________________
લોકોત્તર સમતા કોનામાં ? – ગાથા-૨
૨૩૫
થાય, કલહ થાય, વેર વધે તેવા ભાવો અને તેવી પ્રવૃત્તિઓથી તેઓ દૂર રહે છે. તેમની આવી સમતા ભૌતિક સુખની ઈચ્છાથી ઉત્પન્ન થયેલી હોવાથી, તેને લૌકિક સમતા કહેવાય છે.
વળી, કેટલાક જીવો તો ભૌતિક સુખની ભૂખથી સંયમજીવનનો પણ સ્વીકાર કરે છે. પરલોકમાં નરકાદિના દુઃખો પ્રાપ્ત ન થાય અને ઉચ્ચ કક્ષાનાં સ્વર્ગાદિનાં સુખો પ્રાપ્ત થાય તેવા ધ્યેયથી તેઓ યાવજીવ સુધી રાગાદિ કષાયોથી દૂર રહેવા પ્રયત્ન કરી સમતા ભાવથી જીવન જીવે છે. ઉપરછલ્લી વ્યવહારિક દૃષ્ટિથી તો આને પણ સમતા જ કહેવાય છે; પરંતુ આ ભવમાં પૌલિક સુખો મજેથી માણી શકાય તે માટે રખાતી સમતા જેમ લૌકિક સમતા છે તેમ પરભવનાં પૌલિક સુખો માટે જે સમતા રખાય છે તે પણ લૌકિક સમતા જ છે. આધ્યાત્મિક વિકાસ સાધવામાં આવી સમતાનું કોઈ મૂલ્ય હોતું નથી, તેના માટે તો લોકોત્તર સમતા જ આવશ્યક બને છે.
લોકોત્તર સમતાના મૂળમાં ભૌતિક સુખ પ્રત્યેનો તાત્ત્વિક વેરાગ્ય અને ત્યાગ હોવો જેમ અતિ જરૂરી છે, તેમ મુક્તિ સાથેનું અનુસંધાન પણ એટલું જ જરૂરી છે.
આત્માને મુક્તિ સુધી પહોંચાડી શકે તેવા આત્મિક ગુણવૈભવને પ્રાપ્ત કરવાના એકમાત્ર ઉદ્દેશથી તૃણ કે મણિ, શત્રુ કે મિત્ર, સુખ કે દુઃખ, અનુકૂળતા કે પ્રતિકૂળતા, જીવન કે મરણ, સંસાર કે મોક્ષ વગેરે સર્વ દ્વન્દ્રો પ્રત્યે સમાનવૃત્તિ ધારણ કરવી, ક્યાંય ગમો નહિ કે અણગમો નહિ, કોઈ પ્રત્યે રાગ નહિ કે દ્વેષ નહિ, મોહ નહિ કે મમતા નહિ, રતિ નહિ કે અરતિ નહિ, ક્યાંય ક્રોધાદિ કષાયની આધીનતા નહિ, આવો નિ:સ્પૃહતાભર્યો સર્વત્ર સમાનતાનો પરિણામ તે લોકોત્તર સમતા છે.
લૌકિક કે લોકોત્તર સમતાથી તત્કાલ તો સુખનો અનુભવ થાય જ છે; પરંતુ લૌકિક સમતાથી જે સુખ અનુભવાય છે તે અલ્પકાલીન અને ભ્રામક હોય છે, તેનાથી થોડું પુણ્ય બંધાય છે, પણ તે પુણ્યથી મળતું સુખ પાપનો અનુબંધ ચલાવી સંસારના દુઃખોને વધારનારું જ હોય છે. જ્યારે લોકોત્તર સમતાથી જે સુખ અનુભવાય છે તે ચિરકાલીન અને વાસ્તવિક હોય છે. આ વાસ્તવિક સુખનો અનુભવ કરતાં કરતાં સાધક સંસારની પરંપરાને છેદીને, જ્યાં શુદ્ધ ચૈતન્યના પરમ આનંદને સદાકાળ માટે માણી શકાય છે, તેવી સિદ્ધિગતિને પ્રાપ્ત કરી શકે છે.
સર્વશ્રેષ્ઠ કક્ષાનું લોકોત્તર સામ્ય વીતરાગદશામાં જ પ્રાપ્ત થાય છે, તેથી લોકોત્તર સમતાની પરાકાષ્ઠા વીતરાગ ભાવ છે; પરંતુ તેનો પ્રારંભ એક અપેક્ષાએ મુનિભાવથી માની શકાય. અન્ય અપેક્ષાએ જ્યારથી આત્મહિતની થોડી પણ ભાવના જાગે, ત્યારથી અર્થાત્ છેક અપુનબંધક કક્ષાથી લોકોત્તર સમતાનો પ્રારંભ સ્વીકારી શકાય છે. અપુનબંધક કક્ષાથી માંડી વિવિધ સ્તરની આધ્યાત્મિક ઉન્નતિની સાથે સાથે આ લોકોત્તર સમતા પણ વિશુદ્ધ વિશુદ્ધતર થતી વીતરાગભાવમાં પર્યવસાન પામે છે.
કોઈપણ સાધકનું લક્ષ્ય તો આ વીતરાગભાવની પ્રાપ્તિ કરીને પરમ આત્મિક સુખ પામવાનું જ હોય છે. તે લક્ષ્યને આંબવા સાધકે લોકોત્તર સમતાની વિવિધ કક્ષાઓને સર કરવી પડે છે. આ લોકોત્તર સમતા ભલે ભિન્ન ભિન્ન દૃષ્ટિથી ભિન્ન ભિન્ન કક્ષામાં અનેક પ્રકારની તરતમતાવાળી હોય; પરંતુ તે દરેક અવસ્થા માટે એટલું કહી શકાય કે, જે યોગી આત્મહિતકર પ્રવૃત્તિઓમાં અપ્રમત્ત હોય, તે સિવાયની આત્મા માટે
Jain Education Interational
For Personal & Private Use Only
www ainelibrary.org