________________
૨૩૭
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર અહિતકર બને એવી સર્વ પૌદ્ગલિક પ્રવૃત્તિઓ પ્રત્યે ઉપેક્ષા ધારણ કરતો હોય, અને વળી જેનું ચિત્ત સદાકાળ ચિદાનંદપદ એટલે કે મોક્ષપદના ઉપયોગમાં લીન રહેતું હોય, તે જ યોગી લોકોત્તર સમતાનો સ્વામી બની શકે છે, તેથી દરેક અવસ્થામાં સમતાની ઉત્તરોત્તર શુદ્ધિ પ્રાપ્ત થતી હોવા છતાં પણ, તેની પ્રાપ્તિના ઉપાયો સામાન્યથી સમાન રહે છે, તેથી લોકોત્તર સમતા દ્વારા જે યોગીને પરમ સુખનું લક્ષ્ય આંબવું હોય તેણે નિમ્નોક્ત ત્રણ બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ.
૧. આત્મા માટે હિતકા૨ક હોય તેવી અંતરંગ, બાહ્ય દરેક પ્રવૃત્તિઓ પ્રત્યે અત્યંત જાગૃત રહેવું;
૨. તે સિવાયની એટલે કે આત્મા માટે અહિતકર હોય તેવી સર્વ પૌદ્ગલિક પ્રવૃત્તિઓ પ્રત્યે ઉપેક્ષિત રહેવું; અને
૩. ચિદાનન્દરૂપ મોક્ષ પદ પ્રત્યે સદા ઉપયોગશીલ રહેવું.
આ ત્રણ કાર્યો જે કરી શકે તે અવશ્ય લોકોત્તર સમતાને પ્રાપ્ત કરી શકે. સાધનાની જુદી જુદી ભૂમિકાઓમાં આ ઉપાયોની તરતમતા જરૂર રહેશે, પણ ઉપાયમાં જેટલી શુદ્ધતા આવશે તેટલી લોકોત્તર સમતાની શુદ્ધતા વધતી જશે. આ ત્રણે ઉપાયોની વિવિધતા અને વિશેષતાને લક્ષમાં રાખી, ભૂમિકા અને શક્તિ અનુસાર પ્રયત્ન કરવામાં આવે તો સમતાના ૫૨મોચ્ચ શિખર સુધી અવશ્ય પહોંચી શકાય. તેની વિશેષતાઓ નીચે પ્રમાણે છે
१. आत्मप्रवृत्तावतिजागरूकः :- આત્મહિતકર દરેક પ્રવૃત્તિઓ પ્રત્યે જાગૃત રહેવું.
લોકોત્તર સામ્ય પ્રાપ્ત કરવું હોય તે સાધકે સૌ પ્રથમ તો આત્માનું હિત કરે તેવી પ્રવૃત્તિઓ પ્રત્યે અત્યંત જાગરૂક રહેવું જોઈએ. અત્યંત જાગરૂક રહેવું એટલે પ્રમાદથી પર બની, અતિ ઉપયોગપૂર્વક શુદ્ધાત્માના દ્રવ્ય, ગુણ, પર્યાયમાં લીન રહેવા યત્ન કરવો, તેના ધ્યાનમાં મગ્ન બનવા મહેનત કરવી.
આત્મસ્વરૂપની આવી લીનતા સાધવાનો શ્રેષ્ઠ ઉપાય છે - પંચાચારની ચારિમા, તેથી સાધકે પંચાચારની અંતરંગ-બહિરંગ ચારિમા પ્રાપ્ત કરવા એકાગ્ર ચિત્તે પ્રયત્ન કરવો જોઈએ. તે માટે આત્મભાવને પામેલા સદ્ગુરુભગવંતના ચરણોની ઉપાસના કરવાપૂર્વક આત્મહિતકર શાસ્ત્રોનું શ્રવણ, મનન, ચિંતન આદિ કરવું જોઈએ. દેવ-ગુરુની ભક્તિ, સમિતિ-ગુપ્તિ આદિ સંયમની ક્રિયાઓનું નિરતિચાર પાલન, ભગવંતના વચનાનુસાર તપ, જપ, સ્વાધ્યાય આદિમાં રત રહેવું જોઈએ.
પ્રત્યેક ક્રિયાઓ આત્મભાવની પોષક બને, આત્મભાવમાં બાધક રાગાદિ કે તકૃત દોષોની શોષક બને, આત્માના ક્ષમાદિ ગુણોની વર્ધક બને તેવી સાવચેતી જાળવી રાખવી. એકાન્તદૃષ્ટિવાળી વાણી, વિચાર કે વર્તન આત્મભાવના બાધક છે માટે સાધકે અનેકાન્ત સિદ્ધાન્તને અપનાવી પોતાની વિચારસરણીને કદાગ્રહ કે પક્કડથી મુક્ત રાખવી, વાણીને મધુર, હિતકર અને આજ્ઞાનુસારી બનાવવા પ્રયત્ન કરવો તથા કાયિક ચેષ્ટાઓ અન્યની પીડા, અશાતા, સંક્લેશ કે મોતનું કારણ ન બને તેવી સાવધાનીપૂર્વક કરવી. આમ મનવચન-કાયાની સર્વ ચેષ્ટાઓ સમિતિ કે ગુપ્તિ સ્વરૂપ બની પરભાવથી છૂટી સ્વભાવની પ્રાપ્તિ ભણી પ્રવર્તે તે માટે સજાગ રહેવું જોઈએ. આ રીતે આત્માની સતત જાગૃતિ જાળવવાથી સમતા ન હોય તો પણ પ્રગટે છે અને પ્રગટી હોય તો વધુ નિર્મળ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org