________________
૨૩૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર
રૂ. સવા નિઃપરોપયોrt - આત્માના ચિદાનંદમય સુવિશુદ્ધસ્વરૂપ એવા મોક્ષપદ પ્રત્યે ઉપયોગશીલ રહેવું.
અન્યની પ્રવૃત્તિ પ્રત્યે ઉદાસીન વૃત્તિ કેળવનાર સાધકે શૂન્યમનસ્ક નથી બનવાનું, પણ પોતાના ચિત્તને સદા ચિદાનંદપદના ઉપયોગમાં વ્યાપૃત રાખવાનું છે. આ ચિદાનંદપદનો ઉપયોગ ચિંતન, ભાવના, ધ્યાન કે અનુપ્રેક્ષા એમ ભૂમિકા અનુસાર કોઈપણ સ્વરૂપનો હોઈ શકે. તેમાં ચિત્ એટલે ચૈતન્ય, જ્ઞાન, આનંદ કે નિરૂપાધિક સુખરૂપ અવસ્થા. ચિદાનંદ એટલે આત્માના શુદ્ધ જ્ઞાનાદિ ભાવોથી ઉત્પન્ન થતો સહજ આનંદ. આવો સહજ આનંદ એ આત્માનું સુવિશુદ્ધસ્વરૂપ છે. અને ચિદાનંદ પદ એટલે પોતાના સહજ આનંદનું ધામ અર્થાત્ મોક્ષપદ.
સમતાસુખને ઇચ્છતા સાધકના ઉપયોગમાં સતત મોક્ષ વર્તાવો જોઈએ. કોઈપણ પ્રવૃત્તિ કરતાં લક્ષ્ય એક જ હોવું જોઈએ કે, મારે મોક્ષે જવું છે, મારા સુખમય શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું છે. સ્વરૂપ પ્રાપ્તિનું ધ્યેય રાખી તેને અનુરૂપ જ સર્વ પ્રવૃત્તિઓ થાય તે રીતે વર્તવું અને તે માટે “હું અનંત જ્ઞાનમય છું - સુખ મારો સ્વભાવ છે' આવી પ્રતીતિ સદાકાળ રહે તેવી ચિત્તવૃત્તિ નિષ્પન્ન કરવા પ્રયત્ન કરવો જોઈએ.
એક અપેક્ષાએ વિચારીએ તો ચિદાનંદપદમાં પૂર્ણપણે લીન તો સિદ્ધના જીવો કે વીતરાગ જ હોય છે અને તેઓ જ સર્વથા પરપ્રવૃત્તિનો ત્યાગ કરી આત્મભાવમાં સ્થિત હોય છે, તેથી લોકોત્તર સમતાના સ્વામી પણ તેઓ જ કહેવાય, આમ છતાં આત્મા ઉપરથી મોહનું જોર ઓછું થતાં અપુનબંધક અવસ્થાથી આત્મહિત કરવાની ભાવના જાગે છે, તેથી આત્માને રાગાદિ દોષોથી મુક્ત કરી શુદ્ધ આત્મભાવ પ્રાપ્ત કરવાનું ધ્યેય પણ બંધાય છે. આવું ધ્યેય પણ તે કક્ષાનો ચિદાનંદપદનો ઉપયોગ છે અને તદનુરૂપ જે હિતકરમાં પ્રવૃત્તિ અને અહિતકરમાંથી નિવૃત્તિનો પ્રયત્ન પ્રારંભાય છે તેનાથી તે કક્ષાની લોકોત્તર સમતા પ્રગટે છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં શુદ્ધસ્વરૂપને પામવાની ઇચ્છા ગાઢ બને છે. તો વળી દેશવિરતિધરમાં તે લક્ષ્યને આંબવાનો આંશિક પ્રયત્ન પણ શરૂ થાય છે. સુસંયત મુનિ દઢતર લક્ષ્યથી એક માત્ર આત્મસ્વરૂપને પામવા પૂર્ણતયા પ્રવૃત્ત થાય છે. જ્યારે નિર્વિકલ્પ અવસ્થામાં આત્મસ્વરૂપની અનુભૂતિ વધુ દઢતર થતાં યોગી માત્ર ચિદાનંદસ્વરૂપમાં રમમાણ રહે છે અને તેથી તેના શાંત ચિત્તમાં લોકોત્તર સમતા સહજ વિલસે છે.
આમ અપુનબંધક કક્ષાથી માંડી છેક નિર્વિકલ્પ ઉપયોગમાં વર્તતા વિવિધ કક્ષાના યોગીઓ જેટલા અંશમાં આ ઉપાયોનું સેવન કરે છે તેટલા અંશમાં તેમને લોકોત્તર સમતાની પ્રાપ્તિ થતી જાય છે. પરમોચ્ચ સમતારૂપ વીતરાગભાવ પણ શ્રેણીવ સાધકને આ જ રીતે પ્રાપ્ત થાય છે, તેથી સામ્યસુખને ઇચ્છતા દરેક સાધકે આ ત્રણેય ઉપાયોને નિરંતર સેવવા જોઈએ. તેરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org