________________
સામાયિકની શુદ્ધતા - સમતાભાવમાં - ગાથા-૮
૨૪૯
સામાયિકની શુદ્ધતા - સમતાભાવમાં
ગાથા-૮
અવતરણિકા :
ઉચ્ચ કોટિનો સામ્યભાવ ક્યારે પ્રગટે છે, તે જણાવી હવે આ સામ્યભાવ વિનાનું અને સામ્યભાવવાળું સામાયિક કેવું છે તે જણાવતાં કહે છેશ્લોક :
विना समत्वं प्रसरन्ममत्वं, सामायिकं मायिकमेवं मन्ये ।
आये समानां सति सद्गुणानां, शुद्धं हि तच्छुद्धनयों विदन्ति ||८|| શબ્દાર્થ :
૧/૨. સમત્વે વિના - સમતાભાવ વિનાનું રૂ. પ્રસરનમā - પ્રસાર પામતા મમત્વભાવવાળું ૪. સામયિ - સામાયિક છે. મયિમ્ gવ - માયાવાળું જ છે. - માયારૂપ જ છે. ૬. (ત) મળે - (એમ) હું માનું છું. ૭/૮, સમાનાં નાનાં - (બધા આત્માઓમાં) સમાન રીતે વર્તતા હોય એવા સદ્ગુણોનો ૨/9999. સાથે સતિ દિ - લાભ થયે છતે જ ૧૨. શુદ્ધનયા: - શુદ્ધનયો ૧૩/૧૪. ત શુદ્ધ - તેને = સામાયિકને શુદ્ધ ૧૬. વિન્તિ - જાણે છે. શ્લોકાર્થ :
“સમતાભાવ વિના વિસ્તાર પામતા મમતાભાવવાળું સામાયિક માયારૂપ જ છે એમ હું માનું છું. (વાસ્તવમાં તો જીવમાત્રમાં જે ગુણો) સમાન હોય તેવા સદ્ગણોનો લાભ થયે છતે જ શુદ્ધનયો સામાયિકને શુદ્ધ જાણે છે. ભાવાર્થ :
શુદ્ધ નયોની માન્યતા અનુસાર તો સંપૂર્ણ સમતાભાવવાળા સામાયિકને જ સામાયિક કહેવાય, તેથી તેના મતે તો જ્યાં થોડો પણ મમતાનો ભાવ હોય તે સામાયિક સામાયિક નહીં પણ માયિક-માયાચાર છે, તેની શુદ્ધ અને સૂક્ષ્મ દૃષ્ટિમાં તો જ્યારે સર્વ આત્મામાં સમાનરૂપે વર્તતા શુદ્ધ જ્ઞાનાદિ ગુણોનો લાભ થાય ત્યારે જ સામાયિક શુદ્ધ ગણાય, તેથી આ નયાનુસારે તો શાસ્ત્રોક્ત વિધિપૂર્વકનું શુભવિકલ્પોવાળું સામાયિક પણ સામાયિક નથી કહેવાતું પણ માયાચાર કહેવાય છે. કેમ કે, બાહ્યથી સમભાવમાં રહેવાની પ્રતિજ્ઞા હોવા છતાં પણ તેમાં અંતરંગ રીતે શુભ રાગાદિ ભાવો પ્રવર્તે છે. વિશેષાર્થ :
સર્વ પદાર્થની જેમ સામાયિકને જોવાના પણ વિવિધ દૃષ્ટિકોણ હોય છે. આ દૃષ્ટિકોણ એટલે જ નયો. સાત નયોની વિચારણા કરીએ તો પ્રથમ ચાર નવો અશુદ્ધ નયો છે, જે દરેક વસ્તુને સ્કૂલ દૃષ્ટિએ જોનારા છે અને પાછળના ત્રણ શબ્દાદિ નયો શુદ્ધનયો છે, જે દરેક વસ્તુને સૂક્ષ્મ દૃષ્ટિએ જુવે છે.
શુદ્ધનય અતિ સૂક્ષ્મદ્રષ્ટિ અપનાવીને જે પદાર્થમાં શબ્દની વ્યુત્પત્તિ અર્થ સર્વથા ઘટતો હોય તે જ પદાર્થ માટે તે શબ્દનો પ્રયોગ માન્ય રાખે છે. તેથી [સમ + આય + 3 = સામયિક'] “જેમાં સમતાનો લાભ થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org