________________
ભેદજ્ઞાન પછી જ સંપૂર્ણ સમતાની પ્રાપ્તિ - ગાથા-૭
૨૪૭ આત્મિક ગુણો પ્રગટી શકતા નથી; પરંતુ જ્યારે આ વિમર્શી સ્પર્ધાત્મકી બને એટલે કે બૌદ્ધિક વિચારણાને અનુરૂપ સંવેદનો થવા લાગે, “હું શરીર નથી પણ અનંત જ્ઞાનમય, અખંડ આનંદમય આત્મા છું' એવું વિચારતાં એવી જ પ્રતીતિ અને એવી જ સંવેદના - અનુભૂતિ થાય ત્યારે તે વિશિષ્ટ કોટિના વિચારોને સ્પર્ધાત્મક સંવેદના કહેવાય છે. આવી સ્પર્ધાત્મક સંવેદના અન્યતાખ્યાતિનો એટલે કે શરીરમાં આત્મબુદ્ધિનો નાશ કરે છે, જેના પરિણામે સંપૂર્ણ સમતાયોગ પ્રગટે છે.
આ સમતાયોગના કારણે સાધકને બાહ્ય વિષયો આત્મા માટે અનુપયોગી અને દુ:ખકારક છે, એવો માત્ર વિચાર નહિ પણ એવી જ પ્રતીતિ થવા લાગે છે. જેના કારણે બાહ્ય સર્વ ભાવો બંધનરૂપ લાગે છે. સાધક સતત તેનાથી મુક્ત થવા પ્રયત્નશીલ બની જાય છે અને તેના આવા પ્રયત્નને કારણે તે બાહ્ય પદાર્થો પ્રત્યે વધુને વધુ અલિપ્ત બનતો જાય છે.
આ રીતે આત્મા સંબંધી સ્પર્ધાત્મક ચિંતન કરતાં કરતાં સાધકમાં જડ પદાર્થો પ્રત્યેની એક વિશેષ પ્રકારની નિ:સ્પૃહતા તો કેળવાય જ છે, પણ સાથે સાથે તેનો અન્ય જીવોને જોવાનો દૃષ્ટિકોણ પણ બદલાઈ જાય છે. આજ સુધી આત્મસ્વરૂપની વિચારણા નહીં કરી હોવાને કારણે જીવોની કર્મકૃત બાહ્ય અવસ્થા તેની નજરમાં આવતી હતી. જ્યારે હવે પોતાની જેમ અન્ય જીવોનું પણ શુદ્ધ આત્મદ્રવ્ય તેની નજરમાં આવે છે. અન્ય જીવોનું આ સ્વરૂપ લક્ષમાં આવતાં જ સાધકને તેઓ પોતાના જેવા જણાય છે. પરિણામે જે જીવો આજ સુધી ભિન્ન અને પરાયા જણાતા હતા તે જીવો પોતાની સમાન જણાવા લાગે છે, સર્વ પ્રત્યે આત્મવત્ બુદ્ધિ સાથે ઉમદા મૈત્રીભાવ પ્રવર્તવા લાગે છે.
1 સ્પષ્યસંવેમ્'
स्पर्शः = तत्तत्त्वाप्तिः । तस्य तत्त्वं आप्तिः तस्य = विवक्षितस्य वस्तुनः तत्त्वं = अनारोपितरूपं तस्य आप्तिः = उपलम्भः स्पर्शः, स्पृश्यतेऽनेन वस्तु तत्त्वमिति निरुक्तेः ।
- પોડશ, ૨૨/૧૫ / इत्थं समाहिते स्वान्ते विनयस्य फलं भवेत् । स्पर्शाख्यं स हि तत्त्वाऽऽप्तिबोधमात्रं परः पुनः ।।२५।।
આ રીતે મન ચાર પ્રકારની સમાધિવાળું થાય તો વિનયનું “સ્પર્શ' નામનું ફળ પ્રાપ્ત થાય છે. સ્પર્શજ્ઞાન એ જ તત્ત્વની પ્રાપ્તિ છે. બાકી જાણકારી તો માત્ર બોધરૂપ બને છે. अक्षेपफलदः स्पर्शस्तन्मयीभावतो मतः । यथा सिद्धरसस्पर्शस्ताने सर्वाऽनुवेधतः ।।२६।। તાંબામાં સંપૂર્ણતયા અનુવેધ થવાથી થનારા સિદ્ધરસસ્પર્શની જેમ તન્મયભાવના કારણે સ્પર્શજ્ઞાન શીધ્રફળદાયી મનાયેલ છે.
- ધાત્રિશતું કાત્રિશિકાની વિનય બત્રીસીમાં વસ્તુના મૂળભૂત સ્વરૂપને સ્પર્શે તેવો નિશ્ચય થાય તો આત્મા સિવાય પરમાર્થથી સંસારની કોઈ પણ ચીજ ઉપાદેય ન લાગી શકે. જો વિનયાદિ ચાર પ્રકારની સમાધિથી ચિત્ત સ્વસ્થ બને તો વિનયના ફળ સ્વરૂપે સ્પર્શજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ સ્પર્શજ્ઞાન એટલે વસ્તુમાં કોઈપણ આરોપ કર્યા વિના વસ્તુના મૂળભૂત સ્વરૂપનો અભ્રાન્ત દૃઢ નિશ્ચય. હેયમાં હેયપણાની બુદ્ધિ, ઉપાદેયમાં ઉપાદેયપણાની બુદ્ધિ સંવેદનાત્ક બને તે સ્પર્શજ્ઞાન કહેવાય, તેવું ન હોય તો માત્ર બોધ - જાણકારી કહેવાય. મતલબ કે અવિનયી જીવની પાસે information કે Knowledge હોઈ શકે, પણ understanding power કે spiritual wisdom તો વિનયી અને સ્વસ્થ એવા સાધકો પાસે જ હોઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org