________________
૨૧૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
શાસ્ત્રનો અભ્યાસ અને શાસ્ત્રવચનનું ચિંતન-મનન કરતાં અમને વિશિષ્ટ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. અમને આત્મિક સુખનો સાચો માર્ગ લાધ્યો છે, તેના દ્વારા અમે આત્મભાવમાં રમણ કરી શકીએ છીએ. અમને સ્પષ્ટ દેખાય છે કે આ શરીર જુદું છે અને અનંત જ્ઞાની આત્મા જુદો છે. કામ-ભોગાદિની ક્રિયાઓ તો જડ એવું શરીર કરે છે. આત્મા તો માત્ર તેને જાણે છે – જુવે છે. આત્માને તેમાં કોઈ રાગ-દ્વેષ થતાં નથી, તે તો
- નિરાળો-અલિપ્ત છે. આવું આત્મજ્ઞાન થવાથી અમારું શરીર જ્યારે કામભોગાદિની પ્રવૃત્તિ કરે રે પણ અમારો આત્મા ઉદાસીન રહે છે. કમળ જેવા નિર્લેપ આત્માને તેમાં ક્યાંય રાગાદિ ભાવોનો સ્પર્શ થતો નથી, આથી જ ભોગાદિ કરતાં અમને કર્મબંધ પણ થતો નથી. વળી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, જેઓ અલિપ્ત ભાવે કામાદિનું સેવન કરે છે, તેઓ વાસ્તવમાં કામાદિને સેવતા જ નથી. તેઓ પુણ્યોદયથી પ્રાપ્ત થતી ઉત્કૃષ્ટ ભોગ સામગ્રીઓ ભોગવે તોપણ તેમની ધર્મભાવના કે આધ્યાત્મિક લીનતામાં લેશ પણ મંદતા આવતી નથી.
કહેવાતા જ્ઞાનીઓનું આવું પ્રતિપાદન બિલકુલ યોગ્ય નથી. કેમકે શાસ્ત્રના આવા વચનો સામાન્ય સાધક માટે નથી; પરંતુ અતિ ઊંચી આધ્યાત્મિક ભૂમિકાસ્વરૂપ યોગની છઠ્ઠી દૃષ્ટિમાં વર્તતા તીર્થંકર પરમાત્મા આદિ મહાપુરુષો માટેના આ વચનો છે. આવા મહાપુરુષો પરમ વૈરાગ્યને વરેલા હોય છે, છતાં ભોગ ભોગવ્યા વિના નાશ ન પામે તેવા નિકાચિત ભોગાવલીકર્મનો ઉદય થતાં, તેમને ભોગાદિમાં પ્રવૃત્તિ કરવી પડે છે. આવી પ્રવૃત્તિ કરતી વખતે પણ તેઓ તેનાથી અલિપ્ત રહે છે, તેથી તેમને તે પ્રવૃત્તિજન્ય કોઈ કર્મબન્ધ થતો નથી.
આ રીતે છઠ્ઠી દૃષ્ટિમાં રહેલા મહાપુરુષોની અવસ્થાનું વર્ણન કરતાં વચનોને નાસ્તિકો અન્યદૃષ્ટિથી સામાન્યજન માટેનું કથન જણાવે છે. અન્યષ્ટિથી એટલે શાસ્ત્રમાં જે દૃષ્ટિકોણને કે જે સ્થાનને સામે રાખીને કોઈ કથન કરાયું હોય તે દૃષ્ટિકોણ આદિને બાજુ ઉપર મૂકીને તે જ કથનને અન્ય દૃષ્ટિકોણથી, અન્ય સ્થાન આદિ માટે રજૂ કરવું. આ રીતે અન્યદૃષ્ટિથી કથન કરવું તે પણ એક પ્રકારની ઉત્સુત્ર પ્રરૂપણા જ છે. વળી,
2. નિવેવ્યમાં કપિ, સ્થા: શુદ્ધિ: વન | તેરૈવ તથ શુદ્ધિ: ચાતુ વિિિત દિ શ્રુતિઃ || /૨૩ || - ૩ણ્યાત્મસારે ||
જે ભોગો ભોગવતે છતે પણ ક્યારેક ભોગવનારની અશુદ્ધિ થાય છે, તે ભોગો વડે જ ક્યારેક ભોગવનારની શુદ્ધિ થાય છે, એ પ્રકારનું વેદનું વચન છે. પ-૨૩ विषयाणां ततो बन्ध-जनने नियमोऽस्ति न । अज्ञानिनां ततो बन्धो, ज्ञानिनां तु न कर्हिचित् ।। ५/२४ ।। - अध्यात्मसारे ।। યોગાનુભવશાળીઓને વિષયોની અનિવૃત્તિ પણ દુષ્ટ નથી, તે કારણથી વિષયોના સેવનથી કર્મબંધ થાય જ તેવો નિયમ નથી. વિષયોના સેવનથી અજ્ઞાનીઓને બંધ છે, પરંતુ જ્ઞાનીઓને ક્યારેય નથી. ૫૨૪ 3. સેતેશસેવાનોકપિ, સેવાનો ન સેવ7 | ફોડ પરનનો ન ચા-ડ્ડયન્ પરનનાનપ || ૧/ર૧ || - અધ્યાત્મસારે || વિષયોને નહીં સેવતો પણ સેવે છે, સેવતો એવો પણ સેવતો નથી. કોઈ જીવ પરજનનો આશ્રય કરતો એવો પણ પરજનનો
થતો નથી. પ/૨૫ 4. ઘર્મશક્તિ ન હન્યત્ર, માયોrો વઢીયલi | દન્તિ ટીપાપદો વાયુ - ક્વેસ્ટન્ત ન ટુવાનમ્ || ધ/૨૦ || - અધ્યાત્મસારે |
(છઠ્ઠી દૃષ્ટિમાં) ભોગનો વ્યાપાર, બળવાન એવી ધર્મશક્તિને હણતો નથી, જેમ દીવાનો નાશ કરનાર વાયુ બળતા એવા દાવાનળને હણતો નથી. ૫/૨૦
Jain Education International
For Personal & Private Use Only
www jainelibrary.org