________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર હતી, તેથી ત્યારે શાન અને ક્રિયા જુદા જણાતા હતા; પરંતુ જ્યારે જ્ઞાનનો પરિપાક થાય છે ત્યારે તે ક્રિયા પણ રાગાદિના સંગ વગરના જ્ઞાનના શુદ્ધ ઉપયોગરૂપ બની જાય છે એને તે પણ માત્ર આત્મિક ગુણોમાં સ્થિર થવા રૂપે જ પ્રવર્તે છે. પરિણામે મોહના સંશ્લેષ વગરનું શુદ્ધજ્ઞાન અને અસંગભાવવાળા જીવના વીર્યરૂપ ક્રિયા એક બીજાથી ભિન્ન નથી રહેતા. તેથી જ કહ્યું છે કે, ચંદનથી જેમ તેની સુગંધને છૂટી પાડી શકાતી નથી તેમ જ્ઞાનનો પરિપાક થાય ત્યારે અસંગભાવને પામેલી ક્રિયાને જ્ઞાનથી છૂટી પાડી શકાતી નથી. જ્ઞાન અને ક્રિયા ચંદન-ગંધની જેમ એકરૂપ બની જાય છે.
૨૧૮
યોગવિંશિકાની ગાથા-૧૮માં જણાવ્યું છે કે અસંગઅનુષ્ઠાન અને નિરાલંબનયોગ એક જ છે, કેમકે સંગનો ત્યાગ તે જ અનાલંબનસ્વરૂપ છે. વળી ત્યાં જ આગળ ગાથા-૧૯માં જણાવ્યું છે કે નિરાલંબન યોગ તદ્ગુણપરિણતિરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય કે અસંગભાવવાળી ક્રિયા તદ્ગુણપરિણતિરૂપ હોય છે. તદ્ગુણપરિણતિ એટલે પરમાત્માના = શુદ્ધ આત્માના જ્ઞાનાદિ ગુણોની સાથેની સમાપત્તિ. સમાપત્તિ એટલે સમપણાની કે તાદાત્મ્યભાવની પ્રાપ્તિ, તેથી અસંગઅનુષ્ઠાનની ક્રિયા આત્માના શુદ્ધ જ્ઞાન સાથે સમપણાને પ્રાપ્ત કરે છે. આથી જ ગ્રંથકા૨શ્રી કહે છે કે અસંગઅનુષ્ઠાનના કાળમાં જ્ઞાન અને ક્રિયામાં જુદાપણું રહેતું નથી, તે બન્ને જળ અને જળરસની જેમ એકરૂપ બની જાય છે. ૪૦ના
2. असङ्गानुष्ठानात्मा चरमो योगोऽनालम्बन योगो भवति सङ्गत्यागस्यैवानालम्बनलक्षणत्वात् इति भावः x x x तग्गुणपरिणइरूवो सुहुमो अणालंबणो नाम ।।१९।।
3. અસંગઅનુષ્ઠાન = નિરાલંબનયોગ = તગુણપરિણતિ = આત્માના શુદ્ધજ્ઞાન ગુણ સાથેની સમાપત્તિ. અસંગઅનુષ્ઠાન રૂપ ક્રિયા = શુદ્ધજ્ઞાનનો ઉપયોગ = વીતરાગતા સાથેની સમાપત્તિ = પ્રશાન્તવાહિતા = વિસભાગપરિક્ષય ઇત્યાદિ. સંદર્ભ ગ્રન્થ - યોગવિંશિકા ગા. ૧૮, યોગદ્દષ્ટિ ગા. ૧૭૫-૧૭૬ અને શાસ્ત્રયોગ-શુદ્ધિઅધિકાર ગાથા-૧૪, ૧૫
Jain Education International
-યોવિશિષ્ઠા ના-૨૮ વૃત્તૌ ।। योगविंशिकायाम् ।।
For Personal & Private Use Only
www.jainlibrary.org