________________
કષાયના અગ્નિને શમાવનારું સમતાનું પૂર - ગાથા-૧૧
૨૫૫
નીવડતી નથી, તે માટે તો વિશેષ કોટિની સમતા પ્રગટાવવી પડે છે. આથી જ કહ્યું છે કે, સમતાનું જળ નહીં પણ સમતારૂપ પાણીનું પૂર વહાવવામાં આવે તો જ કષાયનો કણિયો પણ નાશ પામે છે. સામાન્ય સમતાથી તત્કાળ એવું જણાય કે, કષાયો શમી ગયા છે; પરંતુ નિમિત્ત મળતા તે કષાયો સિંહગુફાવાસી મુનિ વગેરેની જેમ પ્રગટ થઈ સર્વનાશ સર્જી શકે છે, તેથી જ સંસારની ભયંકરતાથી ડરતા સાધુ પુરુષોએ વિશેષ પ્રકારની સમતા દ્વારા કષાયોનો નાશ કરવા યત્ન કરવો જોઈએ.
કષાયોથી પૂર્ણતયા છૂટવા ઇચ્છતા સાધુઓએ પ્રારંભમાં અપ્રશસ્ત કષાયોનો નાશ કરવા પ્રશસ્ત કષાયનો સહારો લેવો જોઈએ, તેથી આહારાદિ પ્રત્યેના રાગનો નાશ કરવા તપ, ત્યાગાદિ પ્રત્યેનો રાગ કેળવવો જોઈએ. પ્રતિપક્ષની ભાવનાથી ચિત્તને વાસિત કરી પ્રભુ વચનાનુસાર વિવિધ અનુષ્ઠાનો કરવા જોઈએ અને અપ્રશસ્ત કષાયોનો નાશ થઈ જાય, પછી સાવધ અને સજાગ બની ઉત્તરોત્તર વિશુદ્ધ સમતા દ્વારા પ્રશસ્ત કષાયોનો પણ નાશ કરવાનો સુદૃઢ યત્ન પ્રારંભવો જોઈએ. ॥૧૧॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org