________________
જ્ઞાન-ક્રિયા પ્રત્યે સમાન આદરથી જ મોક્ષપ્રાપ્તિ - ગાથા-૪૩-૪૪
૨૨૩
તે જણાવી, સમ્યગુ-જ્ઞાનપૂર્વકની ક્રિયાનું મહત્ત્વ દર્શાવી રહ્યા છે.
આ જગતમાં મુનિભગવંતો સિવાયના સર્વ જીવોનું ચિત્ત સતત બાહ્ય પદાર્થો વિષયક ઉત્સુકતા અને કુતુહલવૃત્તિથી ઘેરાયેલું હોવાને કારણે ગ્રાન્ત-થાકેલું રહેતું હોય છે. જ્યારે જ્ઞાનયોગ અને ક્રિયાયોગસંપન્ન મુનિ ભગવંતોનું ચિત્ત આવા ખળભળાટથી મુક્ત સ્થિર સમુદ્ર જેવું શાંત અને ગંભીર હોય છે. આત્મિક આનંદ માણ્યો હોવાથી તેઓ પરભાવ પ્રત્યે અત્યંત ઉદાસીન રહેતા હોય છે. જેના કારણે ગમે તેવા નિમિત્તો વચ્ચે પણ તેમના ચિત્તમાં ક્યાંય રાગાદિજન્ય વિકૃતભાવો થતા નથી; પરંતુ વિપરીત સંયોગોમાં પણ તેમનું ચિત્ત ઉપશમભાવના આનંદને અનુભવતું હોય છે. આવા ચિત્તમાં ક્યારેય શ્રમનો અનુભવ થતો નથી. તત્ત્વની સ્પર્ધાત્મક વિચારણાઓથી તે ચિત્ત સતત ફુર્તિવાળુ તથા વિશ્રાન્ત એટલે કે થાક, ગ્લાનિ, હતાશાથી રહિત તરો તાજું (fresh) રહેતું હોય છે.
આ યોગીઓમાં શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાની એક આગવી સૂઝ હોય છે. જેના દ્વારા તેઓ વ્રત, નિયમ, ઔચિત્ય, આવશ્યક ક્રિયા આદિ સૂક્ષ્મ અતિચારોને અને આત્મિક સુખની પ્રાપ્તિમાં બાધક બનનારા દોષો તથા દુર્ગુણોને સારી રીતે ઓળખે છે. વળી, આત્મસ્પર્શી ક્રિયાઓ દ્વારા તેઓ આ દોષોની દુઃખકારિતાને સ્વયં સંવેદે પણ છે. આવો બોધ અને આવી સંવેદનાઓ અનુસાર તેઓ દૃઢ પ્રયત્ન કરી પોતાની સર્વ પ્રવૃત્તિઓને નિર્મળ અને નિરતિચાર બનાવે છે. છઠ્ઠા ગુણસ્થાનકના ઉપરના કંડકોમાં કે સાતમાં ગુણસ્થાનકમાં વર્તતા આ મહાત્માઓ પોતાના ચારિત્રને ઉત્તરોત્તર વિશુદ્ધ બનાવીને સતત આત્મિક આનંદની અનુભૂતિ કરતાં કરતાં છેક મોક્ષ સુધી પહોંચી શકે છે.
અનુભવાત્મક જ્ઞાનયોગ અને ક્રિયાયોગના સમાગમથી આ યોગીમાં વિશિષ્ટ પ્રકારનો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ ખીલે છે, તેઓ દરેક દૃષ્ટિકોણથી પદાર્થને વિચારી શકે છે. જ્યાં સુધી જીવ એક દૃષ્ટિકોણથી વસ્તુને જાણવા પ્રયત્ન કરે છે ત્યાં સુધી તે પરસ્પર વાદ-વિવાદથી કદર્થના અને વિડંબના જ પ્રાપ્ત કરે છે; પરંતુ સર્વ નયોની દૃષ્ટિને સ્વીકારવાથી યોગીઓના ચિત્તમાં આવી કદર્થનાઓનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. નિષ્પક્ષપાતી હોવાથી આ યોગીઓ સમભાવ અને મધ્યસ્થપણાના સુખનો અનુભવ કરી શકે છે. વળી પોતાની વાતની પક્કડ કે કોઈપણ પ્રકારનો કદાગ્રહ ન હોવાને કારણે તેઓને અન્ય લોકોની જેમ અહંકારની પીડા થતી નથી. આવા મહાત્માઓ જ સર્વજ્ઞના સ્યાદ્વાદગર્ભિત ભાવોના રહસ્યને પામી શકે છે અને તેને પ્રકાશિત કરી અનેકનું કલ્યાણ કરી શકે છે. સૂક્ષ્મ બોધ હોવાથી તેઓ ક્યારેય પણ પોતાના લક્ષ્યને ભૂલતા નથી અને સદા પરમ આનંદથી ભરપૂર હોય છે.
જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમની જેમ આ યોગીઓમાં વીર્યાન્તરાયનો પણ ચિંતવી ન શકાય તેવો ક્ષયોપશમ પ્રગટે છે અને તેથી તપના પ્રભાવે તેમનામાં અનંતી શક્તિનો ઉઘાડ થાય છે. લોકોને આશ્ચર્ય પમાડે તેવી અણિમા, લધિમા, ગરિમા જેવી અનેક લબ્ધિઓ કોઈ પ્રયત્ન વિના સહજ સિદ્ધ થાય છે. આકાશમાં ઊડવાની, ચાલવાની, સૂર્યકિરણને પકડીને ચઢવાની વગેરે અનેક શક્તિઓ પ્રગટે છે. તેમના કફ, ઝાડો, કાન-ન શરીરના અવયવોમાં ઉત્પન્ન થતો મળ તથા તેમના હાથ આદિ અંગોનો સ્પર્શ આદિ પણ ઔષધિરૂપ બની જાય છે. આવી આવી અનેક લબ્ધિ-સમૃદ્ધિની પ્રાપ્તિ તે યોગનો જ પ્રભાવ છે. આશ્ચર્યની વાત એ છે કે આવી લબ્ધિઓ અને સમૃદ્ધિઓ પ્રાપ્ત થવા છતાં તેનો ઉપયોગ કરવાની તેમને ઇચ્છા માત્ર થતી નથી. તપ દ્વારા આવી ચમત્કારિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org