________________
અધ્યાત્મ ઉપનિષ ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર
दूरे स्वर्गसुखं मुक्तिपदवी सा दवीयसी । મનઃસંનિદિતં દૃષ્ટ, સ્પરંતુ સમતાસુરમ્ IIS/રૂાા
- अध्यात्मसारे समताधिकारे સુખ સૌનું લક્ષ્ય છે, પણ વાસ્તવિક સુખ ક્યાં છે તે ખબર ન હોવાથી સૌ અલગ-અલગ દિશામાં દોડ્યા કરે છે. શાસ્ત્રયોગ તે વાસ્તવિક સુખની દિશા ચીંધે છે, તો જ્ઞાનયોગ તે સુખનું અનુભૂતિપૂર્વકનું જ્ઞાન કરાવે છે, જ્યારે ક્રિયાયોગ તે સુખને પામવાનો પ્રામાણિક પ્રયત્ન છે. આ ત્રણે યોગો સુખનાં સાધનો છે; જ્યારે સામ્યયોગ તો સ્વયં સુખાનુભૂતિ છે, તે સાધનાની કેડીનું ગન્તવ્ય છે.
સામ્યયોગ એટલે સમતાસુખની સાથે આત્માનું કાયમી જોડાણ. આવા જોડાણથી પ્રાપ્ત થતી આત્મિક શુદ્ધિ તે “સામ્યયોગશુદ્ધિ,' આત્મિકશુદ્ધિનું જ્ઞાનયોગ અને ક્રિયાયોગ પછીનું ચોથું સોપાન.
આત્માના સ્વરૂપનું અને તેની કર્મકૃત વિરૂપતાનું જ્ઞાન મેળવી, શુદ્ધ આત્મસ્વરૂપને અનુકૂળ પ્રવૃત્તિઓ આદરી તથા તેને પ્રતિકૂળ બને તેવી અનુચિત અશુભ પ્રવૃત્તિઓને અંકુશમાં લઈ, દરેક પરિસ્થિતિનો સહજભાવે સ્વીકાર કરી લેવો, એટલે કે કર્માનુસાર જે મળે સુખ કે દુઃખ, સંપત્તિ કે વિપત્તિ, માન કે અપમાન, લાભ કે નુકસાન, ઈષ્ટ કે અનિષ્ટ, જય કે પરાજય..!! તે સર્વેને ગમા-અણગમા કે રાગ-દ્વેષ આદિના દ્વન્દ વિના નિર્ધન્વભાવે સહજતાથી સ્વીકારી લેવા. કોઈપણ પ્રકારની ઉત્સુકતા, દુર્ભાવ, ભય, શોક કે આકર્ષણની લાગણીઓની અસર નીચે તણાયા વગર બાહ્ય કે અંતરંગ પરિસ્થિતિમાંથી વિહુવળ થયા વિના પસાર થઈ જવું, તેનું જ નામ “સમતા'. જન્મ-જન્માંતરથી સંચિત વિભાવદશાના સંસ્કારો, વાસનાઓ, વિચિત્ર આવેગો કે રાગાદિના વિકારોના થર સામ્યયોગની પ્રાપ્તિ વિના નિર્મળ કરવા અશક્ય છે, તેથી જ “સામ્યયોગ' એ સાધનાની ધરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org