________________
૨૪૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર સુબુદ્ધિનું લક્ષ્ય - ઉત્તમ સામ્યભાવ
ગાથા
અવતરણિકા :
સમતા સમુદ્રમાં મગ્ન મુનિ બાહ્યભાવમાં રતિ પામતા નથી તે જણાવી, હવે તેમની સુબુદ્ધિ કેવા પ્રકારની સમતાને પ્રાપ્ત કરે છે, તે જણાવતાં કહે છેશ્લોક :
यस्मिन्नविद्यार्पितबाह्यवस्तुविस्तारजभ्रान्तिरूपैति शान्तिम् ।
तस्मिंष्टिादेकार्णवनिस्तरङ्ग स्वभावसाम्य रमतें सुबुद्धिः ||६|| શબ્દાર્થ :
9. સ્મિન - જેમાં = જે સામ્યયોગમાં ૨. વિદ્યાર્ષિતવાદ્યવસ્તુવિસ્તારનપ્રાન્તિઃ - અવિઘાથી અર્પિત એવી બાહ્ય વસ્તુના વિસ્તારથી ઉત્પન્ન થયેલી ભ્રાન્તિ ૩/૪, શક્તિ પૈતિ - શાન્તિને પામે છે. ૬. તસ્મિન - તે ૬. વિહાઈવનસ્તરડુનાવમાસાળે - ચિત્ = જ્ઞાનચૈિતન્ય સ્વરૂપ એક સમુદ્રના નિસ્તરંગ સ્વભાવરૂપ સામ્યભાવમાં ૭. સુવૃદ્ધિ: - સુબુદ્ધિ ૮. રમતે - રમે છે. શ્લોકાર્થ :
જે સામ્યયોગમાં અવિદ્યાથી યુક્ત બાહ્ય વસ્તુના વિસ્તારથી ઉત્પન્ન થયેલી ભ્રાન્તિ શાન્ત થઈ જાય છે તે ચૈતન્યરૂપી એક સમુદ્રના નિસ્તરંગ સ્વભાવ સ્વરૂપ સામ્યયોગમાં સુબુદ્ધિ રમે છે. ભાવાર્થ :
હું શરીર છું અને બાહ્ય સામગ્રીઓથી મને સુખ-દુ:ખ થાય છે' - આવો ભ્રમ અવિદ્યા-મિથ્યાત્વના કારણે થાય છે. અવિદ્યાથી ઉત્પન્ન થયેલો ભ્રમ જીવમાં અનાદિકાળથી પ્રવર્તે છે અને તેને કારણે તેનું ચિત્ત બાહ્ય પદાર્થોને લઈને અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ કરવામાં અટવાયેલું રહે છે. જ્યારે આવો ભ્રમ ટળે છે ત્યારે મોહના મલિન વિકલ્પો પણ શાંત થઈ જાય છે અને જ્ઞાન નિસ્તરંગ સમુદ્રની જેમ શાંત અને શુદ્ધ બને છે. આવું નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાન આત્માનો સ્વભાવ છે. આત્મહિત સાધવામાં કુશળ એવી સુબુદ્ધિ હંમેશા આવા શુદ્ધ જ્ઞાન સાથે એકરૂપ બની સામ્યયોગમાં જ રમે છે. વિશેષાર્થ :
અવિદ્યા એટલે જ મિથ્યાત્વ. મોહનીયકર્મના ઉદયથી જીવનું જ્ઞાન મેલું થાય છે. આવા મેલા જ્ઞાનને જ અવિદ્યા કહેવાય છે. આ અવિદ્યા “જ્યાં સુખ ન હોય ત્યાં સુખ છે અને જ્યાં દુ:ખ ન હોય ત્યાં દુ:ખ છે' - એવી બુદ્ધિ ઉત્પન્ન કરે છે અને તેના પરિણામે જીવ બાહ્ય પદાર્થોથી મને સુખ-દુ:ખ થાય છે, એવો ભ્રમ સેવી તેના સંબંધી અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ કર્યા કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org