જ્યારે સમતાભાવરૂપી મણિનો પ્રકાશ ફેલાય ત્યારે ૬/૭. સન્ત: વિદ્યોતને - અન્તરમાં પ્રકાશિત થાય છે. શ્લોકાર્થ :
ચન્દ્ર, સૂર્ય કે દીવાની દેદીપ્યમાન જ્યોતિથી પણ જે પરમાત્મતત્ત્વ પૂર્વમાં પ્રકાશિત થયું નથી, તે પરમાત્મતત્ત્વ સમતારૂપી મણિનો પ્રકાશ ફેલાતાં અંતરમાં પ્રકાશિત થાય છે. ભાવાર્થ :
શુદ્ધ આત્મતત્ત્વ એટલે જ પરમાત્મતત્ત્વ. આ પરમાત્મતત્ત્વ અરૂપી છે, તેથી રાત્રિના રત્ન જેવા ચન્દ્રથી કે દિવસના રત્ન જેવા સૂર્યથી કે મંદિરના રત્ન સમાન દીવાથી તે પ્રકાશિત થતું નથી એટલે કે દેખાતું કે અનુભવાતું નથી; પરંતુ જ્યારે અંતઃકરણમાં સામ્યભાવરૂપી મણિનો પ્રકાશ ફેલાય છે, ત્યારે રાગાદિસ્વરૂપ મોહનો અંધકાર ઉલેચાય છે અને તે અકલ અને અરૂપી એવા પરમાત્માનું સ્પષ્ટ દર્શન થાય છે. વિશેષાર્થ :
દિવસે દુનિયાને પ્રકાશિત કરનારો સૂર્ય, રાત્રિના અંધકારમાં પણ શીતલ પ્રકાશ રેલાવતો ચન્દ્ર કે ઘરમાં અજવાળું પાથરી દેનાર દીવો, આ સર્વે રૂપી પદાર્થોને પ્રકાશિત કરવાની ક્ષમતા ધરાવે છે, તેથી તે પરમાત્માના અલૌકિક દેહનાં કે તેમની મૂર્તિ આદિના દર્શન કરાવી શકે છે; પરંતુ અરૂપી એવા અશુદ્ધ આત્માને કે પરમવિશુદ્ધસ્વરૂપ પરમાત્માને ઘોતિત કરવાનું કે, તેમનું દર્શન કરાવવાનું સામર્થ્ય આવા કોઈ બાહ્ય પ્રકાશમાં નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org